Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 761
________________ ૭૧૨ અધ્યાત્મ રાજચંદ્ર ધ્યાન કરે, શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે.” (હા. નં. રૂ-૧૦). એમ નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યનું આત્યંતિક ધ્યાન કર્યું હોવાથી “શુદ્ધ ચૈતન્યમૂત્તિ” “સહજાત્મસ્વરૂપસ્વામી એ ગુણનિષ્પન્ન નામને પામેલા નિષ્કારણકરુણારસસાગર યથાર્થનામા પરમ કૃપાળુ શ્રીમદે પરાનુંરહ કરતાં પહેલાં ચેતન્ય જિનપ્રતિમા થવાની કેવી પરમ ઉદાત્ત ભાવના કરી છે તે તેમના આ અમર વચને પિકારે છે– પરાનુગ્રહ પરમ કાયષ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવો કાળ છે? તે વિષે નિર્વિકલપ થાતેવો ક્ષેત્રોગ છે? ગવેષતેવું પરાક્રમ છે? અપ્રમત્ત શૂરવીર થા. તેટલું આયુષ્યબળ છે? શું લખવું? શું કહેવું ? અંતર્મુખ ઉપયોગ કરીને જે.”—હાથનોંધ ૨–૧૮, આ માર્મિક હાથધમાં શ્રીમદે ઘણી ઘણી વસ્તુઓ કહી દીધી છેઃ (૧) શ્રીમદની જીવનભાવના નિષ્કારણ કરુણાથી કાનુગ્રહ કરવાની પૂરેપૂરી છે, પણ તે કાર્ય–વૃત્તિ હાથ ધરતા પૂર્વે તેઓશ્રી ચૈતન્ય જિનપ્રતિમા થવા માગે છે. અર્થાત્ પ્રતિ=સામું મા=માપ કરવું તે, એટલે જિનનું–જિનના શુદ્ધ આત્માનું જેવું માપ છે તેવું સામું મા૫ પિતાના આત્માનું થાય એવી શુદ્ધ શૈતન્યમૂર્તિ જિનપ્રતિમા પોતે થવું, પછી જ આ પરાનુગ્રહ કાર્ય કરવું. શ્રીમદ્દના દેવ્ય આત્માની આ કેવી અસાધારણ, કેવી અલૌકિક, કેવી નિસ્પૃહ- . નિષ્કામ, કેવી આદર્શ, કેવી ઉદાત્ત, કેવી અદ્ભુત પ્રતિજ્ઞા છે! (૨) તે-શૈતન્ય જિનપ્રતિમા થઈ શકે એ કાળ છે? તેને પોતે પિતાને જવાબ આપે છે કે તે વિષે વિકલ્પ મકર, નિર્વિકલ્પ થા. તે ક્ષેત્રગ છે? ગવેષ-શોધ. (૩) તેવું પરાક્રમ છે? તે માટે પોતાના આત્માને પુરુષાર્થ પ્રેરે છે–અપ્રમત્ત શૂરવીર થા. (૪) આવા અપ્રમત્ત શૂરવીર થઈને કેવલજ્ઞાનભૂમિકા પર પરમ પુરુષાથી શ્રીમદ્દને પહોંચવું છે, પણ ત્યાં વિચારે છે. તેટલું આયુબળ છે ? આ અસીમ પુરુષાર્થ ભલે ત્યારે છે, પણ ત્યાં સુધી પહોંચી શકાય તેટલું આયુષ્કાળ હારી પાસે છે? આને મૌન જવાબ આપે છે–શું લખવું? શું કહેવું ? અંતર્મુખ ઉપગ કરીને જે.” અર્થાત્ પિતાનું તેવું આયુબળ છે નહિ–આયુષ્ય યારી નહિં આપે એમ ગીશ્વર જ્ઞાનીશ્વર શ્રીમદ્દ પ્રથમથી જ જાણી ગયા હતા. એટલે જ એ આર્ષદૃષ્ટા પરમર્ષિએ ૧૯૫૩ના ફા. વદ ૧૨ના દિને લખેલા, ધન્ય રે દિવસના કાવ્યમાં કેવલ લગભગ ભૂમિકા સ્પેશીને દેહ વિયેગ રે” એ આર્ષવાણીરૂપ ભવિષ્યવચન સાભિપ્રાય લખ્યું જણાય છે, અને એ જ વસ્તુ તે જ દિને–૧૯૫૩ના ફા. વદ ૧૨ના દિને લખેલી હાથનેધમાં (૧-૩૧) “કેવળ ભૂમિકાનું સહજ પરિણામી ધ્યાન”—એ વચનથી સૂચવેલ જણાય છે. અર્થાત્ કેવળભૂમિકાનું સહજ સ્વભાવે પરિણમન પામતું સહજ પરિણામી ધ્યાન તે તેવી ધ્યાનદશા પ્રાપ્ત કરવી એમ પિતાને આત્મસંકલ્પ શ્રીમદે કર્યો છે. અને એટલે જ જ્યાં કેવળ-માત્ર જ્ઞાન શિવાય અન્ય ભાવ રહ્યો નથી એવા કેવળજ્ઞાનનું અનન્ય ધ્યાન શ્રીમદ્દ અનન્ય તમન્નાથી કરી રહ્યા છે કેવળજ્ઞાન. એક જ્ઞાન. સર્વ અન્ય ભાવના સંસર્ગ રહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794