________________
ગૂઢ પ્રશ્નોના ઉકલનું મહામ થન
૫૮૭ લેકથિતિમર્યાદાહેતુ? શાશ્વતવસ્તુલક્ષણ? ઉત્તર. તે તે સ્થાનવતી સૂર્યચંદ્રાદિ વસ્તુ, અથવા નિયમિત ગતિ હેતુ ? દુષમસુષમાદિ કાળ? મનુષ્ય ઊંચત્વાદિપ્રમાણ? અગ્નિકાયાદિનું નિમિત્તયેગે એકદમ ઉત્પન્ન થવું? એક સિદ્ધ ત્યાં અનંત સિદ્ધ અવગાહના ?” (હાથોંધ ૧-૫૨). ધર્માસ્તિકાયાદિ અંગે આવા પરમ ગંભીર સૂકમબુદ્ધિગમ્ય પ્રશ્નને પણ ઊઠાવ્યા છે—ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય અરૂપી છતાં રૂપીને સામર્થ્ય આપે છે, અને એ ત્રણ દ્રવ્ય સ્વભાવપરિણામી કહ્યાં છે, ત્યારે એ અરૂપી છતાં રૂપીને સહાયક કેમ થઈ શકે? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એકક્ષેત્રાવગાહી છે, અને પરસ્પર વિરુદ્ધતાવાળા તેના સ્વભાવ છે, છતાં તેમાં વિરોધ, ગતિ પામેલી વસ્તુ પ્રત્યે સ્થિતિસહાયકતારૂપે અને સ્થિતિ પામેલી વસ્તુ પ્રત્યે ગતિસહાયતારૂપે થઈ શા માટે આવે નહીં? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આત્મા એક એ ત્રણ સમાન અસંખ્યાતપ્રદેશ છે, તેને કંઈ બીજે રહસ્યાર્થ છે? ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અવગાહના અમુક અમૂર્તાકારે છે, તેમ હવામાં કંઈ રહસ્યાર્થ છે? લેક સંસ્થાન સદૈવ એકસ્વરૂપે રહેવામાં કંઈરહસ્યાર્થ છે? એક તારે પણ ઘટવધ થતો નથી, એવી અનાદિ સ્થિતિ શા હેતુથી માનવી? શાશ્વતપણાની વ્યાખ્યા શું? આત્મા, કે પરમાણુ કદાપિ શાશ્વત માનવામાં મૂળ દ્રવ્યત્વ કારણ છે; પણ તારા, ચંદ્ર, વિમાનાદિમાં તેવું શું કારણ છે?” (હાથોંધ ૧-૬૩). મહાશાસપારંગત મહામતિએને પણ જે પ્રાયે કદી ઊગ્યા નથી એવા આ મહાપ્રને મહાપ્રજ્ઞાતિશયસંપન્ન શ્રીમદ્દના સ્વચ્છ મતિદર્પણમાં આત્મવિચારણાથે સહજ સ્વભાવે સ્વયં સંકુરિત થયા છે !
અને આત્મા અંગે પણ આત્મવિચારણાર્થે આ પ્રશ્ન ઉપસ્થિત થયા છે : “જિનને અભિપ્રાયે આત્મા માનતાં અત્ર લખ્યા છે તે પ્રસંગો પ્રત્યે વધારે વિચાર કર–૧. અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ. ૨. સકેચ, વિકાસ થઈ શકે એવો આત્મા માન્ય છે તે સંકેચ, વિકાસ અરૂપીને વિષે હવા ગ્ય છે? તથા કેવા પ્રકારે હેવા છે ? નિગદ અવસ્થા વિષે વિશેષ કારણ કંઈ છે? સર્વ દ્રવ્યાદિની પ્રકાશક્તા તે રૂપ કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે, કે સ્વસ્વરૂપાવસાન નિજજ્ઞાનમય કેવળજ્ઞાન છે? ૫. આત્મામાં ગે વિપરિણામ છે? સ્વભાવે વિપરિણામ છે? વિપરિણામ આત્માની મૂળ સત્તા છે? સંગી સત્તા છે? તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે? ૬. હીનાધિક અવસ્થા ચેતન પામે તેને વિષે કંઈ વિશેષ કારણ છે? સ્વસ્વભાવનું? પુદ્ગલસંગનું કે તેથી વ્યતિરિક્ત? ૭. જે પ્રમાણે મેક્ષપદે આત્મતા પ્રગટે તે પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ તે લેકવ્યાપક પ્રમાણ આત્મા ન થવાનું કારણ શું? ૮. જ્ઞાન ગુણ અને આત્મ ગુણ એ ઘટના ઘટાવવા જતાં આત્મા કથંચિત જ્ઞાનવ્યતિરિક્ત માનવ તે કેવી અપેક્ષાએ? જડત્વભાવે કે અન્યગુણઅપેક્ષાએ ? ૯. મધ્યમ પરિણામવાળી વસ્તુનું નિત્યપણું શી રીતે સંભવે છે? ૧૦. શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાને ભેદ શા કારણે ઘટે છે.” (હા. નં. ૧-૭૨).
તેમજ-કેવળજ્ઞાન અંગે આવી વિશિષ્ટ વિચારણા ઉપસ્થિત કરી છે. “સિદ્ધ આત્મા કાકપ્રકાશક છે, પણ કાલકડ્યાપક નથી, વ્યાપક તે સ્વઅગાહના