Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 730
________________ વનક્ષેત્ર સ્થિતિ કરતો અવધૂત ગીન્દ્ર ૬૮૧ પૂછયું–શેઠ ક્યાં ગયા? (અંબાલાલભાઈને શેઠ કહેતા હતા). મોતીલાલે કહ્યું-શેઠ તો ગયા. પટેલે પૂછયું–ખાવાપીવા માટે શી રીતે ચાલે છે? મોતીલાલ–સાહેબજીની આજ્ઞા વગર તે કહી ન શકાય. મોતીલાલ આજ્ઞા મેળવવા ગયા ત્યારે શ્રીમદે કહ્યું–ખાવાપીવાની કાંઈ અડચણ નથી એમ પટેલને કહો. પટેલને તે પ્રમાણે કહ્યું એટલે તે ચાલ્યા ગયા. મોતીલાલે પૂછયું–આપને ખાવાને માટે કેમ છે? શ્રીમદે કહ્યું–તમે નડીયાદ જઈ બાઈને નવરાવી રોટલી તથા શાક કરાવે. વાસણ લોખંડનું વાપરે નહીં, તેમ જ શાકમાં પાણી તથા તેલ નાંખે નહીં. પછી મેંતીલાલ ઘેર નડીયાદ ગયા. તે વખતે અંબાલાલભાઈ ત્યાં નડીયાદમાં હતા, તેમણે ચુરમું વગેરે રસોઈ તૈયાર કરાવી રાખી હતી, પણ મોતીલાલભાઈ બધી હકીકતથી અંબાલાલભાઈને વાકેફ કરી શુદ્ધ સાત્વિક આહારની શ્રીમદની આજ્ઞા પ્રમાણે જેટલી તથા શાક-દૂધ લઈ ઉત્તરસંડા શ્રીમદ પાસે આવ્યા. શ્રીમદ જમ્યા ને પૂછ્યું વાણી આભાઈ (એટલે કે અંબાલાલભાઈ) ત્યાં છે કે? મોતીલાલ-હાજી. સાયંકાળે શ્રીમદ્જી વનમાં ગયા. દશ વાગ્યે આવી હીંચકા પર બરાજ્યા, રાત્રે પણ ગત રાત્રી જેમ ધૂન વગેરે ચાલુ હતા. બીજે દિવસે પણ આગલા દિવસની દિનચર્યા પ્રમાણે શ્રીમદ્ પ્રાતઃકાળે વનમાં પધાર્યા, પછી સ્વાધ્યાયાદિ. મોતીલાલ બપોરે એક વાગ્યે આગલા દિવસ જેમ જ ભોજન લાવ્યા ને શ્રીમદે આહારપાન કર્યું. ત્રણ વાગ્યે શ્રીમદ્ વનમાં પધાર્યા, અને મોતીલાલને કહ્યું–અમે ક્યાં બેઠા છીએ તેની અમને ખબર નથી. આ બંગલે છે કે શું છે? તે તમે ચિંતવતા હો તો ભલે, પણ અમને કાંઈ ખબર નથી. આમ દેહાદિનું પણ જ્યાં ભાન ભૂલાઈ ગયું હતું એવી આત્મમગ્ન આ અવધૂત ચોગીન્દ્રની અદ્દભુત નિવિકલપ દશા હતી ! મોતીલાલભાઈ પિતાની પરિચયમાં લખે છે કે-“એવી દશા આરૂઢ વર્તાય છે, અને તેમના પ્રદેશ દેખાવ આપતા હતા તે વાત પણ ખરી છે, એવું મને જણાતું હતું.” પછી બીજે દિવસે મોતીલાલ નડીયાદ ગયા ત્યારે શ્રીમદ્જીએ કહ્યું–તમે દિવસે અહીં આવે છે ને સાંજે નડીયાદ ચાલ્યા જાઓ છે તેનું કારણ માત્ર એટલું જ કે તમારા હાથનું કડું તથા વીંટી તમને દુઃખરૂપ છે, અને તે દુઃખરૂપ થઈ પડતું હોય તે શા માટે રાખવું? મોતીલાલને એ વાત તદ્દન સાચી લાગી, કારણ કે તેને લઈને મનમાં ભય રહ્યા કરતો હતો, એટલે તુરત વીંટી તથા કડું કાઢી નાંખ્યા. શ્રીમદે કહ્યું –તમે અહીં જે ઘડીયાળ ભેરવ્યું છે તે અમને વિકલ્પ કરાવે છે, માટે તમે જ્યારે જાઓ ત્યારે ઘડીયાળ લેતા જજે. બીજે દિવસે નડીયાદના સીધે રસ્તે ચાલતા શ્રીમદ્દ ફરવા નિકળ્યા. મોતીલાલ બાગળ હતા. થોડે દૂર ગયા પછી કૃપાનાથ શ્રીમદે મોતીલાલને કહ્યું–મોતીલાલ! રકાઓ. પેલા સપને જવા દ્યો. મોતીલાલ તરત જ ઊભા રહ્યા. તે વખત રાત્રીને હત, અંધારું બહુ જ હતું, તેમજ શ્રીમદ્ ઘણા દૂર હતા. તે જગ્યાએ ઘાસને ઢગલો પડ્યો હતો, તેની વચ્ચે પગથીનો રસ્તો હતો. તરતમાં સર્પ મોતીલાલની દષ્ટિએ પડ્યો મ-૮૬

Loading...

Page Navigation
1 ... 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794