________________
વ્યાપાર-વ્યવસાયથી નિવૃત્તિ અને સર્વસંગત્યાગની તૈયારી ૬૪૫ એકમને દિવસેથી વ્યાપારમાંથી ભાગને સંબંધ અને છોડી દીધો છે. ૪૪ બીજા જેઠ પ્રથમ જે કંઈ વ્યાપારાદિ સહચારીપણે કર્યું હોય તે માંડી વાળી એક બીજાએ તે પ્રતિબંધરહિત થવું યંગ્ય છે. શ્રી છોટાલાલ આદિ સાથેના વેપારપ્રસંગમાં રહેલા બાકીને હિસાબ, તથા તમારા પ્રસંગને હીસાબ એ તરતમાં પ્રથમ માંડી વાળવો યોગ્ય છે.
ત્યારપછી શ્રી રેવાશંકર તથા અમારા સહચારીપણને હીસાબ માંડી વાળી જે કંઈ રકમ આ નામ પર આવે તે શ્રી મનસુખને નામે શ્રી રેવાશંકર જમે કરવી, અને શ્રી મનસુખની ઇચ્છા તથા તમારી ઈચ્છા અને તેમની ઈચ્છા અરસ્પરસ સહચારીપણે રહેવાની હોય તો તમારે સૌએ ઈચ્છાનુસાર કરવું. એ પ્રકારે અમારી વિનંતિ છે. અત્રે શ્રીમદની કેવી નિર્લોભતા, કેવી નિઃસ્વાર્થતા, કેવી નિઃહિતા, કેવી નિષ્પરિગ્રહતા ઝળકી ઉઠે છે!
શ્રીમદના લઘુ ભ્રાતા મનસુખભાઈ રવજીભાઈ આ અંગે રોમાંચિતભાવે પિતાના હૃદયઉદ્દગાર કાઢે છે-“આર્થિક લાભ–વટાવ હાથમાં આવતાં જ પોતાનું સ્વામીત્વ પિતાના એક ભાઈને સુપ્રત કરી આપવાની બુદ્ધિ થવી એ જગતુવ્યવહારના સામાન્ય ક્રમ કરતાં કાંઈક વિલક્ષણતા-વિશેષતા ગણવા છે કે નહીં તે વિચારવા અર્થે આ પત્ર અહીં સ્થિર કર્યો છે. ૪ ૪ શ્રીમદે પોતાના ભાઇના નામ પર રકમ જમે કરવા લખ્યું કે, પ્રસંગો વિચારવાથી શ્રીમદ્દ અને તેના ભાઈને પરસ્પરના સમ્બન્ધનો અને શ્રીમદની દ્રવ્ય સંબંધી વિરક્ત મનધારણાને કંઈક ખ્યાલ આવી શકવા ચગ્ય છે. શ્રીમદે ઉપરોક્ત પત્ર માણેકલાલભાઈને લખે તેના ઉત્તરમાં માણેકલાલભાઈએ
જેમ ચાલ્યું આવે છે તેમ ચાલ્યું આવે અને મને કોઈ પ્રતિબંધથી વત્તવાનું કારણ નથી” એવા ભાવાર્થનો પત્ર લખ્યો, અર્થાત્ “શ્રીમદે સહચારીપણાથી નિવૃત્ત ન થતાં સચારીપણું જેમ ચાલ્યું આવે છે તેમ ચાલ્યા આવવા દેવું, પરંતુ તેઓએ સહચારીનો પ્રતિબંધ ન રાખો” એમ શ્રીમદ્દને અનુરોધ કર્યો. તેમજ-શ્રીમદે આ પિતાને નિર્ણયરૂપ ઉપરોક્ત સંકેત કર્યો, તે અંગે રેવાશંકરભાઇએ તથા મનસુખભાઈએ પણ તેમ ન કરવા શ્રીમને વિજ્ઞપ્તિરૂપ અનુરોધ કર્યો જણાય છે. મનસુખભાઈ રવજીભાઈ પિતાની પાદનોંધમાં લખે છે કે –“શ્રીમદની વૃત્તિ વ્યાપારવ્યવસાયથી નિવૃત્તવાની હોઈ તેઓએ એ સમયે અર્થાત્ આ પત્ર લખાયો તે સમયે ભાગીદારીથી નિવૃત્તિ કર્યારૂપ સંકેત કરેલ. આ લેખકની સ્મરણશક્તિ યોગ્ય હોય તો શ્રી રેવાશંકરભાઈ અને આ લેખકને (શ્રીમદુના ભાઈને) શ્રીમદની વ્યાપારનિવૃત્તિને સંકેત ખેદક હોવાથી તેમજ ભાઈ માણેકલાલને આગ્રહ પણ તથા પ્રકારને હતું, એ કારણથી શ્રીમદને પિતાના સંકેતને પરિત્યાગ પડ્યો હતો. એટલે આમ સર્વના અનુરોધથી શ્રીમદ્રને તે વખતે ન છૂટકે પ્રતિબંધ વગરના સહચારીપણે–સલાહકારપણે થોડા વખત ચાલુ રહેવાનું સ્વીકારવું પડયું, અને વ્યાપારવ્યવસાયમાંથી લગભગ નિવૃત્ત થયા છતાં પ્રતિબંધ વગરને પણ નામને સંબંધ માત્ર થોડો વખત ચાલુ રહ્યો.
આમ જેને અંગત લેશ પણ સ્વાર્થ ન હતો એવા પરમ કારુણ્યમૂર્તિ શ્રીમદ્દને