Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 742
________________ ઇડરના પહાડ ગજાવતા સિદ્ધ યોગી ૬૩ સૂચવે છે કે શ્રીમદ્દ તે વખતે સમયસારાદિ પ્રાકૃત મૂળ ગ્રંથની શોધમાં હતા અને તે ઘણું કરી મળ્યા પછી તેની ગાથાઓની ધૂન ત્યાં લગાવતા હતા. બાકી શ્રીમના દિવ્ય આત્માના દર્પણ સમી તે અરસાની તેમની હાથોંધ તે વખતની શ્રીમદની શુદ્ધ આત્મધ્યાનદશા અંગે વિપુલ સામગ્રી પૂરી પાડે છે : હાથોંધ ૧-૨પમાં જણાવ્યું છે તેમ–ધ્યાન, ધ્યાન-ધ્યાન, ધ્યાન-ધ્યાન-ધ્યાન–એમ ઉત્તરોત્તર ઉપરથી નીચે વધતા ક્રમે સાતવાર ધ્યાન શબ્દ મૂક્યો છે, તે સૂચવે છે કે આ અપ્રમત્ત યોગી શુદ્ધ શુકલ આત્મધ્યાનની ઉત્તરોત્તર વધતી ધારા પર આરહી રહ્યા હતા. હાથોંધ ૨૬માં જણાવ્યું છે તેમ-ચિધાતુમય, પરમશાંત, અડગ, એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદઘન તેનું ધ્યાન કરે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાયને આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં, પૂર્વનિષ્પન્ન, સત્તાપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત, ઉદીરણુપ્રાસ ચાર એવાં નામ ગોત્ર આયુ વેદનીય વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિમૂતિ, સર્વ કાલેકભાસક ચમત્કારનું ધામ.” એવા ચિચમત્કારમાત્ર સમયસાર–શુદ્ધ આત્માના ધ્યાનમાં જ શ્રીમદ્દ નિમગ્ન વર્તાઈ રહ્યા હતા; આહારને જય કરી, આસનનો જય કરી, વાફસંયમ કરી, આ પરમ આત્મસંયમી મહામુનીશ્વર જિનપદિષ્ટ શુદ્ધ આત્મધ્યાન ધરી રહ્યા હતા; “અકિંચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જિનસદશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એ ક્યારે થઈશ?” હા. નં. ૧-૮૭) એમ જિનસદશ ધ્યાનની ગવેષણ કરી રહ્યા હતા. “રાગ, દ્વેષ અને અજ્ઞાનને આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂં મરણ, ધ્યાન અને પામવા ગ્ય સ્થાન છે (હા. નં. ૨–૧), ‘સર્વજ્ઞપદનું ધ્યાન કરે” (હા. નં. ૧-૨) એમ નિરંતર શુદ્ધ આત્મભાવના ભાવતા આ પરમ ભાવિતાત્મા હું અસંગ શુદ્ધ ચેતન છું, વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવસ્વરૂપ છું” (હા. નં. ૨-૧૭) એમ નિરંતર નિર્વિકલ્પ શુદ્ધ આત્મધ્યાન ધરી રહ્યા હતા; “એકાંત આત્મવૃત્તિ, એકાંત આત્મા, કેવળ એક આત્મા, કેવળ એક આત્મા જ, કેવળ માત્ર આત્મા, કેવળ માત્ર આત્મા જ, આત્મા જ, શુદ્ધાત્મા જ, સહજાત્મા જ, નિર્વિક૯૫, શબ્દાતીત સહજ સ્વરૂપ આત્મા જ' (હા. નં. ૨-૧૦) એવા પરમ અસંગ કેવળ માત્ર શુદ્ધ સિદ્ધ આત્મામાં જ આ સહજાન્મસ્વરૂપસ્વામી વસ્તી રહ્યા હતા. આમ ઈડરના પહાડોને અને ગિરિગુહાઓને ગજાવતો અને ઉજજાગૃત આત્મગને જગાવતે, “જાગ્રત સત્તા જ્ઞાયક સત્તા આત્મસ્વરૂપમાં (હા. નં. ૩–૨૧) વત્ત તે આ પરમ ઉજજાગૃત પરમ અસંગ સાક્ષાત્ સમયસારસ્વરૂપ શુદ્ધ આત્મા સિદ્ધ યેગી થયો હતો. આમ સર્વથા અસંગપણે વિહરતા શ્રીમદે ઈડરમાં પંદર દિવસ સ્થિતિ કરી, ત્યાં તે મુનિ લલ્લુજી આદિ ત્રણ મુનિઓ ત્યાં આવી ચડ્યા. સાતે મુનિઓ ચોમાસું ઉતર્યો નડીયાદ આવ્યા હતા, અને તેમાંથી થોડા ખંભાત અને થોડા અમદાવાદ વિહાર કરવાના વિચારમાં હતા. ત્યાં નડિયાદ સ્ટેશને શ્રીમદને દર્શનલાભ પામનારા મોતી.

Loading...

Page Navigation
1 ... 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794