Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 753
________________ ૭૦૪ અધ્યાત્મ રાજચંદ્ર જ ૭–૧૨–૫૪–૩૧-૧૧-૨૨ના દિને અર્થાત્ સં. ૧૯૫૪ના આશે માસની શુદ ૭ના દિને–પિતાના આ રાજચંદ્ર જન્મના ૩૧મા વર્ષના ૧૧મા માસના ૨૨મા દિવસે, સમયે સમય અપ્રમત અખંડ જાગ્રત આત્મા પગની ગવેષણ કરતા પરમ સંવેગરંગી શ્રીમદ્દ, જ્ઞાનીઓના અપ્રમત્ત જાગૃત અદૂભૂત આત્મપુરુષાર્થનું સાશ્ચર્ય સ્મરણ કરી, પોતાના આત્માને અપ્રમત ગધારાના આત્મપુરુષાર્થને સંવેગવેગ આપતું સંબોધન કરે છે– આમ કાળ વ્યતીત થવા દેવા ગ્ય નથી. સમયે સમય આપણે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. અહો આ દેહની રથના! અહ ચેતન ! અહો તેનું સામર્થ્ય! અહો જ્ઞાની! અહે તેની વેષણ! અહે તેમનું ધ્યાન ! અહે તેમની સમાધિ ! અહો તેમને સંયમ! અહો તેમને અપ્રમત્તભાવ! અહીં તેમની પરમ જાગૃતિ! અહે તેમને વીતરાગ સ્વભાવ! અહે તેમનું નિરાવરણ જ્ઞાન ! અહો તેમના યોગની શાંતિ! અહો તેમના વચનાદિ પિગને ઉદય! હે આત્મા ! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત્તભાવ કેમ? મંદ પ્રયત્ન કેમ? જઘન્યમંદ જાગૃતિ કેમ? શિથિલતા કેમ? મૂંઝવણ કેમ? અંતરાયને હેતુ છે? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા, પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ–હાથનોંધ, ૨-૧૧ શ્રીમદના આ પરમ અદ્ભુત આત્મસંબોધનમાં અપ્રમત્ત યોગીશ્વર શ્રીમદૂની વર્તમાનના પ્રમત્ત પ્રમત્ત જીવને ખ્યાલ સુદ્ધાં ન આવે એવી કેવી પરમ અપ્રમત્ત આભોપયોગ ગવેષણ છે! મહામુનીશ્વરને પણ દુર્લભ એવી કેવી ઉગ્રસંગરંગી પરમ અપ્રમત્ત ભાવતા છે! જઘન્ય મંદ–ઓછામાં ઓછી મંદ જાગૃતિ પણ ન ચલાવી ત્યે એવી કેવી પરમ આત્મજાગૃતિ છે! લેશ પણ શિથિલતા-ઢીલાશ ન કામ આવે એવી કેવી પરમ આત્મપુરુષાર્થતા છે! જરા પણ મંદ પ્રયત્ન ન અવકાશ પામે એવી કેવી પરમ આત્મપરાક્રમતા છે! આ અપ્રમત્ત આત્મપયોગની દિશામાં અને દિશામાં અપ્રમત્ત યોગીશ્વર શ્રીમદ કેવા પૂર્ણ આત્મપુરુષાર્થથી-કેવા અદ્દભુત આત્મપરાક્રમથી પ્રવર્યા હતા તેનું સૂચન શ્રીમદ્દની હાથધના (રૂ-૧૮) આ અનુભવદુગારમાં મળે છે– પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો? તે અનુભવમાં જે વિશેષ વિષે ન્યૂનાધિકપણું થાય છે, તે જે માટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વતે. અપ્રમત્ત ઉપયોગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વત્યે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે. અવિચ્છિન્ન તેવી ધારા વતે તો અદૂભુત અનંતજ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વતે –.” અને–સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ એ જ નિગ્રંથને પરમ ધર્મ છે. એક સમય પણ ઉપગ બહિર્મુખ કરે નહીં એ નિગ્રંથને મુખ્ય માર્ગ છે (અં. ૭૬૭), કેવળ અંતર્મુખ થવાનો માર્ગ સર્વદુઃખક્ષયને ઉપાય છે' (અં. ૮૧૬) એ પિતાના જ સુભાષિત સૂત્રોને યથાસ્ત્ર અનુસરતાં સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ કરતા

Loading...

Page Navigation
1 ... 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794