________________
મૂળમાર્ગ ઉદ્ધાર : “મૂળ મારગ સાંભળે જિનને રે' ૬૧૫ ગુણગૌરવબહુમાન કરી વધાવી લે છે, પણ તેવા સેંકડો આચાર્યોને આંટી દે એવા અસાધારણ શક્તિસંપન્ન આપ જેવા આચાર્યોના આચાર્ય પરમ સમર્થ પરમ ગુરુને– પરમ જગદ્ગુરુને પામ્યાને અપૂર્વ અવસર પામી પરમ ધર્મલાભ લેવાની હાથમાં આવેલી સોનેરી તક અમે મૂર્ખ-મૂઢતાથી ગુમાવી દીધી! અફસોસ ! અફસોસ ! પણ થયું તે થયું, હવે પણ આ પૂર્વ પાપનું પ્રાયશ્ચિત્ત કરી અમે આપ પરમગુરુને યથાર્થ. પણે ઓળખી, આપે આ મૂળમાર્ગના ઉદ્ધારને પિકાર કર્યો, તેને અપૂર્વ લાભ ઊઠાવીએ તે પણ અમારાં ધનભાગ્ય!
આ સત્યધર્મના–મૂળમાર્ગના ઉદ્ધારની શ્રીમદ્દની તમન્ના કેટલી તીવ્ર છે તે આ પત્ર પછીના બીજા અમૃતપત્રમાં (અં. ૭૦૯) શ્રીમદૂના આ પરમ ભાવવાહી અંતરેદુગારમાં વ્યક્ત થઈ છે –“હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઈચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઈચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ.” આ ઈચ્છા કાર્યરૂપફળરૂપ પૂર્ણ થવી દુષ્કર છે એમ લખતાં શ્રીમદ્દ તેના કારણો અંગે આ માર્મિક ઉગાર લખે છે—“અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમકે અ૫ અલ્પ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણું ઊંડાં છે. મૂળમાર્ગથી લેકે લાખ ગાઊ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તે પણ ઘણું કાળને પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશ વર્તે છે.”
આવું મહાદુષ્કર આ મહાકાર્ય છે છતાં પરમશાસનેન્નતિચિત, શ્રીમદ્દ આ પરમાર્થરૂપ સત્યધર્મને-મૂળમાર્ગને ઉદ્ધાર કેમ કરવો, આ ધર્મઉન્નતિ કેમ કરવી, તે ઉન્નતિના સાધનોની સ્મૃતિ કરે છે–“ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરૂં છું–બાધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય, ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુગ,–આત્મવિદ્યાપ્રકાશ થાય. ત્યાગવૈરાગ્યનાં વિશેષપણુથી સાધુઓ વિચરે. નવતત્વ. પ્રકાશ. સાધુધર્મપ્રકાશ. શ્રાવકધર્મપ્રકાશ. વિચાર. ઘણું જીવોને પ્રાપ્તિ. –આવી દિવ્ય હતી શ્રીમની મૂળમાર્ગઉદ્ધારની ભાવના ! આવી ભવ્ય હતી શ્રીમદની મૂળમાર્ગ ઉદ્ધારની ચેજના !
“મૂળ મારગ સાંભળો જિનને રે. આ મૂળમાર્ગ શું છે? તેનું સંક્ષેપમાં પણ સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશનું દિવ્ય ગાન શ્રીમદે સં. ૧૫રના આશે શુદ ૧ માં લખેલા “મૂળ મારગ સાંભળે જિનને રે એ અલૌકિક કાવ્યમાં અપૂર્વ ભાવથી ગાયું છે. જિન-વીતરાગને મૂળમાર્ગ ઉદ્યોતિત કરતી આ મૂળમાર્ગ ગીતામાં પરમ ભાવિતાત્મા શ્રીમદે જિનને મૂળમાર્ગ અદ્ભુત ભાવથી સંગીત કર્યો છે. જિન–વીતરાગના દિવ્યધ્વનિના ઉપદેશને જાણે પ્રતિધ્વનિ કરતા હોય એવા આ દિવ્ય કાવ્યમાં જિન-વીતરાગમાર્ગના પરમારંગથી અસ્થિમજજા રંગાયેલા પરમ