Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 758
________________ શુદ્ધ ચેતન્ય ધાન ૭૦૯ આત્મદશા પૂર્ણ વીતરાગતાની દિશામાં ઘણી ઘણી આગળ પ્રગતિ કરી ગઈ છે. એટલે એમની અનંતગુણવિશિષ્ટ બળવાન બનેલી શુદ્ધ ચૈતન્ય ધ્યાનદશાનું દિગદર્શન કરવાનું હવે અત્રે આ પ્રકરણમાં પ્રાપ્તકાલ છે. શ્રીમદ્ આ શુદ્ધ ચૌતન્યના ધ્યાનમાં કેવા ઉદ્દામ આત્મપુરુષાર્થથી–કેવા ઉગ્ર આત્મપરાક્રમથી પ્રવર્તી છે, તેનું દર્શન કરવા એમના પત્રમાં આવતા તત્સંબંધી ઉલ્લેખો પ્રત્યે અને એમના દિવ્ય આત્માના આદર્શ સમી હાથનોંધમાં આવતી હૃદયેમિએ પ્રત્યે અત્રે દષ્ટિપાત કરશું. તેમાં પ્રથમ પત્રો લેખો પ્રત્યે દષ્ટિ કરીએઃ પત્રક ૭૧૦માં કહ્યું છે તેમ–“જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ, રૌત ઘન પ્રગટ આત્મસ્વરૂપ છે, અને આત્મસિદ્ધિશાસ્ત્રમાં પરમ આત્મભાલ્લાસથી કહ્યું છે તેમશુદ્ધ બુદ્ધ ચિતચઘન સ્વયંતિ સુખધામ,—એમ સચ્ચિદાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન આત્માના ધ્યાનની પરમ ભાવના પ્રકાશી છે; અને પત્રાંક ૭૩૫માં પ્રકાશ્ય છે તેમ–ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એશ્વર્ય, એ જેમાં સહેજે શમાય છે એવા નિરપેક્ષ અવિરમ ઉપગને નમસ્કાર. એ જ ધ્યાન અર્થાત્ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત–તપાદિ જેમાં સહેજે શમાય છે, જેના એક દેશમાં આસાનીથી આવી જાય છે—અંતર્ભાવ પામી જાય છે. એવા આવિષમ સમપરિણામી વીતરાગ શુદ્ધ ઉપગના ધ્યાનમાં જ ઉત્કૃષ્ટ જ્ઞાનદશાસંપન્ન આત્મારામી શ્રીમદ્દ નિમગ્ન છે અને ઉત્તરોત્તર યાવિશુદ્ધિની ધારાએ ચઢતા જાય છે. શ્રીમદ્ આવા શુદ્ધચેત ધ્યાનનિમગ્ન છે એટલે જ પરમાર્થસખા સોભાગ્ય પરના અંતિમ આરાધનાપત્રમાં (અં. ૭૮૧) આ શુદ્ધ ચૈતન્યમય અસંગ આત્માના ધ્યાન અંગે આવું પરમ સમર્થ બળવાન પરમ 'નિઃસંદેહ પરમ નિશ્ચયરૂપ અમૃતવચન પ્રકાશ્ય છે–આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે તેની પ્રતીતિમાં સર્વ સમ્યફદર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યફચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખને ક્ષય છે, એ કેવળ નિસંદેહ છે, કેવળ નિસંદેહ છે. અને એટલે જ શુદ્ધ ચિતન્યમૂત્તિ શ્રીમદે શુદ્ધ ચૈતન્યના તન્મય ધ્યાનની આવી પરમ અમૃત આત્મભાવના ઉઘેલી છે– | સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છે, કેવળ શુદ્ધ ચિત સ્વરૂપ, પરમેત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ હું છું, ત્યાં વિક્ષેપ છે ? વિકલ્પ શો? ભય છે? ખેદ શ? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત તન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.' શ્રીમદ્ રાજચંદ્ર (સં. ૮૩૩).

Loading...

Page Navigation
1 ... 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794