________________
૫૬૦.
અધ્યાત્મ રાજચંદ્ર આ સબોધપ્રતાપથી ગાંધીજી ખ્રીસ્તી ધર્મના અધિક આકર્ષણથી કેમ પાછા વળ્યા હતા એ ઇતિહાસસિદ્ધ સુપ્રસિદ્ધ હકીકત છે.
શ્રીમદને પ્રથમ દર્શનલાભ ગાંધીજીને વિલાયતથી હિંદમાં પગ મૂકતાં, સં. ૧૯૪૭ના જેઠ માસમાં (ઈ. સ. ૧૮૯૧ના જૂનમાં) મુંબઈમાં રેવાશંકર જગજીવનને ત્યાં મળ્યું. શ્રીમદૂના પ્રથમ દર્શને જ તેમના જ્ઞાન–ચારિત્રાદિ ગુણેથી તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા-પ્રતિભાથી અંજાઈ ગયા કે “તે ચારિત્રવાનું અને જ્ઞાની હતા એ તે તે પહેલી જ મુલાકાતે જઈ શક્યા અને વિશેષ પરિચયથી તેમને જણાયું કે– પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કઈને કઈ ધર્મપુસ્તક અને રજનિશી તો હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મ પુસ્તક ઉઘડે અથવા પેલી નેંધપોથી ઉઘડે. જે મનુષ્ય લાખના સેદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતે લખવા બેસી જાય તેની જાત વેપારીની નહિં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તે વખતનું શ્રીમદના બાહ્ય ભવ્ય વ્યક્તિત્વનું સુંદર શબ્દચિત્ર ગાંધીજીએ આલેખ્યું છે – તેમની ચાલ ધીમી હતી, અને જેનાર સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં પ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો, અત્યંત તેજસ્વી વિદ્યળતા જરાએ ન હતી. આંખમાં એકાપ્રતા લખેલી હતી. ચહેરે ગોળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર નહિં, ચપટું પણ નહિં. શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંતમૂર્તિને હતો. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહિં. ચહેરો હસમુખ અને પ્રફુલ્લિત હતું, જેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારે બતાવતાં કઈ દિવસ શબ્દ ગત પડયો છે, એમ મને યાદ નથી.” કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ કે વાક્યરચના તટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે. આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગ નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયને મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી, એમ મારી ઉપર છાપ પડી હતી. શ્રીમદૂના આત્યંતર વ્યક્તિત્વની– વિરાગ્ય અને વીતરાગતાની ઊંડી છાપ પણ ગાંધીજીના હૃદય પર પડી હતી, એટલે જ તેમણે શ્રીમદ્દ પ્રત્યેની સહજ ભાવઊર્મિ આ શબ્દોમાં ઠાલવી છે–“આપણે સંસારી જ છીએ, ત્યારે શ્રીમદ્દ અસંસારી હતા. આપણને અનેક નિઓમાં ભમવું પડશે, ત્યારે શ્રીમને કદાચ એક ભવ બસ થાઓ. આપણે મોક્ષથી દૂર ભાગતા હેઈશું, ત્યારે શ્રીમદ્દ વાયુવેગે મેક્ષ તરફ ધસી રહ્યા હતા. આમ શ્રીમદથી અત્યંત પ્રભાવિત થયેલા ગાંધીજી બે વર્ષ હિંદમાં રહ્યા, તે દરમ્યાન તેમને અવારનવાર શ્રીમદના પરિચયમાં આવવાના પ્રસંગ બન્યા અને શ્રીમદ્દ તરફથી માર્ગદર્શન પણ મળતું રહ્યું પરંતુ ગાંધીજીની મુખ્ય પ્રવૃત્તિ રાજદ્વારી અંગેની હતી, અને એ પ્રવૃત્તિ આડે શ્રીમદના સત્સંગલાભને વિશેષ અવકાશ-પ્રસંગ એમને ન મળવા પામ્યો.