________________
૫૯૪
અધ્યાત્મ રાજચંદ્ર દર્શન છે, આત્મા આત્મપ્રકાશ છે તેથી નિશ્ચયનયથી દર્શન છે.” આ નિશ્ચય-વ્યવહારની વાતમાં મુખ્ય એવી જે નિશ્ચય–પરમાર્થી—તત્ત્વની વાત વર્તમાનમાં પ્રાયે લગભગ ભૂલાઈ ગયા જેવી થઈ ગઈ હતી, પ્રાચે વિસર્જન જેવી થઈ ગઈ હતી, તેને શ્રીમદે અત્ર પુરુજજીવિત કરેલી પ્રત્યક્ષ થાય છે. આવી શ્રીમદ્દ જેવા પરમ જ્ઞાનીની આ શાસ્ત્ર પ્રમાણ અપૂર્વ વાણુને ભેદ તીવ્ર મુમુક્ષુ વિના-મહાબુદ્ધિમાન સુબુદ્ધિ વિના કેણ પામી શકે? કોણ કહી શકે? જેની બુદ્ધિની મંદતા-જડતા છે એવા અબુદ્ધિ વા દુબુદ્ધિ જન કેમ પામી શકે? કેમ રહી શકે?
પત્ર પ્રારંભે આટલો સામાન્ય નિર્દેશ કરી, સૌભાગ્યની પૃચ્છાના ઉત્તરમાં શ્રીમદ્ જણાવે છે કે મતિ-બુત આદિ જ્ઞાનના પંચ પ્રકાર સાચા છે–ખરેખર છે–પરમાર્થ. સત્ છે, કલ્પનારૂપ—ઉપમાવાચક નથી, પણ વર્તમાનમાં આત્મચારિત્રની તેવી તથારૂપ વિશુદ્ધિના અભાવે તે ખાસ દેખાતા નથી તેથી તે નથી એમ નથી, પણ ખરેખર પરમાર્થ સત્ છે-એમ સ્પષ્ટ ઉદ્ઘેષણ કરે છે–
જિનાગમમાં મતિ શ્રત આદિ જ્ઞાનના પંચ પ્રકાર કહ્યા છે. તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી, અવધિ, મન:પર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવદ જેવાં લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવાં યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. વર્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુલભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમેહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વત્ત તું જોવામાં આવે છે. સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિષે વર્તવા યોગ્ય છે, તેવા કાળમાં તે જ્ઞાનીની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવાયેગ્ય નથી. આત્મસ્વરૂપ વિચારતાં તે તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે, તે પછી અવધિ, મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે?”
આ પરમ અર્થગંભીર શબ્દો પરથી સમજાય છે કે-અવધિ આદિ જ્ઞાન આત્મચારિત્રની વિશુદ્ધિને આધીન છે,–આટલા વર્ષને દ્રવ્ય દીક્ષા પર્યાય થયે એવા કહેવાતા ચારિત્રપર્યાયને આધીન નહિ, પણ આત્માના શુદ્ધતારૂપ–નિષ્કષાયતારૂપ ચારિત્રપર્યાયને આધીન છે. જેમ જેમ સંજવલનાદિ કષાયની ન્યૂનતા થતી જાય-કષાયની માત્રા ઘટતી જાય, તેમ તેમ આત્મચારિત્રની વિશુદ્ધિ વધતી જાય અને તેવી તથારૂપ આત્મવિશુદ્ધિ થાય તો તે જ્ઞાન પ્રગટે. આવું વ્રતીના-આત્મચારિત્રીના સ્વરૂપનું જેને ભાન નથી એવાઓને તો આ આત્મવિશુદ્ધિનું ને તેને આધીન તે તે જ્ઞાનનું સ્વપ્ન પણ ક્યાંથી હોય? પણ અત્યંત નિકષાયતાને–વીતરાગતાને પામેલ શ્રીમદને દિવ્ય આત્મા તો તેવી આત્મચારિત્રવિશુદ્ધિને પામ્યું છે, એટલે જ આત્મઅનુભવના પરમ નિશ્ચયબળથી આ મહાન આત્મચારિત્રીના આ અનુભવવચન નિકળ્યા છે, અને આ અવધિ આદિ “વ્યવચ્છેદ જેવાં લાગે છે” “સર્વ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા છે માટે એમાં કંઈ પણ સંશય નથી” એમ પાંચે જ્ઞાનની સત્યતા માટે આ મહાન અનુભવજ્ઞાનીએ આ પરમ આત્મનિશ્ચયાત્મક ઉત્તર આપે છે અને એટલે જ શાસ્ત્રના