________________
શ્રીમદ્દનું ગાંધીજીને માર્ગદર્શન
૫૬૧ પછી ગાંધીજીને આફ્રિકા જવાનું થયું. ત્યાં ડર્બનમાં તેમને કેટલાક હિતચિંતક સારા પ્રસ્તી મિત્રો મળ્યા હતા ને તેઓ તેમને પ્રસ્તી ધર્મની ખૂબીઓ દર્શાવી તે ભણું આકર્ષતા હતા. આ અંગે ગાંધીજીના હૃદયમાં ઘણું ધાર્મિક મંથન ચાલ્યું, એટલે શ્રીમદૂના વચન પર પૂર્ણ વિશ્વાસ હોવાથી તેમણે ર૭ પ્રશ્નો શ્રીમદ પર લખી પોતે શું કરવું? એ અંગે શ્રીમદ્દનું માર્ગદર્શન માગ્યું. અને શ્રીમદે તે ૨૭ પ્રશ્નોનું સમાધાન કરતા સુપ્રસિદ્ધ પત્રમાં (અં. પ૩૦) ગાંધીજીને તે અપૂર્વ માર્ગદર્શન પૂરેપૂરું આપ્યું. આત્મા શું છે? ઇશ્વર શું છે? મેક્ષ શું છે? ઈ. પ્રશ્નોથી માંડી, આર્યધર્મ, વેદ, ગીતા, યજ્ઞ, ઉત્તમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, બાઈબલ, ઈસુના ચમત્કાર, ભાવિ જન્મ, મુક્તપુરુષ, બુદ્ધદેવ, જગત્ સ્થિતિ, અનીતિ-સુનીતિ, ભક્તિ, કૃષ્ણાવતાર-રામાવતાર, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, એ સંબંધી પ્રશ્નો મૂકી, છેવટે “મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દે કે મારી નાખવે?”—એમ આ ૨૭ પ્રશ્નના શ્રીમદે જે પરમ મધ્ય સ્થતાથી પરમ અદૂભુત અલૌકિક ઉત્તર આપ્યા છે, તે એવા સચોટ સર્વસમાધાનકારી છે, કે તે સર્વ કાળના સર્વ જિજ્ઞાસુઓને મનન કરવા યોગ્ય અપૂર્વ માર્ગદર્શક દીવાદાંડી સમા-ટંકેલ્કીણું સુવર્ણ અક્ષરલેખ-શિલાલેખ સમા છે (Immortal inscription) શ્રીમદના આ અમૃતપત્રનું અન્ન સવિસ્તર દર્શન કરાવી શકાય એટલે અવકાશ નથી, તથાપિ દિગદર્શનરૂપ બે–ચાર ઉદાહરણ અત્ર આપશુંઃ
(૧) આત્મા શું છે? ઈ. એ પ્રથમ પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદ્દ લખે છે—જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એકસ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એ નિત્ય પદાર્થ છે, જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંગાથી બની શકે એમ જણાતું નથી. ૪૪ જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બંનેના અનાદિ સહજ સ્વભાવ છે. ૪૪ જ્ઞાનદશામાં, પિતાના સ્વરૂપમાં યથાર્થ બેધથી ઉત્પન્ન થયેલી દિશામાં તે આત્મા નિજભાવનો એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજ સમાધિ પરિણામને કર્તા છે. અને તે ભાવનાં ફળને ભક્તા થતાં પ્રસંગવશાત ઘટપટાદિ પદાર્થને નિમિત્તપણે કર્તા છે. અર્થાત્ ઘટપટાદિ પદાર્થના મૂળદ્રવ્યને તે કર્તા નથી પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાને કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જેને કર્મ કહે છે વેદાંત ભ્રાંતિ કહે છે, તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે....... (૨) ઈશ્વર શું છે? તે જગકર્તા છે એ ખરૂં છે? એ પ્રશ્નના સમાધાનમાં શ્રીમદ્દ લખે છે–અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છઈએ. તે જીવનું સહજ સ્વરૂપ એટલે કર્મ રહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્યા જેને વિષે છે તે ઈશ્વર કહેવા યોગ્ય છે અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે. ૪૪ ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કંઈ વિશેષ સત્તાવાળે પદાર્થ ઈશ્વર છે એમ નથી. એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે, તે જગકર્તા
રમ-૭૧