Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 755
________________ અધ્યાત્મ રાજચંદ્ર ઉપગ અલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં ખલિત થાય તે વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવઅસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છેડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંત મુખ ઉપગે થઈ શકે એવી અદ્ભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે. ૪૪ અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તે જ આજ્ઞા આપી છે અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપગ તેને જેમ અખલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગૃત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.” શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૬૭. છે ' અને આવી અપ્રમત્ત એગ ને અપ્રમત્ત ઉપયોગની સાધનામાં નિરંતર પરમ પ્રયત્નશીલ વર્તતાં, પરમાણુમાત્ર દેષને સમયમાત્ર પણ સહન ન કરી શકતા–પરમ અસહિષ્ણુ પરમ અપ્રમત્ત શ્રીમદ્ આત્માના કેઈ પ્રદેશમાં ખૂણેખાંચરે ભરાઈ રહેલા રહ્યા સહ્યા દેષના પરમાણુએ પરમાણુને વીણી વીણીને આત્મામાંથી વિસર્જન કરતા હોય–છેવટની વિદાય આપતા હોય, અને પિતાના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણને સત્કારી આત્મામાં અત્યંત સ્થિર થવાનું આહાન કરતા હોય એમ પિતાની હાથનંધમાં તે તે ગુણ–દેષને આવું અપૂર્વ ભાવવાહી સંબોધન કરે છે – - “હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણ ! હે મહ ! હે મહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરે છે? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ ! , “સ્વ૫ર ઉપકારનું મહતકાર્ય હવે કરી લે! ત્વરાથી કરી લે! અપ્રમત્ત થા–અપ્રમત્ત થા. શું કાળનો ક્ષણવારને પણ ભસે આર્યપુરુષોએ કર્યો છે? હે પ્રમાદ ! હવે તું જા, જા, હે બ્રહ્મચર્ય ! હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા, હે વ્યવહારોદય ! હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત, હે દીર્ઘસૂત્રતા ! સુવિચારનું, ધીરજનું, ગંભીરપણાનું પરિણામ તું શા માટે થવા ઇચ્છે છે? હે બાધબીજ ! તું અત્યંત હસ્તામલકત વર્ત, વર્ત. હે જ્ઞાન, તું દુર્ગને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક હે. થારિત્ર! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર, હે ગ! તમે સ્થિર થાઓ; સ્થિર થાઓ! હે ધ્યાન! તું નિજ સ્વભાવાકાર થા, નિજ સ્વભાવાકાર થા, હે વ્યગ્રતા! તું જતી રહે, જતી રહે અ૫ કે મધ્ય અ૫ કષાય! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કાંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વજ્ઞપદ! યથાર્થ સુપ્રતીતપણે તું હદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિગ્રંથપદ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા! હે પરમ કરુણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્નથા પ્રસન્ન છે આત્મા! તું નિજ સ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા ! અભિમુખ થા. . હે. વચન સમિતિ! હે કાયઅચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ !”—હાથધ, ૨-૧૯, -૨૬, આમ પિતાના દેષ પરમાણુને પણ આત્મામાંથી વિસર્જન કરતા અને સમ્યગદર્શન

Loading...

Page Navigation
1 ... 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794