Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 745
________________ ૬૯૬ અધ્યાત્મ રાજચંદ્ર ટાઢ ઉડાડવા સાંકેતિક રીતે કહી એકદમ ઊઠયા અને ચાલવા માંડ્યું. મુનિઓ પણ સાથે ઊઠયા અને ચાલ્યા. શ્રીમદ્ તો ‘ડુંગરમાં કાંટા અને જાળીયાં વગેરે પગમાં ગુંચી જાય અને કપડાં ફાટતાં જાય તો પણ તેને વિચાર નહિં કરતાં જુસ્સાભેર ચાલતા હતા.” તેવામાં એક મોટી પર્વતની શિલા આવી, ત્યાં શ્રીમદ્ બેઠા. અને બોલ્યા કે–“ભગવાન !ઢવીશિલાઝ ઉપર બિરાજ્યા એવું શાસ્ત્રમાં કહેવામાં આવે છે તે આ પુઢવીશિલા.” ભગવાન્ * મહાવીરના સાન્નિધ્યમાં રહેલા શ્રીમદને પૂર્વ ભવના પૂર્વ ભાવનું અપૂર્વ સ્મરણ કરાવતી આ પુઢવીશિલા પર બિરાજમાન શ્રીમદે ‘દ્રવ્યસંગ્રહ) ગ્રંથનું વાંચન પ્રારંભ્ય, લગભગ અર્ધો ગ્રંથ વાં. મુનિઓને બહુ આનંદઉલ્લાસ થયે, અને મુનિ દેવકરણજી તો તીવ્ર વૈરાગ્યના આવેશમાં આવી જઈ બેલ્યા કે – “હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે ? શ્રીમદે કહ્યું–કેણ કહે છે કે ગામમાં જાઓ. દેવકરણુજીએ કહ્યું –પેટ પડયું છે. શ્રીમદે કહ્યું–‘મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણ અર્થે છે.” શ્રીમદે પ્રકાશ્ય–“ધ્યાનની અંદર જે આત્મા ચિંતવે છે તે તેને ભાસે છે. તેને વિષે ઉદાહરણ આપ્યું કે ધ્યાનને વિષે પાડા જેવો આત્મા ચિંતવે અને આ ડુંગર જેવડું તેનું પૂછડું ચિંતવે તે તેને તે આત્મા ભાસે છે.” અને “વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી ઘનનામી પરનામી રે”—એ વાસુપૂજ્ય ભગવાનની આનંદઘનજીના સ્તવનની ગાથાઓ ગાઈ સિદ્ધના પર્યાય પલટવા અંગે પ્રકાણ્યું કે – સિદ્ધ ભગવાનના પર્યાય એવા છે કે અત્યારે આપણે અહીં બેઠા છીએ તે તે રૂપે દેખે છે. અને ઊઠીને ચાલ્યા જઈએ તો તે રૂપે દેખે છે.” પછી અગીયાર વાગ્યા લગભગ * આ પૃથ્વીશિલાપટ્ટ અંગે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં રોજનિશીમાં (અં. ૧૫૭), નીચે પ્રમાણે સૂત્ર ઉલેખ છે “હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છ9 સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોક વર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપ, ત્યાં આવ્યો; આવીને અશોક વર પાદપની નીચે, પૃથ્વીશિલા૫ક ૫ર, અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકેચીને, લાંબા કર કરીને, એક પુલમાં દષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ મૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઈદ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર) શ્રી ભગવતીસૂત્ર શતક ૩, ઉદ્દેશક ૨ * જીવનરેખા'માં શ્રી મનસુખભાઇ કિરતચંદે પણ નોંધ્યું છે કે– શ્રીમદ્ વખત પર કઈ સમાગમવાસી ગુણાનુરાગીને કહેતા કે—અમે શ્રી મહાવીરના એક અંતેવાસી શિષ્ય હતા, પ્રમાદના યોગે પડ્યા અને રઝળ્યા. શ્રી મહાવીર કેવા હતા, જ્યાં કેવે પ્રકારે વિચરતા ઇત્યાદિ પણ કહેતા. ખંભાતવાળા શ્રી છોટાલાલભાઈ માણેકચંદે પણ પોતાની પરિચયોંધમાં લખ્યું છે કે—તેઓશ્રી બહાર ફરવા જતા ત્યારે મને સાથે લઈ જતા. ચન રેડની બાજુમાં સમુદ્ર કિનારે રેતીમાં તેમની સમીપમાં હું, મારા ભાઈ ત્રિભુવનભાઈ તથા ખીમજીભાઈ બેઠા હતા. કૃપાળુદેવે કહ્યું–શ્રીમાન મહાવીર સ્વામી પણ શરીરે (આંગળીના ઇશારાથી બતાવ્યું) આવા હતા, અને આવી જમીનમાં, પુઢવીશિલાઓ પર બેસતા હતા.'

Loading...

Page Navigation
1 ... 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794