________________
રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃતવારા
પર અત્યાર સુધી નિષ્ફળ નિવડેલા સાધનોની સાચી સફળતા કેમ થાય તેનું મુમુક્ષુને અપૂર્વ માર્ગદર્શન કરી આર્ષ દૃષ્ટા ગીશ્વર શ્રીમદે અપૂર્વ આત્મપુરુષાર્થ પ્રેરણા અત્ર કરી છે. (આ કાવ્ય અંગે સવિસ્તર વિવેચન સત અને સની પ્રાપ્તિના સદુપાય સજીવન મૂર્તિના પ્રકરણમાં (૭૫) કર્યું છે, એટલે તેનું અત્ર પિષ્ટપેષણ કરતા નથી.)
અને ૧૯૪૭ના ભાદરવા સુદ અષ્ટમીના દિને લખાયેલા ત્રીજા અમર મહાકાવ્યમાં –“જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ” એ અમર પંક્તિથી પ્રારંભાતા મહાકાવ્યમાં પરમ આત્મા શ્રીમદે દ્રવ્યાનુયેગના નિષ્કર્ષ—નીચોડરૂપ આત્મઅનુભવસિદ્ધ નિર્ધાર પ્રકાશ્ય છે; પ્રવચનસાર–સમયસાર આદિ દ્રવ્યાનુયોગના આકર ગ્રંથમાં વર્ણવેલી વસ્તુને આત્મઅનુભવના અસાધારણ બળવાળે અનુભવસિદ્દનિશ્ચય શ્રીમદે અત્રે થોડા પણ મહાગ્રંથાર્થગંભીર શબ્દોમાં ઉદ્ઘાળે છે, તે તેના ઊંડા અગાધ આશયગંભીર ભાવની દૃષ્ટિએ સેંકડે ગ્રંથ, કરતાં ઘણું ઘણું મહાન છે. (આ કાવ્યને ઉલ્લેખ ૩૯માં લેકપુરુષ રહસ્ય” પ્રકરણમાં કર્યો છે, એટલે એ અંગે અત્રે વિશેષ લખતા નથી.)
અને “જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળે એ પ્રવપંક્તિને રણકાર કરતા ચેથા અમર મહાકાવ્યમાં, “જો હેય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહિં, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહી —એમ વીરગજના કરી શ્રીમદે જ્ઞાનની સ્પષ્ટ સુરેખ વ્યાખ્યા પ્રકાશી છે. આ જીવ ને આ દેહ એ ભેદ જે ભાગ્યે નહીં તે “પચખાણ કીધાં ત્યાં સુધી મોક્ષાથ તે ભાખ્યા નહીં,'–આ કેવળ નિર્મળ ઉપદેશ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યો છે. ગ્રંથનું જ્ઞાન તે જ્ઞાન નથી, કવિચાતુર્ય તે જ્ઞાન નથી, મંત્ર તંત્ર તે જ્ઞાન નથી, ભાષા તે જ્ઞાન નથી, તેમજ તેવા તેવા અન્ય પ્રકારો પણ જ્ઞાન નથી; પણ જ્ઞાન તે જેને સંવેદનથી આત્મપરિણમી થયું છે એવા જ્ઞાનમાં જ સાક્ષાત્ મૂર્તિમાન છે. બાકી સત-છતું એવું જ્ઞાનસ્વરૂપ પ્રગટ પ્રાપ્ત કર્યા વિના પોતાની કલ્પનાથી કોટિ શાસ્ત્રોનું સર્જન પણ “માત્ર મનને આમળે જ છે, પણ જ્ઞાન નથી,–“નિજ કલ્પનાથી કેટિ શાસ્ત્રો માત્ર મનનો આમળા”. એક પણ વ્રત-પચ્ચખાણું નહોતું છતાં શ્રી શ્રેણિક મહારાજ આવતી ચોવીશીમાં પ્રથમ તીર્થંકર થશે, તેનું કારણ એક તેમનું નિશ્ચય આત્મસંવેદનરૂ૫ આત્મજ્ઞાન જ છે, એમ વચનટંકાર કરી પરમજ્ઞાનશ્રીસંપન્ન શ્રીમદ્ રાજચંદ્ર અત્રે જ્ઞાનનું સ્વરૂપ ઉદૂઘેખ્યું છે,–જે સર્વકાળના સર્વે મુમુક્ષુઓ કાન દઈને સાંભળે છે.
નહિં ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિચાતુરી, નહિં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા કરી; નહિં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળે.”—શ્રીમદ રાજચંદ્ર અં. ૨૬૭
આવા આ ચાર મહાકાવ્યરૂપ ચાર અમર કૃતિનું સર્જન પર્યુષણ સમયમાં અપૂર્વ મ-૬૭