________________
૫૨
અધ્યાત્મ રાજચંદ્ર
પુરુષ પ્રકાશૅલું કેવલજ્ઞાનનું પરમ રહસ્યભૂત સ્વરૂપ સવકાળના સ` મુમુક્ષુઓને પરમ ઉપકારી અપૂ માદક થઈ પડે એવું છે. કેવલજ્ઞાનનું તાત્ત્વિક સ્વરૂપ શું છે? આ કાળમાં હાય કે ન હેાય ? કેમ ન હોય ? એ આદિ અંગે સૌભાગ્યભાઇ, ડુંગરશીભાઈ આદિ મુમુક્ષુઓને વારવાર પ્રશ્ન થતા અને શ્રીમદ્ પણ ઊહાપાહાથે—ઊ'ડી વિચારણાથે તેવા પ્રશ્નાની ઉપસ્થિતિ તેમની પાસે કરતા, અને એમ તેમને વિચારપરિણતિની પ્રેરણા કરી, તેનું યથાવત્ સમાધાન દાખવતા—અને તે પણ એવું કે શાસ્ત્રમર્યાદાને માધ ન આવે અને તેનું યથા તાત્ત્વિક— પારમાર્થિંક સ્વરૂપ પૂર્વાપર અવિરાધપણે સુપ્રતિષ્ઠાપિત થાય, તેની મુખ્ય ઉપકારકારી કેન્દ્રસ્થ વ્યાખ્યા પ્રત્યે મુમુક્ષુ જીવનું લક્ષ કેન્દ્રિત થાય અને શાસ્ત્રીય વ્યાખ્યાના પરમા આશય સુગમપણે સમજાઇ જાય. શાસ્રકારના પરમાથ આશય સમજ્યા વિના આશયાંતરથી રૂઢિગતપણે કેવલજ્ઞાનની જે વ્યાખ્યા કરવામાં આવે છે તેમાં અને યથાર્થ પરમાથ આશયને સમજીને જે વ્યાખ્યા કરવામાં આવે તેમાં ઘણું અંતર છે. વ`માન રૂઢિઅ માં પ્રાયે મુખ્ય વ્યાખ્યાને ગૌણુ ને ગૌણ વ્યાખ્યાને મુખ્ય કરી દેવામાં આવી છે, તેમ જ તેની વ્યાખ્યાની નિશ્ર્ચયવ્યવહારસાપેક્ષતા પ્રાયે લગભગ ભૂલી જવામાં આવી છે. શ્રીમદે કેવલજ્ઞાનની રૂઢિગત વ્યાખ્યાપ્રણાલિકાથી જૂદી જ તરી આવે એવી મૂલભૂત-મૌલિક અલૌકિક પરમાથ વિચારણાથી શાસ્ત્રીય વ્યાખ્યાને અપૂર્વ પરમા આશય પ્રકાશ કેવલજ્ઞાનના સ્વરૂપ અંગે અપૂર્વ અલૌકિક પ્રકાશ નાંખ્યા છે,—જે સંકાળના સમુમુક્ષુઓને પરમ ઉપકારી અપૂર્વ અલૌકિક માદક થઇ પડે એવા છે. શ્રીમદે પ્રકાશૈલી આ કેવલજ્ઞાનની અપૂ અલૌકિક વ્યાખ્યા અંગે આ પ્રકરણમાં દિગ્દર્શોન કરશું.
શ્રીમદ્, સૌભાગ્ય પરના પત્રમાં (અ ૬૧૫) આ અંગે વિચારપ્રેરણા કરતાં લખે છે—નીચેના બેલા પ્રત્યે તમારે તથા શ્રી ુંગરે વિશેષ વિચારપરિણતિ કરવા ચેાગ્ય છેઃ (૧) કેવળજ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે ? (૨) આ ભરતક્ષેત્રમાં આ કાળે તેને સંભવ હાઈ શકે કે કેમ ? (૩)કેવળજ્ઞાનીને વિષે કેવા પ્રકારની આત્મસ્થિતિ હેાય ? (૪) સમ્યક્દર્શીન, સમ્યજ્ઞાન અને કેવળજ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હાવા ચાગ્ય છે ? (૫) સમ્યગ્દર્શનવાન્ પુરુષની આત્મસ્થિતિ કેવી હાય ? તમારે તથા શ્રી ડુંગરે ઉપર જણાવેલા ખેલ ઉપર યથાશક્તિ વિશેષ વિચાર કરવા ચેાગ્ય છે.’ આ પત્રના ઉત્તરમાં સૌભાગ્યભાઈ આદ્ધિએ પેાતાના વિચાર જણાવ્યા, તે અંગે શ્રીમદ્ પુનઃ ખીજા પત્રમાં (અ’. ૬૧૭) વિશેષ વિચારની પ્રેરણા કરતાં લખે છે—એ પ્રશ્નના પર તમને, લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કવ્ય છે. અન્ય દનમાં જે પ્રકારે કેવળજ્ઞાનાદિનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં અને જૈનદનમાં તે વિષયનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં કેટલાક મુખ્ય ભેદ જેવામાં આવે છે, તે સૌ પ્રત્યે વિચાર થઇ સમાધાન થાય તે આત્માને કલ્યાણના અંગભૂત છે; માટે એ વિષય પર વધારે વિચાર થાય તેા સારૂં.'—અત્રે એ વસ્તુ સ્પષ્ટ ધ્યાન ખેંચે છે કે આ વિચ.રનું સમાધાન આત્માને કલ્યાણના અંગભૂત છે, માટે શ્રીમદ્ આ વિચાર ખાસ પ્રેરે છે; તેમ જ પત્રાંક ૬૨૮માં પણ તે પ્રશ્ના પર યથાશક્તિ