Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 728
________________ વનક્ષેત્રસ્થિતિ કરતે અવધૂત યોગીન્દ્ર ६७८ હું ધર્મ પામ્યું નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષને ધર્મ જે ડાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રર્ય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળરાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે.–નિર્વિકલ્પ.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૮૪૩. આ અમૃતપત્રમાં ધર્મમેઘસમાધિ વષવી રહેલા ધર્મમૂર્તિ શ્રીમદના દિવ્ય આત્માનું કેવું ભવ્ય દર્શન થાય છે! બીજાને જેણે વીતરાગના શાશ્વત આત્મધર્મને દઢ નિશ્ચય અને આશ્રય કરવાને આ ઉત્તમ બોધ કર્યો છે, તે શ્રીમદને પિતાને તે વીતરાગધર્મને નિશ્ચય-આશ્રય કે અનંતગુણવિશિષ્ટ બળવાન હશે? બીજાને જેણે અસંગ-શુદ્ધ-ચૈતન્ય-સ્વરૂપવૃત્તિમાં અપ્રમત્ત રહેવાને આ બળવાન ઉપદેશ કર્યો છે, તે શ્રીમદૂની પોતાની અસંગ-શુદ્ધ-ચેતન્ય-સ્વરૂપ વૃત્તિમાં અપ્રમત્ત રહેવારૂપ અપ્રમત્ત આત્મદશા કેવી પરમ અદ્દભુત અનંતગુણવિશિષ્ટ બળવાન હશે? પત્રઅંતે સૂચક નિર્વિકલ્પ શબ્દ સૂચવે છે તેમ નિર્વિક૯૫ શ્રીમદ્દન નિર્વિકલ્પ આત્મસમાધિ કેવી પરમાશ્ચર્યકારક હશે ? આ જ વસો વનક્ષેત્રમાં વસતાં આ અપ્રમત્ત યોગીની અપ્રમત્તાગશ્રેણું ગષણ કેવી અસાધારણ અદ્દભુત હતી, તેને નિર્દેશ આ વસોક્ષેત્રે જ ૭–૧૨–૫૪–૩૧૧૧-૨૨ના દિને લખાયેલી શ્રીમદૂના આત્માના દર્પણ સમી આ હાથનેધમાં (૨-૧૧, ૧૨, ૧૩) પ્રાપ્ત થાય છે– - “આમ કાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. સમયે સમય આભોપગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા ગ્ય છે. અહો આ દેહની રચના ! અહ ચેતન ! અહો તેનું સામર્થ્ય ! અહે જ્ઞાની ! અહે તેની ગવેષણા! અહીં તેમનું ધ્યાન? અહો તેમની સમાધિ! અહો તેમને સંયમ! અહે તેમને અપ્રમત્તભાવ! અહીં તેમની પરમ જાગૃતિ! અહે તેમને વીતરાગ સ્વભાવ ! અહીં તેમનું નિરાવરણ જ્ઞાન ! અહે તેમના રોગની શાંતિ! અહે તેમના વચનાદિ ગને ઉદય! હે આત્મા! આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત્તભાવ કેમ? મંદ પ્રયત્ન કેમ? જઘન્યમંદ જાગૃતિ કેમ? શિથિલતા કેમ? મૂંઝવણુ કેમ? અંતરાયનો હેતુ શો? અપ્રમત્ત થા, અપ્રમત્ત થા. પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ. તીવ્ર વૈરાગ્ય, પરમ આજવ, બાહ્યાભ્યતર ત્યાગ. આહારને જય. આસનને જય. નિદ્રાને જય.ગને જય. આરંભ પરિગ્રહવિરતિ. બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસ. એકાંતવાસ. અષ્ટાંગયોગ. સર્વ ધ્યાન. આત્મઈહા. આત્મપયોગ. મૂળ આત્મોપોગ. અપ્રમત્ત ઉપયોગ. કેવળ ઉપગ. કેવળ આત્મા. અચિંત્ય સિદ્ધસ્વરૂપ. જિનચૈતન્યપ્રતિમા. સર્વાગસંયમ. એકાંત સ્થિર સંયમ. એકાંત શુદ્ધ સંયમ, કેવળ બાહ્યભાવ નિરપેક્ષતા.”—હાથનોંધ ૨-૧૧,૧૨,૧૩.

Loading...

Page Navigation
1 ... 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794