Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 741
________________ અધ્યાત્મ રાજય કે વાર--૧૯૫૫ના માગશર શુદમાં શ્રીમદ્ અત્ર પધાર્યાં છે તેનું, અને પછી વચ્ચે વવાણીઆ—મારખી જઇ આવી ત્રીજીવાર આ જ વર્ષોંના વૈશાખ વદમાં અત્ર પુન: પધાર્યાં છે તેનું હવે સવિસ્તર વર્ણન કરશું. ૧૯૨ અત્ર આ નિમ્નલિખિત પાદનોંધમાં નોંધેલ આ ઇડરના મહારાજા સાથેના વાર્તાલાપ પ્રસંગ ઇડરની પ્રથમ સ્થિતિ વેળાએ બનવા પામ્યા હશે, પણ આ બીજી વખતની ઇડરક્ષેત્રે સ્થિતિ વેળાએ તે સ્વરૂપશુપ્ત શ્રીમની સથા ગુપ્ત રહેવાની જ ઇચ્છા હતી, એટલે શ્રીમદ્ પ્રાયઃ જનસંસગ વવા અને પરમ અસંગ આત્મયોગ સાધવા માગતા હૈાવાથી શ્રીમદે ડા. પ્રાણજીવનદાસને સ્પષ્ટ મનાઇ કરી હતી કે અમારા આગમનની વાત પ્રસિદ્ધ કરવી નહિં, કંઈ પણ મ્હાર પાડવી નહિં, એટલે પર્મ અસંગ શ્રીમદ્ માત્ર ભેાજનસમય પૂરતા કાળ ગામમાં આવવા સિવાય શેષ કાળ અત્રે એકાંત નિર્જન સ્થળેામાં નિગ મન કરતા, ઇડરના પહાડામાં ને ગિરિગુફાઓમાં એકાકી નિર્ભયપણે વિચરતા સ્વાધ્યાયધ્યાનમાં લીન રહેતા. તેમની થેાડી દિનચર્યા અંગે તે વખતના સાક્ષી ઇડરના હેમચંદભાઈ માસ્તરે નીચે પ્રમાણે પરિચયનાંધ કરી છે—તે વખતે દિગંબર ભડારમાંથી દ્રવ્યસંગ્રહની પ્રત તથા દશયતિલક્ષધર્મની પ્રત લઈ આવેલા. મધ્યાહ્ને ગઢ ઉપર દેવદન કર્યાં બાદ તેઓ દશયતિધમ” વગેરે અમાઇ ટૂંક–રૂઢી રાણીનું માળિયું કહેવાય છે, ત્યાં જઈ એકાંતમાં એસી વાંચતા. સાંજે ચાર વાગ્યે ત્યાંથી નીચે ઉતરતા અને જંગલમાં પથ્થર પર બેસીને ઉત્તરાધ્યયન, સૂયગડાંગ, દશવૈકાલિક વગેરેના મૂળસૂત્રોના મુખપાઠ સ્વાધ્યાય કરતા. પછી નીચે આવી હાલ જ્યાં ડુંગર પાસે શહેરમાં કુંડ છે, ત્યાં ઇસ્પીતાલ હતી અને પાસે જ ડૅા. પ્રાણજીવનદાસના અગલા હતા ત્યાં સાંજે જમતા હતા. જ્યારે ડુંગર ઉપર જવાનું ન ડ્રાય ત્યારે બંગલાની પાછળ નજીકમાં ચંદન શુક્ા છે ત્યાં બેસીને વિચારતા હતા.' અત્રે હેમચંદભાઈ એ મધ્યાહ્ન પછીની દિનચર્યાં...અને તે પણ થેાડા દિવસની દિનચર્યા નોંધી છે, પણ પ્રાતઃકાળની દિનચર્યા અંગે મૌન છે; પણ મુનિ લલ્લુજીની પરિચયનોંધ પરથી જણાય છે કે—પાતે ત્રણ માસ ઈડરમાં રહ્યા. તે વખતે ખખર એવા સાંભળતા કે નિત્ય પાતે વનમાં જતા. અને ગુફામાં એક માસ સુધી લાગટ જતા હતા. તે વાત પણ સાંભળતા હતા. સવારના નીકળ્યા ૧૦–૧૧–૧ર અને બે વાગ્યા સુધી રહેતા હતા અને અમારૂ' ઇડર જવું નહી થયેલ તે પહેલાં પણ પાતે પંદર દિવસ લગભગ રહેલ તે વખતે પણ વનમાં બહાર પધારતા હતા.' આમ શુદ્ધ આત્મધ્યાની શ્રીમદ્નની અપ્રમત્ત મુનિચર્યાં પરથી જણાય છે કે તેએ પ્રાતઃકાળના સમય ઘટિઆ પહાડ અને તે તરફની ગુફાઓ છે ત્યાં નિમન કરતા અને સ્વાધ્યાય-ધ્યાનની અહાલેક જગાવી ગિરિક દ્વરાએને ગજાવતા. સત્ર નિવૃત્તિક્ષેત્રસ્થિતિ વેળાએ પ્રાયઃ પત્રાદિ વ્યવહાર ન કરવા એવા સામાન્ય નિયમ શ્રીમદ્દે રાખ્યા હતા, એટલે ઇડરથી લખાયેલા એ–ચાર ટૂં...કા પત્રો સિવાય ખીજા પત્રો મળતા નથી, અને તે પત્રો પણ ખાસ પ્રત્યેાજનવશાત્ પંચાસ્તિકાય, સમયસાર, કાતિ કેયાનુપ્રેક્ષા આદિ ગ્રંથાની પ્રત મેળવવા પુરતા જ લખાયા છે. આ

Loading...

Page Navigation
1 ... 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794