________________
રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃત
પ૧ મગામ, વૈ. વદ ૮થી જેઠ સુદ ૨ ઈડર, એમ કુલ ૮-૮ માસ શ્રીમદે વ્યાપારવ્યવસાયથી સર્વથા નિવૃત્તપણે નિવૃત્તિક્ષેત્રસ્થિતિ પણે ગાળ્યા. આ છે ૧૯૫૩ના વૈ. માસ સુધી શ્રીમદને નિવૃત્તિક્ષેત્રસ્થિતિસંબંધી સંક્ષિપ્ત ઈતિહાસ. તે પછી નિવૃત્તિક્ષેત્ર સ્થિતિ સંબંધી ઇતિહાસ અલગ પ્રકરણમાં આપવામાં આવશે.
તે તે સ્થળે શ્રીમદની નિવૃત્તિક્ષેત્રસ્થિતિ વેળાયે શ્રી સૌભાગ્યભાઈ, શ્રી ડુંગરશીભાઈ ગોશીઆ, તથા શ્રી અંબાલાલભાઈ આદિ ખંભાતના મુમુક્ષુઓ વગેરે પ્રાયઃ હાજર હતા; અને શ્રીમદ જેવા પરમ પુરુષના સાક્ષાત્ સત્સંગને અને ઉપદેશામૃતધારાને અનુપમ લાભ પામી કૃતકૃત્ય થતા; ધન્ય ધન્ય તે જીવ પ્રભુપદ વંદી હો જે દેશના સુણે જ્ઞાન-ક્રિયા કરે શુદ્ધ, અનુભવાગે હો નિજ સાધકપણે એવી ધન્ય દશા અનુભવતા. તે વખતની કેટલીક સમકાલીન (Contemporary) નેધ પ્રાપ્ત થાય છે. ખંભાતના મુમુક્ષુભાઈ છેટાલાલ માણેકચંદ પોતાની પરિચયમાં લખે છે–પૃપાળુદેવની મુખમુદ્રામાંથી જે ઉપદેશધ્વનિ ચાલતી તેથી સર્વને આનંદ આનંદ વ્યાપી જતો. સર્વ
તાજને શાંત થઈ જતાઅને આતુરતા રહ્યા કરતી કે જાણે સાહેબજીનાં વચનામૃત સાંભળ્યા જ કરીએ. ૪૪ સં. ૧૯૫૨માં કૃપાળુદેવ કાવિઠા પધાર્યા. ત્યાંથી રાળજ પધાર્યા હતા. રાળજમાં પજુસણ દરમિયાન રહ્યા હતા. પછી વડવા પધાર્યા હતા. ત્યાં લગભગ અઠવાડિયુંઅદ્ભુત બોધ થયો હતો. પછીથી ખંભાત અમારે ત્યાં પધાર્યા હતા. તે વખતે ૧૮ દિવસની સ્થિરતા થઈ હતી. સાહેબજી જે વખતે ઉપદેશ કરતા તે વખતે મારું મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. દરેક હૅલમાં લેક ભરાઈ જતા, જેથી પગ મુકવા જેટલી જગ્યા પણ રહેતી ન હતી, તેથી ઘણા લોકો નીચે ઊભા ઊભા સાંભળતા હતા. પૂછવા ધારીને આવેલા સર્વનું સમાધાન ઉપદેશમાં જ થઈ જતું, જેથી લોકો આશ્ચર્ય સહિત આનંદ પામતા, અને વિચાર કરતા કે જાણે આપણું મનના ભાવ તેઓશ્રીના જાણવામાં આવી ગયા ન હોય !” કાવિઠાના શેઠ ઝવેરભાઈ ભગવાનભાઈ પોતાની પરિચયોંધમાં લખે છે–પરમકૃપાળુદેવ સં. ૧૯૫રના ચોમાસામાં શ્રાવણ વદ ૧ ની લગભગ કાવિઠા પધાર્યા તે વખતે દર્શનનો પ્રથમ લાભ થયો. ધોરીભાઈ બાપુભાઈ XX સાંજના આવ્યા તે વખતે મેં કહ્યું કે, કઈ કેવલી જેવાં વચનવાળા મહાત્મા અત્રે પધારેલા છે. ૪૪ દરરોજ સવાર, બપોર ને સાંજ ઉપદેશ ચાલતો હતો. વનક્ષેત્રે પધારતા ત્યાં પણ તે જ વાતચીત ચાલતી. તે વખતે અત્રે દિન ૧૦ બિરાજ્યા હતા. પશુષણ પહેલાં શ્રા. વ ૧૧ ના રાળજ પધાર્યા હતા, રાળજથી કૃપાળુદેવ વડવા પધાર્યા. ત્યાં છ સાત દિવસ સ્થિતિ કરી હતી. વડવામાં એક વખતે ખંભાતથી લગભગ એક હજાર માણસે આવેલા અને સાતે ય મુનિઓ પણ પધાર્યા હતા.' શંકરભાઈ અજજીભાઈ ભગત પિતાની સેંધમાં લખે છે—ઝવેરશેઠના (કાવિઠા) મેડા ઉપરથી કૃપાળુદેવ રાત્રે કેઈને કહ્યા વગર એકલા ચાલ્યા જતા હતા. તેની ખબર રાખવા લલ્લુભાઈ કરીને એક બારેયાને શેડે રાખેલે. તેને દાદર આગળ સુવાડતા. પણ કૃપાળુદેવ તે રાતના એક બે વાગે જંગલમાં ચાલ્યા જતા. પેલે માણસ જાગીને જુએ ત્યાં કૃપાળુદેવ મેડા પર ન મળે એટલે શેઠ ઝવેરચંદ,