Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 739
________________ અધ્યામાં રાજક વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાનીપુરુષનાં સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિ કરીએ છીએ, અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની આતુરતા રહ્યા કરે છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૬૫ પૂર્વભવના અનુભૂત પ્રસંગેનું પ્રગટ સૂચન કરતા આ અમૃતપત્રો પરથી સ્પષ્ટ જણાય છે કે–પૂર્વજન્મનું સાક્ષાત્ સ્મરણ કરી રહેલ શ્રીમદ્દ દિવ્ય આત્મા પૂર્વ કાળે તે તે જ્ઞાની પુરુષના ધન્ય પ્રસંગેનું સાક્ષાત્ દર્શન કરી રહ્યો હોય એમ જ્ઞાની. પુરુષના પ્રસંગે વ્યતીત થયેલા છે તે ધન્ય કાળનું, તે તે ધન્ય ક્ષેત્રનું, તે તે ધન્ય સત્સંગીઓનું અત્યંત રોમાંચિત ભક્તિથી સ્મરણ કરી રહ્યો છે. આ સામાન્યપણે નિર્દિષ્ટ સ્મરણભૂત ક્ષેત્રોમાં શ્રીમદના પરમ સદગુરુ ભગવાન મહાવીરના સતસંગપ્રસંગમાં વ્યતીત થયેલ પરમ ધન્ય કાળનું અને પરમ ધન્ય ક્ષેત્રનું સ્મરણ પ્રધાનપદ ભોગવે એ સહજ સ્વાભાવિક છે; અને તેમાં ફરસેલા આ ક્ષેત્રને પણ સમાવેશ થઈ જાય છે. તેમજ–ભગવાન મહાવીર પછીના ચોવીશ વર્ષના ગાળામાં પણ મહાવીર જેવા પરમગુરુ પાસેથી સાક્ષાત્ સંસ્કારવારસો લઈને આવેલો શ્રીમદૂનો દિવ્ય આત્મા ઉત્તમ ઉત્તમ જ્ઞાનસંસ્કારસંપન્ન જન્મ પામ્યું હોવો જોઈએ એમ સુજ્ઞ વિચક્ષણ જનોને શીધ્ર સમજાઈ જાય છે, એટલે ત્યારે પણ પ્રાપ્ત થયેલ અનેક જ્ઞાની પુરુષના સત્સંગપ્રસંગેનું રોમાંચક સ્મરણ શ્રીસને થયું હશે એ સહેજે અનુમાનાય છે. એટલે જ આવાં નિવૃત્તિક્ષેત્રો પ્રત્યે શ્રીમદનું સહજ નિયગિક આકર્ષણ હાય એ સ્વાભાવિક છે, અને તે પણ ક્ષેત્રમેહને લઈને નહિં, પણ તે તે “જ્ઞાની પુરુષના આત્મચારિત્ર પ્રત્યેના મેહને લઈને, “અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત ભજવાની આતુરતાને લઈને. આમ ઈડર ક્ષેત્ર પ્રત્યે શ્રીમદને કઈ ખાસ અનેરું આકર્ષણ હતું અને તેઓશ્રી ત્રણ ત્રણ વાર અત્ર પધાર્યા હતા અને નિવૃત્તિક્ષેત્રસ્થિતિ કરી હતી એ નિશ્ચિત હકીકત છે. અને અત્રે સ્થિતિ કરવામાં અનુકૂળ સહજ નિમિત્ત કારણ પણ મળી આવ્યું હતું. શ્રીમદ્દના નિકટના સગા અને ગાઢ સ્નેહી . પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા સં. ૧૫રથી ૧૯૫૬ દરમ્યાન ઈડર સ્ટેઈટના ચીફ મેડિકલ ઑફિસર હતા. તેમણે શાંતિપ્રિય-નિવૃત્તિપ્રિય શ્રીમદને અત્રે શાંતિ–નિવૃત્તિ માટે ઘણું અનુકૂળ સ્થાન છે એમ જણાવી ઈડર પધારવાનું સપ્રેમ આમંત્રણ આપ્યું હતું. એટલે પ્રથમ શ્રીમદ્દ ૧૯૫૩ના વૈશાખ વદમાં ઈડર પધાર્યા હતા અને દશ દિવસ રહ્યા ૪ ઇડરમાં ઘણું કરી આ પ્રથમ સ્થિતિ વેળાએ ઈડરના મહારાજાએ શ્રીમદુની એક-બે વખત મુલાકાત લીધી હતી, તેઓની વચ્ચે જે વાર્તાલાપ થયો હતો તેને હેવાલ “દેશી રાજ્ય' માસિકમાં . સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયા છે તે આ પ્રકારે– મહારાજા–લેકામાં કહેવત છે કે “રાજેશ્રી તે નરકેશ્રી' એને અર્થ શું? શ્રીમદ–રાજપદવી પ્રાપ્ત થવી એ પૂર્વનાં પુણ્ય અને તપોબળનું ફળ છે. તેના બે પ્રકાર છે : એક “પુણ્યાનુબંધી પુણ્ય' અને બીજું પાપાનુ બંધી પુણ્ય.” પુણ્યાનુબંધી પુણ્યના ફળરૂપ પ્રાપ્ત

Loading...

Page Navigation
1 ... 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794