Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 756
________________ શ્રીમની અપ્રમત્ત ગધાશ ૭૦૭ જ્ઞાન-ચારિત્રાદિ આત્મગુણને સમયે સમયે વિવર્ધન કરતા પરમ નિદેવમૂર્તિ ગુણ ધામ અપ્રમત્ત ગીશ્વર શ્રીમદ્દ અપ્રમત્ત યુગની સાધનાને આ અપૂર્વ આત્મપુરુષાર્થ કુરાવી રહ્યા હતા, સમય માત્રને પણ પ્રમાદ નહિં કરતાં અપ્રમત્ત ઉપયોગમાં સ્થિતિનું આવું ઉગ્ર આત્મપરાક્રમ ઉલસાવી રહ્યા હતા. અને આમસકલ સંસારી ઇંદ્રિયરામી, મુનિગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે એ આનંદઘનજીના સૂક્ત પ્રમાણે મુખ્યપણે આત્મારામી નિકામી મહા ભાવમુનિ શ્રીમદ્દ પરભાવવિભાવથી વિરામ પામી આત્મામાં રમણ કરી રહ્યા હતા; ધાર તરવારની સેહલી દેહલી ચૌદમા જિનતણી ચરણસેવા એવી તરવારની ધાર કરતાં દેહલી ચરણસેવાને સેહલી કરી ‘અપ્રમત્ત ચરણધારા પર પરમ સંવેગથી ચાલી રહ્યા હતા; દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાને સતત ઉપયોગ રાખી ‘સહજ ભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહેવારૂપ મહા ભીમવત આચરી રહ્યા હતા; કેવળ અંતર્મુખ થવાના જ્ઞાનીના માર્ગને અનુસરી સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ કરી રહ્યા હતા કે અપ્રમત્ત શૂરવીરતા પ્રહણ કરી “મારે કામ ક્રોધ સબ, લેભ મોહ પીસિ ડારે, ઇન્દ્રિહ કતલ કરી, કિયે રજપૂત હૈ ઈ. પ્રકારે કષાયાદિ આંતરશત્રુઓને જય કરી રહ્યા હતા; પરમાનંદમય આત્મામાં નિમગ્ન થઈ અપ્રમત્ત આત્મજાગૃતિ ધરી રહ્યા હતા; “દ્રવ્યાનુયેગના ફળરૂપ સર્વ પરભાવ વિભાવથી વિરામ પામવારૂપ સંયમ’–સર્વાગશુદ્ધ સંયમ ધરી આત્માને આત્મામાં સંયમી રહ્યા હતા હાથનધમાં (૧-૨૪) અનુભવસિદ્ધપણે જણાવ્યા પ્રમાણે વિચારની તીણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થઈ રહેલા અનુભવી રહ્યા હતા; અને એમ “અનુકમે સંયમ સ્પર્શતળ, પામ્યો ક્ષાયક ભાવ-અનુક્રમે સમયે સમયે વર્ધમાન સંયમની ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાને સ્પર્શતાં, -પરમ વીતરાગેએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું નિરંતર વ્યક્તા વ્યક્તપણે સંભારુ છું” (અં. ૮૯૬)–એ તેમના અનુભવસિદ્ધ વચન પ્રમાણે ક્ષાયિક ભાવ-ક્ષાયિક ચારિત્ર ભણી દોટ મૂકી રહ્યા હતા; યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થઈ, ચારિત્રમેહનીય પ્રાયે પ્રલય કરી “અસં. ગતાથી પરમાવગાઢ અનુભવ” (અં. ૯૦૧) કરી રહ્યા હતા; અને “જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા થાય છે અને થશે તેને નમસ્કાર' (અં. ૯૦૧) કરતા “અસંગ શુદ્ધચૈતન્યાથે અસંગગને અહોનિશ ઈચ્છી રહ્યા હતા અને આવા પરમ આત્મપુરુષાથી–પરમ આત્મપરાક્રમી આ આત્મારામી મહામુનિ મહાનિથ–મહાસંયમી -મહાસંયતિ સર્વ દ્રવ્યથી સર્વ ક્ષેત્રથી સર્વ કાળથી અને સર્વ ભાવથી અસંગ શુદ્ધ અપ્રમત આ ગને સાક્ષાત અનુભવી રહ્યા હતા. આ મહાન હતો આ મહા અપ્રમત્ત યોગીશ્વર રાજચંદ્ર! અને આવી મહાન હતી આ મહા અપ્રમત્ત ગીશ્વરની અપ્રમત્ત ગધારા !

Loading...

Page Navigation
1 ... 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794