________________
૫૯૦
અધ્યાત્મ રાજચંદ્ર સર્વ કાળના સર્વ આત્માથીને પરમ અપૂર્વ માર્ગદર્શક થઈ પડે એમાં કંઈ આશ્ચર્ય નથી. એક અમૃતપત્રમાં (અં. ૭૧૦) શ્રીમદે આવી મુમુક્ષુને પરમ માર્ગદર્શક થઈ પડે એવી અપૂર્વ વિશદ તત્ત્વવાર્તા પ્રકાશી છે–
“આત્મા સચ્ચિદાનંદ. જ્ઞાનાપેક્ષાએ સર્વ વ્યાપક સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે. કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલનસ્વરૂપ હોવાથી. ભ્રાંતિ પણે પરભાવને કર્તા છે. તેના ફળને ભક્તા છે ભાન થયે સ્વભાવપરિણામી છે. સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. સદ્ગુરુ, સત્સંગ સલ્લાસ, સદ્દવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચી છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. ભ્રાંતિ પણે આત્મા પરભાવને કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હેવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભગવે છે. ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભેગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે.
- નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે ક્ષાયિક સમ્યકત્વ કહીએ છીએ. કવચિત્ મંદ, કવચિત તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષપશમ સમ્યકત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાંસુધી ઉપશમ સમ્યકત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યક્ત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના એગમાં સત્તાગત અલ્પ પુગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકત્વ કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શેક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ એગમાં તારતમ્ય સહિત જે કઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન....કેવળજ્ઞાન છે.”
અને છેવટમાં અત્રે એટલું ઉમેરવું યોગ્ય થઈ પડશે કે લોકસંસ્થાન–આ લોક પુરુષાકારે છે એ આદિ ગૂઢ રહસ્યભૂત બા. અંગે શ્રીમદે એટલું બધું પુષ્કળ મંથન કર્યું છે તથા એનું અંતર્ગત આધ્યાત્મિક રહસ્ય પ્રાપ્ત કર્યું છે અને તે સ્પષ્ટ શબ્દમાં પ્રકાશ્ય છે, કે આ ભાવે અધ્યાત્મદષ્ટિએ વિચારવા ચોગ્ય છે એવી આ પરમ ભાવિતાત્માની ખાસ ભલામણ મુમુક્ષુઓના હૃદયના અંતરાલને સ્પર્શી જાય છે. પત્રાંક ૭૧૪માં શ્રીમદે સ્પષ્ટ પ્રકાર્યું છે કે –“ભગવાન જિને કહેલા લકસંસ્થાનાદિ