________________
અધ્યાત્મ રાજચંદ્ર મુમુક્ષુઓને આત્માની અમૃતાનુભૂતિને અમૃતકુંભ છે. આવી આ અવનિના અમૃત સમી આત્મસિદ્ધિના સર્જનને રોમાંચક ઇતિહાસ અત્ર રજૂ કરી, આત્મસિદ્ધિની અદ્ભુત સંલના ને વસ્તુનું સંક્ષેપે દિગદર્શન આ પ્રકરણમાં કરશું.
શ્રીમદ્ સં. ૧૯૫૨ના શ્રાવણ માસમાં પર્યુષણના અરસાથી રાળજ-કાવિઠા આદિ નિવૃત્તિક્ષેત્રે શેડો વખત સ્થિતિ કરી, ભાદ્રવા–આ માસમાં ગુજરાતના જંગલમાં આત્મધ્યાનનિમગ્નપણે એકાકી વિચરતા હતા.
પછી આણંદ થઈને શ્રીમદ્ નડિયાદ પધાર્યા. ત્યાં ૧૯૫૨ના આશો વદ ૧ના દિને તેઓ સંધ્યા સમય પછી બહારથી આવ્યા અને સાથે રહેલા મહામુમુક્ષુ અંબાલાલભાઈને કહ્યું–અ બાલાલ! ફોનર્સ લે. વિનયમૂત્તિ અંબાલાલભાઈનમ્રતાથી ભક્તિથી ફાનસ હાથમાં ધરી ઉભા રહ્યા ને શ્રીમદે માત્ર દોઢ-બે કલાક જેટલા ટૂંકા ગાળામાં આ ષડ્રદર્શનને સાર સમાવનારે, કૃતસાગરના નવનીત સમો અનુભવરસ ગંગા સમો આત્મસિદ્ધિ જેવો અસામાન્ય અનન્ય ગ્રંથ એકસપાટે એકી કલમે લખી નાંખ્યો! શ્રીમદ્દ જેવા આત્મસિદ્ધ પુરુષના હૃદય-હૃદમાંથી અમ્મલિત ધારાથી નિકળેલી આ જગપાવની કૃતગંગા જગને પાવન કરવા આ ધન્ય દિને આ અવનિ પર અવતરી! અને શ્રીમદ્દની આ અનુપમ અમર કૃતિ શ્રી આત્મસિદ્ધિના પ્રથમ આદર્શન મૂક સાક્ષી થવાનું પરમ સૌભાગ્ય પરમ ભકિતમાન મહામુમુક્ષુ અંબાલાલભાઈને પ્રાપ્ત થયું. આમ માત્ર દેઢબે કલાકમાં જ જેનું સર્જન થયું તે આ આત્મસિદ્ધિ શ્રીમની એવી અમૃત (Immortal, nectarlike) કૃતિ થવાને સર્જાઈ કે તે એક પણ શ્રીમદનું નામ સર્વ કાળને માટે અમર કરવાને પર્યાપ્ત છે.
ષદર્શનનો સમાવેશ કરતો એ સર્વદર્શનને સન્માન્ય આત્માની અનન્ય ગીતા સમ આ આત્મસિદ્ધિ જેવો અપૂર્વ ગ્રંથ શ્રીમદે અનુપમ શાસ્ત્રશલીથી આટલા સ્વલ્પ સમયમાં લખી નાંખ્યો, એ ખરેખર! પરમ આશ્ચર્યનું આશ્ચર્ય (wonder of wonders) છે! જેની નકલ કરતાં પણ વધારે સમય લાગે એવા આ આબાલવૃદ્ધ સવને ઉપકારી થઈ પડે–એવા અસલ ગ્રંથનું સોળે કળાથી પૂર્ણ અનુપમ તકળાથી નવસર્જન શ્રીમદે આટલા ટુંકા વખતમાં કર્યું, એ ખરેખર ! પરમ અદ્દભુતનું પરમ અદભુત છે! ચાર ચોપડી ગુજરાતી ભણેલ પણ સરળતાથી સમજી શકે અરે! અભણના પણ અંતરદ્વાર ખોલાવી શકે અને મહાપંડિતશિરોમણિઓના મસ્તક પણ ડોલાવી શકે, એવા આ આબાલગોપાલ સર્વને સ્વસ્વયેગ્યતા પ્રમાણે પરમ ઉપકારી થઈ શકે એવા આ ગ્રંથમાં ઉંચામાં ઉંચું તત્વજ્ઞાન સાદામાં સાદા શબ્દોમાં સાદામાં સાદી શૈલીથી પ્રકાશવામાં આવ્યું છે. એકાદ-બે પારિભાષિક શબ્દોના અપવાદ શિવાય આ ગ્રંથની પરમ અદ્દભુત ચમત્કૃતિ તે એ છે કે ગમે તે દર્શનવાળો-સંપ્રદાયવાળો કહેશે કે આ તે અમારે ગ્રંથ છે ! આવી સર્વ સમન્વયકારી, મત-દર્શન-સંપ્રદાય-વાડાજાતિના આગ્રહથી પર એવી અનુપમ સર્વગ્રાહી વિશાળ શૈલીથી લખાયેલું આ પરમ અદૂભુત ગ્રંથ ઉત્તમોત્તમ જગસાહિત્યમાં (world-literature) અમર સ્થાન લેવાને