________________
પપ૦
અધ્યાત્મ રાજચંદ્ર પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વધમાનપણને પ્રાપ્ત થાય, તો જ તેને સત્પરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી, તે વૃત્તિ સજીવન થાય અને કઈ પણ જીવોને, પરમાર્થ સંબંધી જે માગે તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે? તથાપિ તેમ થવું બહુ દુલ્લભ જાણીએ છયે, અને તેનાં કારણે પણ ઉપર જણાવ્યાં છે.”
-કાળની કરુણ સ્થિતિ દેખી અનુકંપાથી દ્રવતા હૃદયે નિષ્કારણકરુણારસ સાગર પરમ કૃપાળુ શ્રીમદે અત્ર પત્રમાં પોતાનું હૃદયદ્રાવક અંતરુસંવેદન દાખવ્યું છે કે–દુઃખની આત્યંતિક-સર્વથા નિવૃત્તિને ઉપાય સર્વોત્તમ–સર્વથી ઉત્તમ એ જે પરમાર્થ છે, તે પરમાર્થ સંબંધી વૃત્તિ જે કંઈ પણ વધમાનપણને પ્રાપ્ત થાય–જીની પરમાર્થવૃત્તિ વધે, તે જ તેને સત્પરુષનું ઓળખાણ થાય; એટલે તે પરમાર્થવૃત્તિ સજીવન થાય–ફરી જીવંત થાય અને ઘણું જેને પરમાર્થ માર્ગ પ્રાપ્ત થાય એવી અનુકંપા નિષ્કારણ કરુણ પિતાના હૃદયમાં અખંડપણે રહ્યા કરે છે. તે પણ ઉપરોક્ત કારણેને લઈ તેમ થવું ઘણું દુર્લભ છે. અર્થાત્ હું પરમાર્થ પામું એવી પરમાર્થ પ્રત્યે પ્રેમચિનું વલણ ધરાવતી પરમાર્થ વૃત્તિ જેમાં ક્ષીણ થઈ ગઈ છે–ઊગતી નથી, પરમાર્થઈચ્છા–પરમાર્થજિજ્ઞાસા રહી નથી, સરળતા રહી નથી, આજ્ઞાંક્તિપણું રહ્યું નથી, ઈત્યાદિ ગ્યતારૂપ કારણોના અભાવને લઈ તેઓ પરમાર્થને–પરમાર્થ ઉપદેશને ઝીલી શકે એવી તેમની ગ્યતા પણ રહી નથી, તે પછી તેઓ પરમાર્થમાગને કેમ પામી શકે? એવી શોચનીય સ્થિતિ દેખી પિતાના હૃદયમાં અખંડ અનુકંપા રહે છે.
આવી પિતાને પ્રાપ્ત પરમાર્થમાર્ગને લાભ બીજા જીવને આપવા પરમકૃપાળુ શ્રીમદૂની પોતાની પરમ અનુકંપા છતાં અને પરમાર્થમાર્ગ પ્રકાશ કરવા પોતાની પરમ કરુણ છતાં, પરમાર્થચિંતાની ક્ષીણતાને લઈ લોકોને ઓળખાણ થવું અત્યંત વિકટ છે, એ દર્શાવતાં શ્રીમદ્ માર્મિક પિકાર કરે છે–
જે પુરુષનું દુલભપણું ચેથા કાળને વિષે હતું, તેવા પુરુષને જગ આ કાળમાં થાય એમ થયું છે. તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા છને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી ફુલ્લભ છે, અત્યંત દુલભ છે, અને કદાપિ પ્રતીતિ આવી છે તેમને જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહે ફુલ્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તો પણ એને સસંગ રહે દુલ્લભ છે. જે પરમાર્થનું મુખ્ય કારણ તો તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યાં છે જે કારણે તેને વધારે બળવાનપણે દેખીએ છયે અને એ વાત જેઈ ફરીફરી અનુકંપા ઉત્પન્ન થાય છે.”
–શ્રીમદ આ કાળમાં પોતે પરમાર્થપ્રાપ્તિમાં એકા (ace) છે–પોતાને પરમ પરમાર્થ. પ્રાપ્તિ થઈ છે, અને ચેથા આરામાં પણ પ્રાપ્ત થવા જે દુર્લભ છે એવા પરમ પરમાર્થ. પ્રાપ્ત પુરુષ પિતે છે, એવું આત્મસંવેદનમય નિરભિમાન આત્મભાન પિતાને છે, એટલે જ પરમ માદવમૂત્તિ આ પુરુષે ત્રીજા પુરુષમાં આ માર્મિક વચન કહ્યું છે-જે પુરુષના દુલભપણું ચોથા કાળને વિષે હતું, તેવા પુરુષને જોગ આ કાળમાં થાય એમ થયું