Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 764
________________ પ્રકરણ એકસેસ એકમુ જીવતા જાગતા પ્રયાગસિદ્ધ સમયસાર 'जीवो वरित्तदंसणणाणद्विओ तं हि ससमयं जाण । ' ' न खलु समयसारादुत्तरं किंचिदस्ति । ' —શ્રી કુંદકુંદાથા જી —શ્રી અમૃતચંદ્રાચાર્ય છ 'अवाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् ।' 'यदत्र तत्परं तवं शेषः पुनरुपप्लवः ॥ , —શ્રો હરિભદ્રાચાર્યજી (યા. દ. સ.) ‘શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે.'—શ્રી આનંદઘનજી કેવલ જ્યેાતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારા ’.—શ્રી યશાવિજયજી આવું અદ્ભુત, આવું અનુપમ, આવું અલૌકિક જેનું શુદ્ધ ચૈતન્યધ્યાન હતું, તે શુદ્ધચૈતન્યમૂર્ત્તિ સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રીમદ્ સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ શુદ્ધ આત્મા થયા છે,—પ્રયાગસિદ્ધ સમયસાર થયા છે. સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધ–જીવતા જાગતા પ્રયાગસિદ્ધ સમયસાર જોવા હોય તેા આપણા આ ચરિત્રનાયક શ્રીમદ્ રાજચંદ્રનું—અધ્યાત્મ રાજચંદ્રનું જીવતું જાગતું જવલંત અધ્યાત્મચરિત્ર આપણી સૃષ્ટિ સન્મુખ હાજર છે; અને તેનું અત્રે—અધ્યાત્મ રાજચંદ્ર'માં પ્રસંગે પ્રસ ંગે સ્થળે સ્થળે પદે પદે સપ્રમાણ-સાધારપણે અમે યથાશક્તિ-યથાભક્તિ-યથાવ્યક્તિ દન કરાવી આપ્યું છે, એટલે તેનું અત્ર પુનરુક્તપણું કરતા નથી. શ્રીમન્ના શુદ્ધ આત્મચારિત્રમય ચરિત્રામૃત પ્રત્યે અને શુદ્ધ આત્માનુભૂતિના સહજ ઉગારરૂપ વચનામૃત પ્રત્યે દૃષ્ટિપાત કરતાં સહજ સુપ્રતીત થાય છે કે શ્રીમદ્ શુદ્ધ આત્માને–સાક્ષાત્ સમયસારને પામેલા—શુદ્ધ આત્મા અનુભવહસ્તગત કર્યાં છે એવા પરમ વીતરાગ સત્પુરુષ થઇ ગયા છે. શાસ્ત્રના વિષય પરોક્ષ છે અને અનુભવના વિષય પ્રત્યક્ષઆત્મપ્રત્યક્ષ છે,—શાસ્રાતિજ્રાંતનોચર:'— શાસ્ત્રથી પર એવા અનુભવની ભૂમિકા શાસ્ત્રની ભૂમિકા કરતાં ઘણી ઘણી આગળ છે; એટલે શાસ્ત્રના વિષય પરોક્ષ હાઈ તેમાં કથિત સિદ્ધાંતવણુ ન પરોક્ષ છે, અને તેવું તથારૂપ જીવનમાં આચરણ કરી કોઈ પરાક્ષ શાશ્ત્રાક્ત વસ્તુને પ્રત્યક્ષ-આત્મપ્રત્યક્ષ અનુભવસિદ્ધ-અનુભવપ્રયાગસિદ્ધ કરે તે તે ઘણી ઘણી માટી વાત છે. આવે। સમયસાર-શુદ્ધ આત્મા પ્રયાગસિદ્ધ કરી અનુભવપ્રત્યક્ષ કર્યાં છે એ જ શ્રીમનું પરમ સણું-પરમ મહણું છે. આપણા આ ચરિત્રનાયક વત્ત માનમાં આવે। પ્રયાગસિદ્ધ સાક્ષાત્ સમયસારભૂત ક્રિશ્ય પુરુષ થઈ ગયા છે. તેવી તથારૂપ શુદ્ધઆત્મદશાસંપન્ન–સાક્ષાત્ સમયસારદશાસ`પન્ન શ્રીમના દિવ્ય આત્માની અમૃત ખ્યાતિ પાકારતા એમના આત્માના અમ્રુતાનુભૂતિમય વચનામૃતા ખુલંદ અવાજથી આ વસ્તુ જગતને જાહેર કરે છે (Proclaims). ખરેખર! આતમભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે’ એ આત્મભાવના

Loading...

Page Navigation
1 ... 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794