Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 750
________________ પ્રકરણ નવાયું શ્રીમની અપ્રમત્ત યોગધારા આવી અપૂર્વ વૃત્તિ અહો ! થશે અપ્રમત્ત યોગ –શ્રીમદ્ રાજચંદ્ર વ્યાપાર-વ્યવસાયાદિ પરિગ્રહકાર્ય પ્રપંચમાંથી અને ગૃહવ્યવહારાદિ બાહ્ય સંગપ્રસંગ ગથી નિવૃત્ત થઈ સર્વસંગપરિત્યાગ ભણી દોટ મૂકી રહેલા શ્રીમદ્ પ્રારંભથી જ ભાવથી તે અસંગ નિથ હતા જ, એ આપણે પૂર્વ પ્રકરણમાં સવિસ્તર અવલેકયું જ છે; હવે માત્ર બાહ્ય વેષધારણ શિવાય બાકી સર્વ પ્રકારે દ્રવ્યથી પણ અસંગ નિગ્રંથ થઈ રહ્યા હતા; અને “ધન્ય રે દિવસના ધન્ય કાવ્યમાં ભાખેલી “થશે અપ્રમત્ત ગ રે? એભવિષ્યવાણી પ્રમાણે, અને તે જ દિને લખેલી “અપ્રમત્ત ગુણસ્થાન પર્યત પહોંચવું એ હાથોંધમાં લિખિત પ્રતિજ્ઞા પ્રમાણે અપ્રમત્ત યોગની સાધનામાં અખંડ એકનિષ્ઠાથી પ્રવૃત્ત થયા. સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સહજ સ્થિતિરૂપ સાક્ષાત્ સહજાન્મ સ્વરૂપને વિષે અપ્રમત્ત સહજામસ્વરૂપસ્વામી શ્રીમદ્દની આ અપ્રમત્ત ચગધારાનું દિગદર્શન આ પ્રકરણમાં કરશું. અત્રે અપ્રમત્ત એટલે શું? એ પ્રથમ વિચારવા યોગ્ય છે અને તે વિચારવા માટે પ્રમાદ–અપ્રમાદનું સ્વરૂપ સમજવું યોગ્ય છે. આ પ્રમાદ એટલે આળસુપણું એ માત્ર સામાન્ય અર્થ નથી; પણ પ્રમાદ એટલે આત્મસ્વરૂપથી પ્રમત્તપણું, ચુતપણું, ભ્રષ્ટપણું. આત્માનું સ્વરૂપથી ચૂકવું તે પ્રમાદ. એટલે જે કંઈ વડે કરીને જીવ પિતાની સ્વરૂપસ્થિતિથી પ્રમત્ત થાય, ભ્રષ્ટ થાય, તે પણ પ્રમાદ એ તેને વિશાળ અથ છે. આત્માના સ્વરૂપથી નિપાત-નીચે પડવું, અધઃપતન થવું, તે સન્નિપાત એ જ મુખ્ય પ્રમાદ છે, અને આ સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાતથી જ જીવને રાગ-દ્વેષ-મેહ એ ત્રિદેષ સન્નિપાતરૂપ અન્ય પ્રમાદ લાગુ પડે છે. મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પંચ પ્રમાદ પણ આ સ્વરૂપભ્રષ્ટતારૂપ મુખ્ય પ્રમાદનું જ પરિણામ છે; અથવા આ પંચ પ્રમાદ આત્માને સ્વરૂપભ્રષ્ટ કરનારા કારણરૂપ પણ છે. આમ આ સર્વ પ્રમાદપ્રકારને સ્વરૂપભ્રષ્ટતારૂપ પ્રમાદ સાથે પરસ્પર કાર્યકારણ સંબંધ છે. આ પ્રમાદને અભાવ તે અપ્રમાદ. એટલે આત્માના સ્વરૂપથી પ્રમત્ત-ટ્યુત-ભ્રષ્ટ ન થાય તે અપ્રમત્ત એટલે કે આત્માના સ્વરૂપથી પ્રમત્ત-ટ્યુત- ભ્રષ્ટ ન થતાં જે આત્માના સહજ શુદ્ધ સ્વરૂપમાં સ્થિત રહે-સ્વસ્થ રહે, સ્વમાં-આત્મસ્વરૂપમાં સ્થિતિરૂપ સ્વસ્થતા ધારે તે જ અપ્રમત્ત. અર્થાત્ આત્મસ્વરૂપમાં સ્થિતિરૂપ સ્વસ્થતા એ જ સમાધિ, આત્મસ્વરૂપમાં અસ્થિતિરૂપ અસ્વસ્થતા એ જ અસમાધિ; આત્મપરિણામની સ્વસ્થતા એ જ ધર્મ, આત્મપરિ. ણામની અસ્વસ્થતા એ જ કર્મ અને કર્મ એ જ પ્રમાદ, અકર્મ એ જ અપ્રમાદ– અપ્રમત્ત સ્થિતિ અને આમ આત્મસ્વરૂપમાં જે જાગૃત-અપ્રમત્ત હોય તે જ મુનિ, ન

Loading...

Page Navigation
1 ... 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794