________________
૬૫૮
અધ્યાત્મ રાજચંદ્ર વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુખે કરીને–ઘણું અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હેવાથી,–મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, પણ વર્તમાનમાં મોક્ષમાર્ગને વિચ્છેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી. પંચમકાળમાં થયેલા મહર્ષિઓએ પણ એમજ કહ્યું છે. તે પ્રમાણે પણ અત્રે કહું છું સૂત્ર અને બીજાં પ્રાચીન આચાર્યે તદનુસાર રચેલાં ઘણાં શાસ્ત્ર વિદ્યમાન છે. સુવિહિત પુરુષએ તે હિતકારી મતિથી જ રચ્યાં છે.” આમ મહાન પરમ સુવિહિત પુરુષોનું પ્રમાણપણું જેના હૃદયે વસ્યું છે એવા સુવિહિતશેખર આ પરમ પુરુષ શ્રીમદ્દ આવું સામાન્ય કથન કરી, મતાંતર નિરાકરણ કરતાં ઉદ્દઘોષે છે–દિગબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. મતદષ્ટિથી તેમાં મેટે અંતર જોવામાં આવે છે. તત્ત્વદષ્ટિથી તે વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે; જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે, તેમાં તે ભેદ નથી; માટે બન્ને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષ સભ્યદૃષ્ટિથી જુએ છે અને જેમ તત્તપ્રતીતિ અંતરાય છે થાય તેમ પ્રવર્તે છે.” એમ એક પરમ શાસનહિતચિંતક સાચી શાસનદાઝથી આપે એવી સમાજને સાચી હિતશિક્ષા આપી જેનાંતર્ગત મતભેદોથી જેનું હૃદય અત્યંત દ્રવી ઊઠયું છે એવા યથાર્થનામા પરમ કૃપાળુ શ્રીમદ્, અરો છેવટે પ્રવર્તી રહેલા તુચ્છ મતભેદો પ્રત્યે તીવ્ર ખેદ દર્શાવી તેનો તિરસ્કાર કરતાં આશ્ચર્ય વ્યક્ત કરે છે–એક તૂમડા જેવી, દોરા જેવી અ૫માં અલભ્ય વસ્તુના પ્રહણત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવી કાઢે છે, અને તીર્થને ભેદ કરે છે, એવા મહામહમૂઢ જીવ લિંગાભાસપણે પણ આજે વીતરાગના દર્શનને ઘેરી બેઠા છે, એ જ અસંયતિપૂજા નામનું આશ્ચર્ય લાગે છે.” ઈત્યાદિ.
૪. પંચાસ્તિકાય ભાષાંતર આવા અનેક મહાપ્રબંધ રચવાની–મહાગ્રંથ ગૂંથવાની જેની મહાન ધારણા હતી અને જે આવા સેંકડો પ્રબંધો રચવાને–સર્જવાને પરિપૂર્ણ પરમ સમર્થ હતા, એવા શ્રીમદ્દ જેવી પરમાત્તમ કક્ષાના પુરુષે પંચાસ્તિકાય ભાષાંતર–આ મહાપ્રબંધની રચના પણ કરી છે,–આ સળંગ સંકલનાબદ્ધ મહાપ્રબંધ સંપૂર્ણ લભ્ય છે. શ્રીમદ્દ જેવો દ્રવ્યાનુગને અનન્ય પરિજ્ઞાતા અને પરિવ્યાખ્યાતા પરમ સમર્થ પુરુષ, શ્રી કુંદકુંદાચાર્ય જેવા મહાન દ્રવ્યાનુયોગના એક્કાના (Ace) આ ગ્રંથનું ભાષાંતર કરવા બેસે, તે શ્રીમદનો આ મહાન્ આચાર્ય અને તેમના મહાન ગ્રંથ પ્રત્યેને પરમ પ્રેમ પ્રકાશે છે; એટલું જ નહિં, પણ પિતે તેવા સેંકડે અંશે સજવા પરમ સમર્થ છતાં આવું ભાષાંતર જેવું સામાન્ય કાર્ય કરે છે તે પરમ સમર્થ શ્રીમદ્દ જાણે એ ભાવ સૂચવે છે કે આ પરમ પ્રમાણ ગ્રંથનું આ એમજ છે એમ સહીરૂપ-આત્મનિશ્ચયરૂપ સમર્થન કરી અમે અત્ર આનું સહીપણું–પ્રમાણપણું માન્ય કરીએ છીએ. એમ તેમના પ્રત્યેને પરમાદરાતિશય અત્ર દાખવ્યો જણાય છે. આ ભાષાંતરમાં પણ શ્રીમદ્દની અનન્ય ચમત્કૃતિ તો એ છે કે આ ભાષાંતર છે એમ ન જાણતા હોય તેને આ ભાષાંતર જ ન લાગે! પણ મૂળ ગ્રંથ જ લાગે !—એવું અદભુત પ્રાસાદિક માધુર્યપૂર્ણ આ ભાવપૂર્ણ સર્જન છે !
દિ.