Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 694
________________ વ્યાપાર-વ્યવસાયથી નિવૃત્તિ અને સર્વસંગત્યાગની તૈયારી ૬૭ ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરે? તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમકે તેવી સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે. પછી તે શિથિલતાથી, ઉદયથી કે પરેચ્છાથી કે સર્વજ્ઞદષ્ટથી, એમ છતાં પણ અલ્પકાળમાં આ વ્યવહારને સંક્ષેપ કરવા ચિત્ત છે. કેમકે તેનો વિસ્તાર વિશેષપણે જોવામાં આવે છે. વ્યાપારસ્વરૂપે, કુટુંબપ્રતિબંધ, યુવાવસ્થાપ્રતિબંધ, દયાસ્વરૂપે, વિકારસ્વરૂપે, ઉદયસ્વરૂપેએ આદિ કારણે તે વ્યવહાર વિસ્તારરૂપ જણાય છે. એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળ દર્શન સ્વરૂપે અંતમુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, તે પછી વર્ષ છ માસ કાળમાં આટલે આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઈ શકે? માત્ર જાગૃતિના ઉપયેગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપગનાં બળને નિત્ય વિચાર્યેથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા ચગ્ય છે. હે જીવ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત! તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલે બળવાન પ્રારબ્ધદય દેખાતું હોય તોપણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત.”—હાથોંધ ૧-૩૯, ૪૪. આવી નિવૃત્તિની તીવ્ર તમન્ના જેને હતી એવા શ્રીમદે અત્રે હાથોંધમાં (૧૪૧)માં જણાવ્યું છે તેમ–“માહ સુદ ૭ શનિવાર વિક્રમ સંવત ૧૫૧ ત્યારપછી દેઢ વર્ષથી વધારે સ્થિતિ નહીં. અને તેટલા કાળમાં ત્યારપછી જીવનકાળ શી રીતે વેદ તે વિચારવાનું બનશે,' એ દઢ સંકલ્પ કર્યો છે, અર્થાત્ ૧લ્પરના અષાઢ માસ પૂર્વે–પર્યુષણ પર્વ પૂર્વે વ્યાપાર-વ્યવસાયમાંથી સર્વથા નિવૃત્ત થઈ જવું એ દૃઢ નિર્ધારરૂપ પિતાને આત્મસંકલ્પ અત્રે કર્યો હોય એમ સ્પષ્ટ જણાય છે. અને આની પુષ્ટિમાં આપણે ઉપરમાં જોયું તેમ ૧૯૫૨ના દ્વિતીય જેઠ સુદ ૧થી તો તેઓએ ભાગીદારીમાંથી છૂટા થઈ–નિવૃત્ત થઈ બધો વહીવટ ને અર્થસંપત્તિ મનસુખભાઈના નામે કરી દઈ તે સંકલ્પને અમલ પણ કરી દીધો છે;–જે કે રેવાશંકરભાઈ–મનસુખભાઈ આદિના ઘણું ઘણા અનુરોધથી ન છૂટકે થોડા વખત માટે શ્રીમદને સહચારીપણાના કઈ પણ પ્રતિબંધ વિના સહચારીપણે ચાલુ રહેવાનું સ્વીકારવું પડયું છે અને લગભગ નિવૃત્ત થયા છતાં પરેચ્છાથી બે-ત્રણ વર્ષ નામને ઉપરછલે બાહ્ય સંબંધ રાખે પડ્યો છે. અને આમ વ્યવસાયમાંથી લગભગ નિવૃત્ત થવાનું બન્યું, એટલે જ આપણે જોઈ શકીએ છીએ કે ૧૫રના મધ્યભાગ પછી નિવૃત્તિપ્રિય શ્રીમદ્દ નિવૃત્તિને વિશેષ લાભ લઈ અને દઈ રહ્યા છે. કવચિત્ થેડેવખત સારસંભાળ અર્થે અને લઘુભ્રાતા દિને માર્ગદર્શન અર્થે વચ્ચે થોડો વખત મુંબઈ જવાનું થતું, પણ મુખ્યત્વે નિવૃત્તિક્ષેત્રોમાં નિવૃત્તિ જ લેતા રહી શ્રીમદ્ આત્મગસાધના અને આત્મધ્યાનમાં જ નિમગ્ન રહેતા. ૧૫રના શ્રાવણ માસથી લગભગ સાડા આઠ માસ થીમને નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરવાનું શક્ય બન્યું તે આ વ્યવસાયનિવૃત્તિને લઈને જ; અને ત્યાર પછી ૧૯૫૩૧૫૪માં ઈડરગિરિ પર તથા ઉત્તરસંડાના વનમાં, અને ૧૯૫૫માં ઈડરના પહાડોમાં

Loading...

Page Navigation
1 ... 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794