________________
મૂળમાર્ગઉદ્ધાર : “મૂળ મારગ સાભળે જિનને રે? જીવ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિને વિશેષ ઉદ્યોત થાય એવું છે.”-એમ દેખાવાથી કેઈ આ કાર્ય કરે તો સારું એમ દષ્ટિ દેતાં પરમ માર્દવભૂતિ નિરહં શ્રીમદને પિતા પ્રત્યે જ દષ્ટિ આવે છે તે દર્શાવે છે–“એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કેઈ કરે તો સારું. પણ દષ્ટિ કરતાં તે પુરુષ ધ્યાનમાં આવતા નથી, એટલે કંઈક લખનાર પ્રત્યે જ દષ્ટિ આવે છે. પણ શ્રીમદ્દ જેવા પરમ ગુરુ જગદગુરુ આ ગુરુપદની પરમ જોખમદારી પૂરેપૂરી સમજે છે, અને તે કાર્યની પિતાની પૂરેપૂરી યથાયોગ્યતા ન થાય ત્યાંસુધી તેની ઈચ્છા પણ ન કરવી એ પિતાને જન્મથી લક્ષપ્રગટ કરી પોતે હજુસુધી તેમજ વર્યા છે એમ પ્રગટ પ્રકાશે છે–પણ લખનારને જન્મથી લક્ષ એ છે કે એ જેવું એકે જે ખમવાળું પદ નથી અને પોતાની તે કાર્યની યથાયોગ્યતા જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી તેની ઈચ્છા માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તાવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કેઈને એક વ્રત-પચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છે, અને અમે ગુરુ છીએ એ ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તે કરવી એવી માત્ર કલ્પના છે.”
અને તેને પણ આડ નથી, પણ અનુકંપાદિથી તેવી વૃત્તિ કવચિત્ ઊઠે છે એમ નિષ્કારણકરણાસસાગર શ્રીમદ્દ જણાવે છે તેને ખરેખરો આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વર્તે છે તેથી ક્યારેક તે વૃત્તિ ઉઠે છે, અથવા અપાશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે.” એમ સફટિક જેવા સ્વચ્છ હૃદયે પિતાની અંતરવૃત્તિ સ્પષ્ટ જણાવી, શ્રીમદ્ પોતે ધારે છે તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ પિતાથકી મૂળમાગ ને પામે એમ સંભાવના દર્શાવે છે –“અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તે હજારો માણસ મૂળમાગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સળતને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એ અંગમાં ત્યાગ છે.” આ અંગે પિતાની અગ્નિપરીક્ષા કરી શ્રીમદ્દ પિતે પિતાને વારંવાર તાવી જુએ છે કે ધર્મ સ્થાપવાના મોટા માનની કૃપાથી પણ આવી વૃત્તિ કદાચ ઊઠે, તેમ તો નથી ને? એમ પોતાના આત્માને વારંવાર તાવી જોતાં શ્રીમદને દિવ્ય આત્મ સાક્ષી પૂરે છે કે તે વૃત્તિ નથી જ એ સ્પષ્ટ જણાવે છે—ધર્મ સ્થાપવા નું માન મોટું છે, તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણીવાર તાવી જતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઈક સત્તાગત રહ્યો હશે તે તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે.—જેનામાં માનાદિની સ્પૃહા હોય તે તો પોતામાં તેવી ચોગ્યતા ન હોય તો પણ ચાલ, હું જલદી જલદી માર્ગઉદ્ધાર કરી નાખું ને માન ખાટી જાઉં એવી ઉતાવળ કરી તે માટે ઝંપલાવે પણ ખરો, પણ અગ્નિપરીક્ષાથી આત્માને તાવી જેતા શ્રીમદને તે આવી માનાદિની પરમ નિસ્પૃહાની પરાકાષ્ઠા વર્તે છે, એટલે જ જ્યાં લગી તથારૂપ પૂરેપૂરી થાયેગ્યતા