Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 766
________________ જીવતે જાગતે પ્રાગસિદ્ધ સમયસાર 9૧૭ રહ્યો, તથાપિ આત્માથી આ મારૂં છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયે; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવાયરપદમાં લીનતા થઈ અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં; અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કઈ ઐક્ય કરે તે સ્વાનુભવપદમાં વ; તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. ૪ ૪ અનંત જ્ઞાનીપુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મેક્ષમાર્ગ છવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્ર શમાવીએ છીએ – શ્રીમદ્ રાજચંદ્ર અં, ૬૫૧ અને આમ સ્વરૂપ સમજીને સ્વરૂપમાં શમાવારૂપ શાશ્વત અમૃતમાર્ગને પામી જે સાક્ષાત્ પ્રગસિદ્ધ સમયસાર થયા હતા, કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એસ” ભવસંતના ઉપાયરૂપ નિગ્રંથના અમૃતપંથને પામી જે સાક્ષાત અનુભવસિદ્ધ શુદ્ધ આત્મા થયા હતા, એવા શ્રીમદ્દ દેહ છતાં જેની દશા, વસે દેહાતીત એવી પરમ જ્ઞાનદશાને-જીવન્મુક્તદશાને પામ્યા હતા. એટલે જ જ્ઞાનાવતાર શ્રીમદ્દની આ દેહ છતાં દેહાતીત દશા દેખી આશ્ચર્યથી દિંગ થઈ જઈ સર્વ કાળના સર્વે મુમુક્ષુઓ, શ્રીમદ્દના આ ભાવપૂર્ણ નમસ્કાર સાક્ષાત્ સમયસારભૂત શ્રીમદને જ લાગુ પાડતાં, ભક્તિથી એકી અવાજે પોકારી ઊઠે છે કે-જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને વિકાળ પરમભક્તિથી નમસ્કાર હે! નમસ્કાર હે !! તે મહાત્મા વતે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હે! નમસ્કાર હે ! (સં. ૬૭૪). જ્ઞાનમય આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયે, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું છે, તે દેવને નમન હે! નમન હે!” (અં. '૭૬૩). અને આવા સદ્દભૂત નમસ્કાર જેને પૂરેપૂરા ઘટે છે એવા આ જ્ઞાની દેવ શ્રીમદ્દ સૌભાગ્ય પરના અંતિમ આરાધનાપત્રમાં (અં. ૭૭૯) આ આત્માનુભવસિદ્ધ અમૃત વચન લખે છે –ત્યાગી ભયી ચેતન અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દષ્ટિ ખોલિ કે, સંભાલે રૂપ અપના. ૪૪ અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયૌ, યહિ ભાંતિ આગમ અનંતકાલ રહેશે. ૪૪ જીવ પુદગલ એક ખેત અવગાહી દઉ, અપને અપને રૂપ કોઉ ન કરતુ હૈ, જડ પરિનામનિકે કરતા હૈ પુદગલ,ચિદાનન્દ ચેતન સુભાવ આચરતુ હૈ” એવી સાક્ષાત્ સમયસાર અનુભવ જાગ્રતદશા–સ્થિતિદશા જેને પ્રગટી હતી એવા સાક્ષાત્ સમયસારભૂત આત્મજાગૃતદશામાં વત્તતા શ્રીમદે આત્માનુભવસિદ્ધપણે આ જ અમૃત પત્રમાં સૌભાગ્યને આત્મજાગૃતિ અર્થે જણાવ્યું છે તેમસર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસે ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન

Loading...

Page Navigation
1 ... 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794