Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 760
________________ શુદ્ધ તિન્ય ધ્યાન અર્થાત–સર્વ પ્રદેશે જે ચિત્ ચિત્ ને ચિત્ ધાતુમય-ચૈતન્ય ચૈતન્ય ને ચૈતન્યમય છે એ ચિધાતુમય, જ્યાં સર્વ પરભાવ-વિભાવ વિરામ પામ્યા છે શાંત થઈ ગયા છે અને આત્મા સ્વભાવમાં શમા છે–શાંત થયો છે એવો પરમશાંત, ત્રણે કાળમાં ડગે નહિં–ચળે નહિં એવો અચળ અડગ, એક ભાવ જ્યાં અપ્રધાન ધ્યાનસમુખ છે એ એકાગ્ર, એક શુદ્ધ જ્ઞાયક ભાવરૂપ એક સ્વભાવમય,–અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર-પુરુષદેહમાં રહેલ અમૂર્ણ પુરુષાકાર અવગાહના સ્વરૂપ, સર્વ પ્રદેશ ચિઆનંદમય એવા જેમાં અન્યના પ્રવેશ લેશ પણ અવકાશ નથી એવો ચિ-આનંદને ઘન–જે ચિદાનંદઘન, તેનું ધ્યાન કરો! આ ચિદાનંદઘન કે છે ?—જ્યાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયને આત્યંતિક-સર્વથા છેવટને માટે અભાવ થયે છે, અને પ્રદેશસંબંધ પામેલાં, પૂર્વનિષ્પન્ન-પૂર્વે નિષ્પાદન કરેલા-ઉપાજે લા એવા સત્તા પ્રાપ્ત-સત્તામાં રહેલા, ઉદયપ્રાસ-ઉદયમાં આવેલા, ઉદીરણ પ્રાપ્ત-ઉદીરણું કરાયેલા ચાર એવા નામ-ગોત્ર-આયુ અને વેદનીય વેદવાથી અભાવ જેને છે એવું– જ્યાં સર્વ અશુદ્ધિને અભાવ છે એવું શુદ્ધસ્વરૂપ જિન ચિદુભૂત્તિ સર્વ પ્રદેશ ચિત્ ચિત્ ને ચિદુ, એ મૂર્તિમાન સાક્ષાત્ ચેતનસ્વરૂપ, સર્વ લેકાલકભાસક, ચમત્કારનું ધામ–પરમ આશ્ચર્યોનું ધામ-એક નિવાસસ્થાન એવો આ ચિદાનંદઘન છે. આવા ચિદાનંદઘન શુદ્ધ આત્માનું-જિનનું ધ્યાન કરે! એમ પોતાના આત્માને શ્રીમદ્રને દિવ્ય આત્મા અત્ર સંબંધે છે. ' અને બીજી હાથમાં પણ સ્થળે સ્થળે શ્રીમદ્દનું આ જ ચિદુધાતુમય ચિદાનંદઘન-નિર્વિકલપ શુદ્ધ ચૈતન્યનું ધ્યાન વ્યક્ત કરતા આ અનુભવેગાર છે “અસંગ શુદ્ધ ચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું. અચિધાતુના સંગરસને આ આભાસ તો જુઓ! આશ્ચર્ય વત, આશ્ચર્યરૂપ ઘટના છે. કંઈપણ અન્ય વિકલ્પને અવકાશ નથી. સ્થિતિ પણ એમજ છે. (હા. નં. ૨-૧૭). હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું. વ્યવહારદષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. પરમાર્થથી તે માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. ૪૪% શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. (હા. નં. ૩–૭). સર્વ વિકલ્પને, તને ત્યાગ કરીને, મનને વચન કાયાને ઇન્દ્રિયને આહારનો નિદ્રાને જય કરીને, નિર્વિકલ૫૫ણે અંતર્મુખ વૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે તકદિ ઊઠે તે નહિં લંબાવતાં ઉપશમાવી દેવા. (હા. નં. રૂ-૨૯). હે ધ્યાન! તું નિજ સ્વભાવાકાર થા, નિજ સ્વભાવાકાર થા. (હા. નં. રૂ-૨૬) શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય. શુદ્ધાત્મપદ'. (હા. નં.રૂ-૧૨) એમ નિવિકલ્પ શુદ્ધ ચૈતન્યની યાનદશામાં—ઊર્ધ્વ ઊર્ધ્વ ગગનગામી ભૂમિકામાં વિહરતા શુકલ-શુદ્ધ ધ્યાનનિમગ્ન પરમ તપોભૂતિ શ્રીમદ્દન શુદ્ધ ચિત્આકાશમાં એક શુદ્ધ રૌત"ને જ ધ્વનિ ઊઠતો હોય એવી આકાશવાણી ઊઠે છે–આકાશવાણું, તપ કરે; તપ કરે; શુદ્ધ ચેતન્યનું

Loading...

Page Navigation
1 ... 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794