________________
૬૧૨
અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદ્ સર્વથા નિરભિમાનપણે ઉઘષે છે કે આવું મૂળમાર્ગ ઉદ્ધારનું પરમ વિકટ કાર્ય આ કાળમાં જે કઈથી પણ કંઈ પણ બની શકે એમ હોય તે અમારાથી, અન્ય કેઈથી નહિં; કારણકે મૂળમાર્ગને લક્ષ પણ પ્રાયે અન્યત્ર નથી અને અત્ર પિતામાં તથા પ્રકારની પરમકૃત આદિ તથારૂપ ગુણગ્યતા છે એમ આત્મામાં દઢપણે ભાસે છે –સ્વસંવેદનથી અનુભવપ્રત્યક્ષપણે દેખાય છે.
જે એમ છે તે આ મૂળમાર્ગ ઉદ્ધારના સમર્થ ઉપકારને અર્થે સર્વસંગપરિત્યાગ કરી બહાર નિકળી પડવું જોઈએ—મહાભિનિષ્ક્રમણ કરવું જોઈએ, એ પોતાને દઢ નિર્ધાર જાહેર કરી, શ્રીમદ્ વર્તમાન પ્રારબ્ધોદય પ્રત્યે દષ્ટિ કરતાં, તે પિતાને પરમ ઈષ્ટ સર્વસંગપરિત્યાગ પિતાથી ક્યારે બની શકવાનું સંભવિત છે તેનું સ્વચ્છ નિખાલસ હૃદયે સામાન્ય સૂચન કરે છે–
“એ રીતે જે મૂળમાર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગપરિત્યાગ કરે ચોગ્ય, કેમકે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. વર્તમાન દશા જોતાં, સત્તાના કર્મો પર દષ્ટિ દેતાં કેટલાક વખત પછી તે ઉદયમાં આવવો સંભવે છે. અમને સહજ સ્વરૂપ જ્ઞાન છે, જેથી યોગસાધનની એટલી અપેક્ષા નહીં હોવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી, તેમ તે સર્વ સંગપરિત્યાગમાં અથવા વિશુદ્ધદેશપરિ. ત્યાગમાં સાધવા યોગ્ય છે. એથી લોકોને ઘણો ઉપકાર થાય છે. જો કે વાસ્તવિક ઉપકારનું કારણ તે આત્મજ્ઞાન વિના બીજું કંઈ નથી. હાલ બે વર્ષ સુધી તે તે યોગસાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યારપછીની કલ્પના કરાય છે. અને ૩ થી ૪ વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યાં હોય તે ૩૬ મે વર્ષે સર્વસંગપરિત્યાગી ઉપદેશકનો વખત આવે, અને લેકેનું શ્રેય થવું હોય તો થાય.”
આ પત્ર શ્રીમદનું રહ્યું વર્ષ પૂરું થવા આવ્યું હતું ત્યારે–સં. ૧૫રના ભાદ્રમાં રાળજથી લખાયેલો છે, એટલે હવે તરતમાં જે જેમ બને તેમ જલદી વ્યાપારવ્યવસાયમાંથી નિવૃત્ત થઈ, થોડો વખત વિશુદ્ધદેશપરિત્યાગમાં પૂર્વ તૈયારીરૂપે ગાળી લગભગ ૩૬મા વર્ષે સર્વ સંગ પરિત્યાગને શ્રીમદ્દ દઢ સંકલ્પ અત્ર દેખાઈ આવે છે.
એમ સર્વ સંગ પરિત્યાગ અંગેનો પોતાનો દઢ સંકલ્પ વ્યક્ત કરી અત્રે–નાની વયે માગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તાતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્યું ક્રમે કરીને તે ઉપશમ જેવી થઈ –એમ પૂર્વે પણ પોતાની સર્વ સંગ પરિત્યાગની તૈયારીને ઉલ્લેખ કરી શ્રીમદ્દ, લોકેના પરિચય-અનુભવ પરથી લેકે તરવાના કામી વિશેષ છે, તેમને તે યુગ બાઝે તો મૂળમાર્ગ પામે એવું છે એમ પોતાને દેખાયું તે જણાવે છે.—પણ કઈ કઈ લોકો પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલા, અને આ બાજુ તો સેંકડો અને હજારો માણસો પ્રસંગમાં આવેલા જેમાંથી કંઇક સમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સે એક માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લેકે તરવાના કામી વિશેષ છે, પણ તેમને તે રોગ બાઝત નથી. જે ખરેખર ઉપદેશક પુરુષને ચોગ બને તે ઘણુ