________________
૭૦૦
અધ્યાત્મ રાજચંદ્ર
નોંધે છે—શેઠ જેસંગભાઈ ઉજમશીએ શ્રીમદ્નને પ્રશ્ન કર્યાં-આ કાળે કેવળજ્ઞાન હૈાય ? શ્રીમદે કહ્યું-પરમ શાંતિ અનુભવીએ છીએ. શ્રીમદ્દે રાત્રે ત્રણ વાગ્યા સુધી અદ્ભુત મેધ આપ્યા હતા. રાતે ત્રણ વાગ્યે શ્રીમદ્ આસ્તાડીયા દરવાજા બહાર જંગલ ગયા. પેાપટલાલભાઈ સાથે હતા. શ્રીમદ્ ‘કરલે ગુરુગમ જ્ઞાન વિચારા, કરલે ગુરુગમ જ્ઞાન વિચારા' એ પદની ધૂન લગાવતા ચાલતા હતા. અત્રે સાબરમતી કાંઠે ભીમનાથમાં શ્રીમદ્દે પરમ તત્ત્વદૃષ્ટિના અપૂ એધ આપ્યા હતા. પછી અમદાવાદથી શ્રીમદ્ વવાણીઆ—મારખી આવ્યા હતા અને ત્યાં લગભગ અઢી માસ સ્થિતિ કરી પુનઃ ઈડર પધાર્યા હતા, અને ત્યાં વૈ. શુ. ૧૫થી વૈ. વદ બારસ સુધી સ્થિતિ કરી હતી. પુનઃ પૂર્વવત્ આ સિદ્ધ ચેાગીએ ઇડરના પહાડો ને ગિરિકંદરાઓને પેાતાની દિવ્ય ધૂનાથી
ગજાવી અને દિવ્ય ચાનથી જગાવી હતી.
ઇડરથી વળતાં શ્રીમદ્ વચ્ચે રસ્તામાં નરોડા એક દિવસ મુનિએ હતા ત્યાં પધાર્યાં, અમદાવાદથી પણ પોપટલાલભાઈ આદિ ઘણા મુમુક્ષુએ ત્યાં આવ્યા હતા. વૈશાખ માસના અંત ભાગ અને ભર ઉન્હાળાનેા તાપ પડતા હતા, તે વખતે શ્રીમદે મુનિએને બપારે બાર વાગ્યે વનમાં નિવૃત્તિસ્થળે પધારવાનું કહાળ્યું, બીજા મુમુક્ષુએ સાથે પેાતે પણ ચાલ્યા. આવા તાપમાં મુનિના પગ દાઝતા હશે એમ કહી પાતે પણ પગરખાં કાઢીને અડવાણે પગે ચાલ્યા. ગ્રીષ્મના પ્રખર તાપ અને રેતાળ જમીન, તેમાં અડવાણે પગે સુકુમાર શરીરવાળા શ્રીમદ્દ ગંધહસ્તીની પેઠે બહુજ ધીરે ધીરે શાંતિ-ગંભીરતાથી ચાલતા હતા ! મુનિ લલ્લુજી તે વખતનું તાદ્દશ્ય ચિત્ર આલેખે છે—તે દેખી ઘણા માણસેાને આ જ્ઞાનીને દેહની સાથે કાંઇ સંબંધ નથી તેમ ચાલે છે. એમ થેાડી સમજણવાળા માણસાને પણ પ્રત્યક્ષ દેખાવ થયા. અને અમે સાત ઠાણા આમથી આમ અને આમથી આમ છાંયડા ખાળતા ખાળતા આમથી આમ કૂદકા મારીને પરાણે પરાણે થાડા થાડા છાંયડે ઉભા રહેતા ઉભા રહેતા ચાલ્યા ને દૂર એક વડવૃક્ષ હતું ત્યાં (શ્રીમદ્) પધાર્યાં,——ત્યાં અમે પણ ગયા. ત્યાં કૃપાળુદેવ પધારેલ ને તેમના ચરણ સામું જોવાથી પગે સાવ રાતા વગેàાહીની શેરા છૂટે તેવો દેખાવ લાગ્યા ને ફાલ્લા (ભભાલા) પડયા તે દીઠા.’ ત્યાં તળાવ કાંઠે વટવૃક્ષ તળે શ્રીમદ્દે ઘણી પ`દા મળી હતી, તેને ઘણા મેધ આપ્યું—કમ ગ્રંથને છેડે આત્મા રહે છે, પ્રકૃતિ જોઇ છે.' ઇત્યાદિ. શ્રીમદે એક વચન એવું ઉચ્ચાયુ. કે—હવે અમે રાાવ અસંગ દશામાં થઇને કેઈ એક વચન ઉચ્ચાર કરીએ નહિં તેવી દશા વર્ષે છે.’ ત્યારે મુનિ દેવકરણજી ખેલી ઊઠયા—તા પછી જ્ઞાનીની અનુકંપા અને દયા કયાં જશે?” શ્રીમદ્દે કહ્યું-ત્યાં તે દયા પણ અંતે મૂકવાની છે' આમ નરોડામાં એક દિવસ સ્થિતિ કરી મુનિએને અને અન્ય મુમુક્ષુએને ધર્મલાભ આપી શ્રીમદ્ અમદાવાદ થઇ છેવટને ` માટે મુંબઇ પધાર્યાં; ઇડરના પહાડાને ને ગિરિગુફાએને ગજાવી અને પરમ અસંગ શુદ્ધ આત્મદશાને જગાવી આ અમેહસ્વરૂપી સિદ્ધ યોગી મેહમયીમાં પાછા ફર્યાં!