________________
૬૮
અધ્યાત્મ રાજચંદ્ર વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. કેઈને પણ
આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા હોય તે શ્રી વદ્ધમાનસ્વામીને વિષે પ્રથમ પ્રગટવાયોગ્ય લાગે છે, અથવા તે દશાના પુરુષોને વિષે સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ
શ્રીમની આ અમર ઉદ્દઘાષણ તે સં. ૧૯૫૧ના વિશાખમાં લખાયેલા આ અમૃતપત્રમાં ઉદ્દઘેષિત થઈ છે, પણ ત્યાર પછી તે પરમઆત્મજ્ઞાની શ્રીમદૂની આત્મઅનુભવદશા સમયે સમયે કુદકે ને ભૂસ્કે (by leaps & bounda) આગળ ધપતી જ ગઈ છે. એટલે આગળ જતાં–સં. ૧૫૩માં તે પૂર્ણ આત્મઅનુભવદશાને પામેલા શ્રીમદ્દ પૂર્ણ અનુભવ પ્રમાણસિદ્ધપણાના પૂર્ણ નિશ્ચયબળથી પિતાની હાથધમાં (૨–૨૧) આ અમર નેંધ કરતાં, આખું જગત સાંભળે એવા ડિડિમ નાદથી ઉદ્દઘષે છે“જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે, તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. આ પૂર્ણ અનુભવનિશ્ચય થયું છે એટલે જ પૂર્ણ આત્મઅનુભવના બળથી શ્રીમદ્દ, ખેડાના વેદાંતી પૂજાભાઈ સેમેશ્વર ભટ્ટને આત્માની અનેકતા બા. આમ પિતાને અનુભવઉત્તર આપે છે–
પ્ર–આત્મા છે? શ્રી. ઉ–હા, આત્મા છે. પ્ર–અનુભવથી કહે છે કે આત્મા છે?
ઉ. –હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તે અનુભવગેચર છે, તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગોચર છે, પણ તે છે જ. પ્ર જીવ એક છે કે અનેક છે? આપના અનુભવને ઉત્તર ઈચ્છું છું. ઉ–જી અનેક છે. પ્ર.જડ, કર્મ એ વસ્તુતઃ છે કે માયિક છે? ઉ–જડ, કર્મ એ વસ્તુતઃ છે, માયિક નથી. પ્ર.--પુનર્જન્મ છે? ઉ–હા, પુનર્જન્મ છે. પ્ર.–વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આ૫ માને છે? ઉ. ના.
આમ વેદાંતાદિનું ગર્ભિતપણે અપ્રમાણપણું અને જિનદર્શનનું પ્રગટ પ્રમાણપણું અનુભવ પ્રમાણસિદ્ધપણે પ્રકાશતો આ અનુભવઉત્તર (categorical reply) શ્રીમદે આ છે, તે જ પૂર્ણ આત્મનિશ્ચયાત્મક અનુભવઉત્તર ઉપદેશછાયામાં (અં. ૯૯૭–). પણ આપ્યો છે–
પ્ર.–આત્મા એક છે કે અનેક છે? ઉ.–જે આત્મા એક જ હોય તે પૂર્વે રામચંદ્રજી મુક્ત થયા છે, અને તેથી