Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal
View full book text
________________
શ્રીમદ્દના અદ્દભુત નમસ્કારે, ધૂનો અને મહાન ભાવનાસૂત્રો ૬૦૧ વીતરાગને કહેલે પરમશાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારી પણાને લીધે તથા પુરુષના રોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.
આ પરમ તત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે. અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !
હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર પ્રમાદ છેડી જાગૃત થા ! જાગૃત થા! ! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. | હે જીવ! હવે તારે સન્દુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાયગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (અં. ૫૫).
અને સર્વ દુઃખના ક્ષય ઉપાયરૂપ આ વીતરાગને ધમ અચિંત્યચિંતામણિ છે એટલે જ આ પરમ અદ્દભુત પરમ અમૃત સર્વોત્કૃષ્ટ શાશ્વત અચિંત્ય ચિંતામણિ વીતરાગ ધર્મને દઢ પરમાર્થ રંગ ધર્મભૂત્તિ શ્રીમદના આત્માના પ્રદેશ પ્રદેશે લાગ્યો હતે; એટલે જ ગુણસ્થાનક્રમે માર્ગ આરોહણમાં પરમ અવલંબનભૂત પુરુષના વીતરાગ વચનામૃતને, સપુરુષની વીતરાગમુદ્રાને, અને પુરુષના વીતરાગ સમાગમને મહાપ્રભાવ પરમ વીતરાગ સપુરુષ શ્રીમદના આત્મામાં નાખ્યો હતો, એટલે જ આ સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના, તેના મૂળ સર્વજ્ઞદેવના અને તે શાંતરસ સુપ્રતીત કરાવનારા સદ્દગુરુ દેવના પરમ ઉપકાર પ્રત્યે પરમ શાંતમૂત્તિ શ્રીમદ્દના અંતરમાં પરમ પ્રેમસિંધુ ઉલક્ષ્ય હો; અને એટલે જ આવા પરમ વિપકારી પરમ જ્ઞાનીઓના સનાતન શાશ્વત સન્માર્ગ પ્રત્યે પરમજ્ઞાની શ્રીમદૂના હૃદયમાં પરમ આત્મભાલ્લાસ વિલમ્યો હતો. અને એટલે જ આવા પરમ ધર્મ મૂર્તિ, પરમ વીતરાગમૂર્સિ, પરમ શાંતમૂર્તિ, પરમ જ્ઞાનમૂર્તિ શ્રીમદના પરમ ભાવનાશીલ હૃદયમાં આવો સર્વોત્કૃષ્ટ અચિંત્ય ચિંતામણિ વીતરાગધર્મ-જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ સર્વદા જયવંત વર્તી એવી પરમ ઊર્મિપ્રધાન ભાવના ઉલસતી હતી અને તે ભાવના ઉદ્ઘેષતા આ જ્ઞાનીઓના સનાતનમાર્ગને જયજયકાર પોકારતા આ જયજયકાર સૂરો ભાવિતાત્મા શ્રીમદ્દના હૃદયમાંથી નિકળી પડતા હતા—
શ્રીમદ્દ વિતરાગ ભગવતીએ નિશ્ચિતાર્થ કરે એ અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખને નિ:સંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાથત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તે. (અં૮૪૩)
અહે સત્પષનાં વચનામૃત, મુદ્રા અને સંતસમાગમ! સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ. અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂતક-લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ત્રિકાળ જયવંત વ! » શાંતિઃ શાંતિઃ શાંતિઃ

Page Navigation
1 ... 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794