Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 706
________________ દ્રવ્યાનુગાદિ સંબંધી મહાપ્રબંધ રચના મૂળ કે ભાષાંતરની ખબર પણ ન પડે એવું મૂળનું ભાષાંતર તે આવુ આદશ હોય એમ આ આદર્શ નમૂને (model) રજૂ કરે છે! ભાષાનું પ્રભુત્વ, વિષયનું સ્વામિત્વ, ભાવનું પૂર્ણત્વ અને આત્મત્વનું પ્રાપ્તત્વ પરિપૂર્ણ છે એવા શ્રીમદ્દ જેવા દ્રવ્યાનુ ચોગના એક્કા (Ace)—દ્રવ્યાનુયેગના પરમાર્થ રંગથી રંગાયેલા પરમ પુરુષ વિના આવી અદ્ભુત સંકલનાબદ્ધ પ્રબંધરચના કેણ કરી શકે? આ પંચાસ્તિકાય ભાષાંતરને ઉલલેખ ધારશીભાઈ પરના પત્રમાં (સં. ૮૬૬) કર્યો છે-“કઈ મહત પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોક૯યું છે. આ જ અમૃતપત્રમાં દ્રવ્યાનુયેગના તત્વજ્ઞાનવિષયની મુક્તકઠે પ્રશંસા કરતાં શ્રીમદે નિગ્રંથ પ્રવચનના રહસ્યરૂપ આ દ્રવ્યાનુયોગ કેવો ગંભીર સૂક્ષમ છે, કોને યથાર્થ પરિણમે છે, કે તેના પાત્ર છે, કયું તેનું ફળ છે, ઈ. પ્રકાશતા આ અમૃત વચન ઉદ્દઘેખ્યા છે– “ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુકલ ધ્યાનનું અનન્ય કારણ છે. શુકલ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શનમોહન અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યગદર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામપરિણામી, પરમ વીતરાગ દષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્માપુરુષો તેનાં મુખ્ય પાત્ર છે. હે આર્ય! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંત:કરણમાં તું કઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.” ૫. વ્યાખ્યાનસાર અને આ અધ્યાત્મમૂર્તિ રાજચંદ્રના શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની કલગી જેવા-મુગટ મણિ જેવા વ્યાખ્યાનસારને તો અત્ર મહાપ્રબંધરચનામાં ભૂલાય જ કેમ? દ્રવ્યાનુગચરણનુયોગ-કરણનુયેગના નિષ્કર્ષ—નીચોડ જેવા આ વ્યાખ્યાનસાર ૧-૨ માં તે કર્મગ્રંથ-સમયસારાદિ તત્વવિષયો પરનું પરમતત્વષ્ટા શ્રીમદૂનું અસાધારણ અસામાન્ય સ્વામિત્વ પદે પદે–અક્ષરે અક્ષરે દષ્ટિગોચર થાય છે. દ્રવ્યાનુયેગના એક્કા (ace) શ્રીમદ્દ કર્મગ્રંથઆદિ પરમગંભીર વિષયના પણ કેવા અનન્ય પરિજ્ઞાતા–પરિવ્યાખ્યાતા છે, મહાન શાસ્ત્રકારોના જાણે હૃદયમાં ઉતર્યા હોય એમ તે તે શાસ્ત્રોની કેવી પરમ રહસ્યભૂત વાત પ્રકાશનારા છે, તે આ બન્ને વ્યાખ્યાનસાર (નં.૯૧૮–૯૧૯) પ્રત્યે દષ્ટિપાત કરતાં કઈ પણ સુજ્ઞ વિચક્ષણને શીધ્ર સમજાય એમ છે. ખરેખર! અચિંત્યતત્ત્વચિંતામણિ પરમજ્ઞાનનિધાન રાજચંદ્ર અને ચિંતામણિરત્નના નિધાન જ સ્થાપી

Loading...

Page Navigation
1 ... 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794