________________
૫૮૨
અધ્યાત્મ રાજચ સાધુચરિત સાધુપુરુષ પરમ અહિંસક ભાવનિગ્રંથ જ્યાં વિચરતા હોય ત્યાં તેની સંનિ ધિમાં “વાતિયાં તત્તષિ જૈનારા_અહિંસાની પ્રતિષ્ઠા સતે તેની સંનિધિમાં વરનાશ હાય,-એ પતંજલિ સૂત્રનું સ્મરણ કરાવતો એક ચમત્કારિક પ્રસંગ બનવા પામ્યો હતો, તે રણછોડદાસભાઈએ મેંળે છે. જે વખતે રણછોડદાસભાઈ ધરમપુર સ્ટેઈટના ફોરેસ્ટ ઓફિસર હતા તે વખતની આ વાત છે : શ્રીમતુશ્રીની કારુણ્યવૃત્તિને એક દાખલો નેધ કરવાજોગ છે. તે એ કે જ્યારે ઉપર દર્શાવેલ પહાડી પ્રદેશમાં અમે સાથે રહેતા હતા, તે અરસામાં સં. ૧લ્પના ચિત્ર માસમાં અમારા રાજ્યકર્તાના મુલકમાં પોલિટિકલ એજંટ સાહેબને મુકામ થયે હતો. તેઓ સાહેબના સન્માન અર્થે શીકારની ગોઠવણ થઈ હતી. પણ જાનવરના સુભાગ્યે જ્યાં દયાનો અત્યંત નિર્મળ ઝરો વહેતો હોય ત્યાં દેવી રક્ષણ મળ્યા સિવાય કેમ રહે? એ બનાવને ગમે તેમ ગણવામાં આવે, પણ આટલું તો સત્ય ખાતર નેંધ કરવાની જરૂર છે કે જ્યાં સુધી શ્રીમતુશ્રીની સ્થિરતા એ મુલકમાં રહી ત્યાં સુધી શીકાર મળી શક્યો નહતો. શ્રીમતુશ્રીનું વિસર્જન થયું અને સાહેબ મેસુફનો મુકામ પાડોશી રાજ્યમાં થયો, જ્યાં પાછળથી શીકાર મળ્યાના સમાચાર સાંભળ્યા હતા.
ખંભાતવાળા મુમુક્ષુ ભાઈ શ્રી છોટાલાલ માણેકચંદને ૧૯૪૬ ના આશો વદમાં શ્રીમદના પ્રથમ દર્શન થયા, તેની નેંધ કરતાં શ્રી છોટાલાલભાઈ લખે છે કે—હું કૃપાળુ દેવની સન્મુખ દર્શન કરીને ઊભો રહ્યો કે સાહેબજીએ મને કહ્યું “અમે તમને જોયા છે.” હું જે જે સ્થળોએ, ગામેએ ગયેલો તેનાં નામ દઈ પૂછ્યું કે આ સ્થાને આ ગામે મને જોયો છે? સાહેબજીએ કહ્યું કે ના, ત્યાં નહીં. મેં પૂછ્યુંઆપે મને ક્યારે જોયેલો? તે વખતે સાહેબજી મૌન રહ્યા. અનુમાનથી મેં ધાર્યું કે સાહેબજીએ પૂર્વ ભવમાં મને જોયા હશે. પછી મુંબઈમાં દર્શન-સમાગમ બનેલ, તેમાં એક-બે પ્રસંગેની નેધ તેમણે કરી છે: (૧) અમે સાહેબજીના દર્શન કરી બેઠા. તેમની અત્યંત શાંત અને ગંભીર મુખમુદ્રાનું અવલોકન કર્યું. હજુ સુધી સ્મૃતિમાં આવે છે કે તે સાવ વીતરાગ દશા હતી. xx પરમ કૃપાળુદેવની વીતરાગતા મને અદ્દભુત ભાસતી હતી. તેઓશ્રી બહાર ફરવા જતા ત્યારે મને સાથે લઈ જતા. ચર્ની રોડની બાજુમાં સમુદ્ર કિનારે રેતીમાં તેમની સમીપમાં હું, મારા ભાઈ ત્રિભુવનભાઈ તથા ખીમજીભાઈ બેઠા હતા. સાહેબજીની અદ્દભુત વિરાગ્યદશા–વીતરાગતા આજે પણ સ્મૃતિમાં આવે છે, પણ વાણીમાં કહી શકતો નથી, તેમ લખવા સમર્થ નથી. (૨) એક વખત મુંબઇમાં શ્રી શાંતિનાથના દેરાસરે સાહેબ સાથે હું તથા ત્રિભોવનભાઈ ગયા હતા. શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાજી હતાં ત્યાં દર્શન કરવા ગયાં. હું સમીપ જ ઉભો હતો. મને સાહેબજીએ એકદમ વાંસાની બાજુએથી બન્ને કર પ્રહી સંબોધીને કહ્યું–‘જુઓ! જુઓ ! આ પ્રભુએ આખી દુનિયાથી આંખ મીંચી છે. તે વખતે મને અપૂર્વ ભાસ કરાવ્યું હતું, અને દેહુ આત્માનું ભિન્ન સ્વરૂપ તાદશ લાગતું હતું. અહો ! સાહેબજીનો