Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 768
________________ જીવતો જાગતો પ્રસિદ્ધ સમયસાર ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજરૂપે સ્થિત થાય છે.” આમ બન્ને દ્રવ્ય જેને નિજ નિજ રૂપે સ્થિત થયા છે અને કાયાની માયા વિસારી જે સ્વરૂપમાં સમાયા છે એવા શ્રીમદે પરદ્રવ્યથી ભિન્ન શુદ્ધ આત્મા-- સાક્ષાત સમયસાર પ્રગટ કર્યો છે, અને આ પરમ જ્યોતિ સ્વરૂપ આત્મામાં નિમગ્ન થઈ તેને અનંત અપાર આનંદ અનુભવી રહ્યા છે, તે દિવ્ય આત્માનંદના ઉલ્લાસમાં શ્રીમદ્ તે આત્મામાં જ નિમગ્ન રહેવાનું આર્યજનેને આહાન કરતું આ પરમ ભાવપૂર્ણ ઉદ્બોધન કરે છે–દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એ આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજન! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશો.” (અં. ૮૩૨). અને આવી પરમાનંદમય આત્મનિમગ્ન સાક્ષાત્ સમયસારદશા જેને પ્રગટી છે, એવા સ્વરૂપસ્થ શ્રીમદ્દ આવા પરમ આત્માનંદના ઉલ્લાસમાં ને ઉલાસમાં આ શુદ્ધ આત્માનો–સમયસારને મહામહિમાતિશય ઉષતા પરમ અમૃત પત્રમાં (અં. ૮૩૩) આ કેલ્કીર્ણ અમૃત વચને પ્રકાશે છે– સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર . જેને કંઈ પ્રિય નથી. જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્ર નથી, જેને કેઈ મિત્ર નથી, જેને માન-અપમાન લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ બંને અભાવ થઈ જે શુદ્ધચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જેવો વચનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠે છે, મ્યાન પ્રત્યે તરવારનો જે સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠે છે, અબદ્ધસ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરુષોને જીવન અને મરણ બને સમાન છે. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમકૃપાળુ પુરુષે પ્રકા તેને અપાર ઉપકાર છે. | ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ વેત થઇ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે કયારે પણ વિધરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્મદષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. ' જેની ઉત્પત્તિ કેઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માને નાશ પણ ક્યાંથી હોય?

Loading...

Page Navigation
1 ... 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794