Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 759
________________ બી. અધ્યાત્મ રાજય આમ શુદ્ધ ચૈતન્યના ધ્યાનમાં તન્મય શ્રીમદના પત્રોમાં આવતા કેટલાક અનુભવઉદ્ગાર પરથી શ્રીમદ્દ શુદ્ધ-સૌતન્યના ધ્યાનમાં કેવા નિરત-કેવા નિમગ્ન હતા તેની આપણને ઝાંખી થાય છે. અને શુદ્ધચૈતન્યમૂત્તિ સહજામસ્વરૂપસ્વામી શ્રીમદ્દના દિવ્ય આત્માની આત્મસ્પશી આત્મદશી વિચારધારાનું જ્યાં અત્યંત નિકટપણે દર્શન થાય છે, એવી શ્રીમદના શુકલ-શુદ્ધ આત્માના આદર્શ જેવી હાથનેધમાં તે શુકલ હૃદયના શ્રીમદના આ શુદ્ધ-શુક્લ ચૈતન્ય ધ્યાનનો ધ્વનિ સકર્ણોને પદે પદે સાંભળવામાં આવે છે, તે પ્રત્યે હવે દષ્ટિપાત કરીએ અને સાંભળીએ : હાથોંધ ૧-૧માં–શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદામ્યવત્ અધ્યાસે પિતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. યત્કિંચિત્ પર્યાયાં તરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, ગાદિ કહે છે,” એમ લખી શ્રીમદ્ હા. ન. ૧-૪૮માં આ વચન ટાંકે છે –“જેમ નિર્મળતા રે રત્નટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાય અભાવ ૨.”—અર્થાત સ્ફટિક રત્નની સહજ સ્વભાવભૂત નિર્મળતા છે, તેમ જ જીવને મૂળ શુદ્ધ સહજ નિર્મળ સ્વભાવ છે; તે પ્રમાણે જ્યાં કષાયને પ્રબળ સર્વથા અભાવ થાય તે પ્રબળ ધર્મ શ્રી વીર જિને પ્રકાશ્યો છે. એવા તે અન્ય સંગના તાદમ્ય અધ્યાસથી રહિત આત્માના શુદ્ધ સ્વભાવનું ધ્યાન શ્રીમદ્દને નિરંતર અભિપ્રેત હતું. એટલે જ શુદ્ધ ચેતનરસ જ-બ્રહ્મરસ જ જ્યાં અનુભવાય છે એવા બ્રહ્મરસના ભેગી–આત્માનુભવરસાસ્વાદી વિરલા ગી શ્રીમદ્ પિતાના તે બ્રહ્મરસના રસાસ્વાદને કેઈ બ્રહ્મરસના ભેગી વિરલા એગી જ જાણે એવો માર્મિક અનુભળાર પોકારે છે–કેઈ બ્રહ્મરસના ભોગી, કેઈ બ્રહ્મરસના ભેગી; જાણે કેઈ વિરલા યોગી, કેઈ બ્રહ્મરસના ભોગી, (હા.ન. ૨-૨૦); અને હાથોંધ ૧-૨૫માં ધ્યાન શબ્દ એકવાર મૂકી, તેની નીચે બે વાર મૂકી, એમ અનુક્રમે છેવટે ધ્યાન શબ્દ સાતવાર મૂક્યો છે તે પ્રાથે એમ સૂચવતું જણાય છે કે–ઉત્તરોત્તર ગુણસ્થાનકે વધતી જતી ચઢતી દશાવાળી શુદ્ધ ધ્યાનલહરીઓના સુખનું શ્રીમદ્દ અનુભવન કરી રહ્યા હતા, ઉત્તરોત્તર ગુણસ્થાનકે વધતી જતી દશાવાળા શુદ્ધ ધ્યાનને સમાપત્તિથી–ધ્યાન દ્વારા સ્પર્શનથી અનુભવ કરી રહ્યા હતા, અને આમ ૫-૬-૭-૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનકની ધ્યાનદશાનું ચિંતન કરતાં સમયે સમયે શુદ્ધ આત્મધ્યાનને અનંતગુણવિશિષ્ટ બળવાન બનાવી રહ્યા હતા; આ પછીની હા. ને.માં (૧-૨૬) જણાવ્યું છે તેમ પોતાના આત્માને ઉદ્દેશીને પોકારી રહ્યા હતા— ‘ચિધાતુ મય, પરમશાંત, અડગ એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક ચિદાનંદઘન તેનું ધ્યાન કરો. જ્ઞા.વ. દવ.. અં.નો આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં પૂર્વનિમ્પન, સત્તામાન, ઉદયપ્રાપ્ત, ઉદીરણપ્રાપ્ત ચાર એવાં નાગે.આ, વેદનીય વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિદમૂત્તિ, સર્વ લોકાલોકભાસક ચમત્કારનું ધામ.

Loading...

Page Navigation
1 ... 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794