________________
અધ્યાત્મ રાજચંદ્ર આ વ્યાખ્યાનસાર બે છે. તે પૈકી પ્રથમ વ્યાખ્યાનસાર અંગે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના અનન્ય સંશેાધક શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતાએ તેની પાદસેંધમાં કહ્યું છે તેમ–વિ. સં. ૧૯૫૪ના માહથી ચિત્ર માસ સુધીમાં, તેમ જ સં. ૧૫૫ની સાલના તે અરસામાં શ્રીમદની મોરબીમાં લાંબો વખત સ્થિતિ હતી. તે વેળા તેમણે કરેલાં વ્યાખ્યાનોને એક શ્રેતા-મુમુક્ષુએ સ્મૃતિપરથી ટકેલ આ સાર છે.” અને દ્વિતીય વ્યાખ્યાનસાર અંગે તે જ મહાન સંશોધકે પાદમાં દર્શાવ્યું છે તેમ સં. ૧૫૬ના અશાડ-શ્રાવણમાં શ્રીમદ્દની મેરબીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતેવખત કરેલ વ્યાખ્યાનને સાર તથા પુછાયેલા પ્રશ્નોનાં સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક શ્રેતા મુમુક્ષુએ કરેલ તે ટકેલ છે. શ્રી મનસુખભાઈની આ પાદોંધ પરથી સ્પષ્ટ સમજાય છે કે મોરબીમાં શ્રીમદે ત્રણ ત્રણ માસ જેટલી લાંબી સ્થિતિ કરી હતી તે વખતે એક મુમુક્ષુ શ્રેતાએ લીધેલી તેની આ ટૂંકી સ્મૃતિનેધ છે. આ તે સ્મૃતિ પરથી નેંધેલી માત્ર સંક્ષિપ્ત નોંધ-ટાંચણમાત્ર છે, તે પછી આટલી દીઘ સ્થિતિ દરમ્યાન વ્યાખ્યાનની વૃષ્ટિ કરી–પરમાર્થમેઘવર્ષા વર્ષાવી પરમધર્મમેઘ શ્રીમદે શ્રીમુખે જે બેધને ધેધ વહાવ્યું હશે, તે તો કેટલો બધો વિસ્તારવાળ-કે સેંકડેગણે વિપુલ હશે તે સહેજે સમજાય છે. આ બંને વ્યાખ્યાનસારમાં ગુણસ્થાનક, કર્મસિદ્ધાંત, સમ્યગદર્શન-જ્ઞાનચારિત્ર, મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, ધર્મ, પુરુષાર્થ આદિ ચારે અનુગના વિવિધ વિષય સંબંધી એટલું બધું તત્ત્વતલસ્પશી વિપુલ વિવેચન છે કે, તેનું અત્ર સ્થળસંકેચથી સામાન્ય દિગદર્શન પણ કરાવી શકાય એટલે અવકાશ નથી. અત્રે દ્રવ્યાનુગ-કરણનુયોગ આદિ ચારે અનુગના વિષયમાં પદે પદે શ્રીમદ્દનું અદ્ભુત સ્વામિત્વ પ્રકાશે છે; અને કર્મગ્રંથના વિષયનું તો એટલું બધું અસાધારણ પ્રભુત્વ ઝળહળી ઊઠે છે કે તેમણે જે કર્મવિષયને લગતા પરમ રહસ્યભૂત ચમત્કારિક ખુલાસાઓ પ્રકાશ્યા છે, તે પ્રાયે અન્યત્ર ક્યાંય જોવા મળવા દુર્લભ છે. આ સ્પષ્ટ બતાવે છે કે શ્રીમદ્દ સમયસારાદિ દ્રવ્યાનુગના તે એક્કા છે જ, પણ કર્મગ્રંથ આદિ કરણનુગના પણ તેવા જ એક્કા (ace) છે. ખરેખર ! આ માત્ર સંક્ષિપ્ત નેંધરૂપ આશચગંભીર વ્યાખ્યાન સારામાં તે શ્રીમદે સમયસાર-પ્રવચનસાર અને કર્મ ગ્રંથે-ધર્મગ્રંથોનો આશય સમાય એવા મહાપ્રબંધો રચ્યા છે. તે પછી સાગરવરગંભીર શ્રીમદના સાક્ષાત્ સવિસ્તર વ્યાખ્યાનનું તે પૂછવું જ શું? અત્ર સ્થળાભાવે આટલે અંગુલિનિર્દેશ માત્ર કરી સંતોષ માનશું.
આવું અદ્ભુત હતું શ્રીમદૂનું દ્રવ્યાનુયોગનું પ્રભુત્વ! આવું અલૌકિક હતું શ્રીમદ્દનું કર્મશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનું સ્વામિત્વ ! આવું અપૂર્વ હતું શ્રીમદ્દનું મોક્ષમાર્ગનું માર્ગ, દર્શન! આવું અનુપમ હતું શ્રીમદનું તત્વતલસ્પર્શી તત્ત્વવિજ્ઞાન અને આવી અદ્દભુત અલૌકિક અપૂર્વ અનુપમ હતી પરમ અમૃત Immortal, nectarlike) શ્રીમદની આ પરમ અમૃત મહાપ્રબંધરચના !