________________
શ્રીમદ્દના અદભુત નમસ્કાર, ધૂન અને મહાન ભાવના સૂત્રો તે એટલી બધી સુપ્રસિદ્ધ અને પરમ લકપ્રિય છે કે તેની ઓળખાણ આપવાની રહેતી નથી. સાદામાં સાદા શબ્દોમાં ઉંચામાં ઉંચે ભાવ ને ઉંચામાં ઉંચું તત્વ વ્યક્ત કરતી આ નમસ્કારત્રયીની સાદાઈ અને ભાવઉન્નતતાની દષ્ટિએ પ્રાચે સમસ્ત ગુજરાતી વાલ્મયમાં જેડી જડવી દુર્લભ છે. શ્રીમદના નમસ્કાર મહામંત્રોમાં મૂર્ધન્ય સ્થાને શોભતી આ નમસ્કારત્રયી આ રહી–
જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત, પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ, દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.” આ અમર નમસ્કારત્રયી જે શ્રીમદના અમર નમસ્કારમાં મૂર્ધન્યસ્થાને શોભે છે, તે તેમાં ચૂડામણિસ્થાને શ્રીમદ્ રાજચંદ્રની અંતિમ કૃતિની આ અંતિમ અમૃતગાથા વિરાજે છે –
સુખધામ અનંત સુસંત થહી,
દિનરાત રહે તદધ્યાન મહીં; પરશાંતિ અનંત સુધામય જે,
પ્રણમું પદ તે, વર તે, જય તે.”
૨, અવધુત યોગીંદ્રની અલૌકિક ધન શુદ્ધ આત્મધ્યાનની ધૂણી જેણે ધખાવી હતી એવા અવધત ગીંદ્ર રાજચંદ્રની ધૂનો તો એવી અલૌકિક હતી કે તે ખરેખર! સર્વ અન્ય ભાવને ધૂણી નાંખનારીખંખેરી નાંખનારી હતી. જેણે આત્મા સિવાય સર્વ અન્ય ભાવોને ધૂણી નાંખ્યા હતા -ખંખેરી નાંખ્યા હતા-ફગાવી દીધા હતા, એવા આ અવધૂત ભેગીંદ્ર રાજચંદ્રની ધૂનો તો એમની ખાસ લાક્ષણિક (Characteristic) વિશિષ્ટતા (Distinctive speciality) હતી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ શ્રી આનંદઘનજીનું લાક્ષણિક તાદશ્ય ચિત્ર આલેખતાં “અષ્ટપદી'માં સંગીત કર્યું છે તેમ મારગ ચલતે ચલત ગાત આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર એવા અવધૂત ગિરાજ આનંદઘનનું સ્મરણ કરાવતા આ અવધુત ગીંદ્ર રાજચંદ્ર આનંદઘન આત્માના પરમાનંદમાં નિમગ્નપણે માર્ગમાં ચાલતાં ચાલતાં જે ધૂને ગજાવતા અને ગુજરાતના જંગલો ને ઈડરના પહાડને જગાવતા, તે તો એવી અદૂભુત છે, કે તેની જોડી પ્રાયે ભારતના ઈતિહાસમાં જડવી દુર્લભ છે. વનમાં તેમ ભવનમાં પણ શ્રીમદ્ બુલંદ અવાજથી આ ધૂનો ગજાવતા અને શ્રવણ કરનારના હૃદયમાં પણ પરમ ભાવઊર્મિઓ જગાવતા. એમાંથી જુદાજુદા મહાનુભાવોએ સેંધેલી શ્રીમદની અલૌકિક ધૂનમાથી કેટલીક અન્ન અવતારશું.
ઉત્તરસંડાના વનમાં આ અવધૂત ગીંદ્ર રાજચંદ્ર નિર્ભય કેસરીસિંહ જેમ એકાકી વિચરતા હતા, ત્યારે તેમના સાન્નિધ્યમાં રહેનાર મોતીલાલ જેઠાભાઈ ને અ-૮૪