Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 765
________________ ૭૧૨ અધ્યાત્મ રાજચંદ્ર અહોનિશ ભાવનારા પરમ ભાવિતાત્મા વીતરાગ શ્રીમદે શુદ્ધ આત્માની–સમયસારની જેવી ને જેટલી આત્યંતિક ભાવના કરી છે તેવી ને તેટલી પ્રાયે ભાગ્યે જ કેઈએ કરી હશે. કેવલ એક શુદ્ધ આત્માની-સમયસારની અનુભૂતિ જેને નિરંતર વર્તાતી હતી એવા શ્રીમદ્દની સમયસાર દશાનું સૂચન પૂર્વે કેવલ શુદ્ધાત્માનુભવદશાના પ્રકરણમાં (૫૬) કર્યું જ હતું. લેકી ન રહી ઠોર, ત્યાગવેકે નાહિં એર; બાકી કહા ઉર્યો જુ, કારજ નવીને હૈ” (અં. ૩૨૫, ૩૨૮) એવી કૃતકૃત્ય અદ્દભુત જ્ઞાનદશા જેને પ્રગટી હતી એવા “સહજ સ્વરૂપી” (અં. ૩૭૭) સહજાન્મસ્વરૂપી શ્રીમની “આત્માકાર સ્થિતિ (અં. ૩૯૮) કેવી હતી, તે તેમના પરમાર્થસખા સૌભાગ્ય પરના પત્રમાં આવતા અનુભવ પ્રમાણ વચનામૃત પરથી સહેજે પ્રતીત થાય છે: “અત્રે આત્માકારતા વ છે. ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. “આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પિતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન : વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એ શ્રી તીર્થકરને આશય છે.” (નં. ૪૩૧). “જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ છે, તે જિન વીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાય અભાવ રે.-સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મને ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાનીપુરુષનાં તે વચન અત્યંત સાચાં છે, કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત પ્રગટ તે વચને અનુભવ થાય છે.” (અં. ૫૮૫). ઈત્યાદિ આ સમયસારની-શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિના સહજ ઉદ્ગાર “સહજસમાધિ પર્યત પ્રાપ્ત’ (અં. ૬૦૯) દશાએ પહોંચી ગયેલા શ્રીમદની સાક્ષાત સમયસારદશા ડિડિમ નાદથી ઉદ્દઘોષે છે. શ્રીમદની આ સમયસારદશા કેવી છે? તે અત્ર તપાસીએ. “સમજ્યા તે શમાઈ રહ્યા, સમજ્યા તે સમાઈ ગયા–એ વાક્યનું વિવેચન કરતા–પરમ પરમાર્થ પ્રકાશતા સૌભાગ્ય પરના અમૃતપત્રમાં (અ.૬૫૧) શ્રીમદે આ આત્માનુભવસિદ્ધ પરમાર્થ પ્રકાશે છે – જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે, તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમા, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા” તેને અર્થ છે. અન્ય પદાર્થના સંગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાક્ય “સમજીને સમાઈ ગયા” તેનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાતર થઈ શકે છે. વાસ્તવ્યમાં બન્ને વાક્યોને પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. જે જે સમજ્યા તેણે તેણે મારૂં તારૂં એ આદિ અહત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કેઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠે નહીં; અને નિજ સ્વભાવ તે અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ત્યારે જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. તે આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાથે મીન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી કવયિત

Loading...

Page Navigation
1 ... 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794