Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 736
________________ વનક્ષેત્રસ્થિતિ કરતા અવધૂત યોગીન્દ્ર અનુભવને ઉત્તર ઈચ્છું છું. ઉત્તર–જી અનેક છે. (૨) પ્રશ્ન–જડ, મે એ વસ્તુતઃ છે? કે માયિક છે? ઉત્તર–જડ, કર્મ, એ વસ્તુતઃ છે., માયિક નથી. (૩) પ્રશ્ન– પુનર્જન્મ છે? ઉત્તર–હા, પુનર્જન્મ છે. (૪) પ્રહ્મવેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માને છે? ઉત્તર-ના. (૫) દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાવ છે કે કઈ તત્ત્વનું બનેલું છે? ઉત્તર—દર્પણમાં પડેલું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી. તે અમુક તત્વનું બનેલું છે. - શ્રી દેવકરણજી આદિ ચાર મુનિઓની તે વખતે ખેડામાં સ્થિતિ હતી, તેમને આ વેળા શ્રીમદૂના દર્શન–સમાગમને અપૂર્વ લાભ મળે. દેવકરણજીની પ્રજ્ઞા વિશેષ હોવાથી તેમને તે ઘણો જ આત્મલાભ થશે. તે તેમના આત્મભાવને ઉલ્લાસ તેમણે લલુછ મુનિ પરના આ પત્રમાં રોગીન્દ શ્રીમનું તે વખતનું તાદશ્ય શબ્દચિત્ર આલેખ્યું છે તે પરથી સ્પષ્ટ જણાઈ આવે છે – ઉત્તરાધ્યયનના બત્રીશમા અધ્યયનને બંધ થતાં અસદ્દગુરુની બ્રાંતિ ગઈ, સદ્દગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થયું. તે વખતે રોમાંચિત ઉલક્ષ્યાંક સપુરુષની પ્રતીતિને દઢ નિશ્ચય રેમ રોમ ઉતરી ગપે. આજ્ઞાવશ વૃત્તિ થઈ. રસાસ્વાદ વગેરે વિષયઆસક્તિના નિકંદન થવા વિષે અદ્ભુત, આશ્ચર્ય–ઉપદેશ થયે કે, નિદ્રાદિ, ક્રોધાદિ પ્રકૃતિ પ્રત્યે શત્રુભાવે વર્તવું, તેને અપમાન દેવું, તેમ છતાં ન માને તે ફૂર થઈ તે ઉપશમાવવા ગાળી દેવી. તેમ છતાં ન માને તો ખ્યાલમાં રાખી, વખત આવ્યે મારી નાખવી, ક્ષત્રિય ભાવે વર્તવું. તે જ વૈરીઓને પરાજય કરી સમાધિસુખને પામશે. વળી પરમગુરુની વનક્ષેત્ર(ઉત્તરસંડા)ની દશા વિશેષ, અદ્ભુત વિરાગ્યની, જ્ઞાનની જે તેજોમય અવસ્થા પામેલ આત્મજ્ઞાનની વાત સાંભળી દિગમૂઢ થઈ ગયે. એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ (શ્રીમદ) ઉતરેલા તે મુકામે ગયે. તે બંગલાને ચાર માળ હતા. તેના ત્રીજા માળે પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની દશા મારા જેવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ અવસરે છતે થઈશ તે તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ પોતે પિતાને કહે છે– સુડતાલીસની સાલમાં (સં. ૧૯૪૭) રાજિ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસે ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્દભુત ગીંદ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદૂભુત ગીંદ્ર પરમ શાંત બિરાજે છે. એવું પિતે પિતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા. આપે કહ્યું તેમજ થયું, ફળ પાયું, રસ ચાખે, શાંત થયા; આજ્ઞાવડીએ હંમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે. ૪૪ તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે. ૪૪ સર્વોપરિ ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે –

Loading...

Page Navigation
1 ... 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794