________________
૫૦.
અધ્યાત્મ રાજચંદ્ર જીવ-અજીવ–પુણ્ય-પાપ–આસવ–સંવર-નિર્જરા–અંધ–મેક્ષ એ નવતત્વની સંકલમાં સમજાય છે, સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પ્રતીતિ ઉપજે છે, એટલે આ છ પદને સમ્યગદર્શનના “મુખ્ય—પ્રધાન અથવા ખરેખરા પરમાર્થ સત્ નિવાસભૂત જ્ઞાનીપુરુષોએ અનુભવસિદ્ધપણે કહ્યાં છે. એવાં આ છ પદ અત્રે આ પદપત્રમાં સંક્ષેપમાં -ટૂંકામાં પણ તેને સમગ્ર સંપૂર્ણ ખ્યાલ આવી જાય એમ જણાવ્યાં છે. આ છ પદ કોને જણાય છે? જે સમીપમાં મુક્તિએ જનાર છે એવા સમીપમુક્તિગામી-નિકટમાં મોક્ષ પામનારા ખરેખરા મુમુક્ષુ જીવને સહજ વિચારમાં આ છ પદ સપ્રમાણુ–પ્રમાણ ભૂત થવાયેગ્ય છે, તેને સર્વ વિભાગે-સર્વ પ્રકારે વિચાર વિસ્તાર થઈ તેના આત્મામાં સઅસને ભેદ જાણુવારૂપ-ભેદવિજ્ઞાનરૂપ વિવેક થવાયેગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત-નિઃસંશય નિશ્ચયરૂપ છે, એમ પરમ પ્રમાણભૂત આત્માનુભવી પરમજ્ઞાની પરમ પુરુષ અનુભવસિદ્ધપણે નિરૂપણ-પ્રતિપાદન કર્યું છે.
એમ એની પરમ પ્રમાણતા દર્શાવી, આ છ પદના વિવેકનું સ્વરૂપસમજણરૂપ પ્રયજન પ્રકાશે છે–એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.”—અનાદિથી આ જીવને આત્મસ્વરૂપના અજ્ઞાનરૂપ–અજ્ઞાનદશારૂપ સ્વપ્નદશા વતી રહી છે. એને લીધે સ્વપ્નના મિથ્યાભાસની જેમ આ દેહ-ગૃહ આદિ આત્મબાહ્ય પદાર્થો હુંપણે-હારાપણે અસત્ક૯પનાથી દેખાવારૂપ સ્વપ્નદશા વતે છે. સ્વપ્નમાં દીઠેલી વસ્તુ જેમ જાગૃત અવસ્થામાં દેખાતી નથી, મિથ્યા જણાય છે, તેમ અજ્ઞાનરૂપ સ્વપ્નદશામાં દેખાતી આ દેહાદિ અસત્કલ્પના આત્મજાગૃતિરૂપ જ્ઞાનદશામાં વાસ્તવિક દેખાતી નથી, મિથ્યાભાસરૂપ જણાય છે. આવી આ અજ્ઞાનરૂપ સ્વપ્નદશાને લીધે આત્મબાહ્ય પરવતુમાં આ હું છું એ અહંભાવ–આ હારી છે એ મમત્વભાવ જીવને ઉત્પન્ન થયેલ છે, તે નિવૃત્ત થવાને અર્થે–પાછો વાળવાને અર્થે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી છૂટી સ્વસ્વરૂપ પ્રાપ્તિ કેમ થાય તે બતાવે છે – તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજમાત્રમાં તે જાગૃત થઈ સમ્યગદર્શનને પ્રાપ્ત થાય, સમ્યગદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેક્ષને પામે.” તે દેહ-ગૃહાદિ આત્મબાહ્ય વસ્તુમાં અહંભાવ-મમભાવની હું પાણ-મારાપણાની અજ્ઞાનદશારૂપ સ્વપ્નદશાથી રહિત માત્ર કેવળ પિતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજમાત્રમાં-લીલામાત્રમાં વિના પ્રયાસે તે જાગ્રત થઈ સમ્યગદર્શનને પામે, અને સમ્યગદર્શનને પામી આત્મા પોતે પિતાના સ્વભાવને વિષે સ્થિતિ કરે એવા સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. અર્થાત-જ્યાંલગી નિદ્રાધીન-ઊંઘમાં પડેલ પુરુષ અસકલ્પનારૂપ-મિથ્યાભાસરૂપ સ્વપ્નને સાચું માને ત્યાંલગી તે જાગે નહિં અને જાગે ત્યારે તે નિદ્રા દૂર થઈ ગમે તેટલા લાંબા સ્વપ્નને ઊડી જતાં વાર લાગે નહિં, તેમ અજ્ઞાનનિદ્રામાં પડેલે જીવ પરવસ્તુમાં અહં-મમભાવની અસકલ્પના