________________
પદને અમૃતપત્ર
૫૩૭ શ્રીમદ કેવો ભાર મૂકે છે. ગાંધીજી પરના પત્રમાં (અં. પ૭૦) પણ શ્રીમદ્ મુમુક્ષને આ છ પદના અભ્યાસની તેવી જ વિચારપ્રેરણા કરે છે–આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મને કર્તા છે, આત્મા કર્મને ભક્તા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે, એ જ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.” ઈત્યાદિ.
અને શ્રીમદે પિતે તો આ છ પદ સંબંધી પરમ ગંભીર તત્ત્વવિચાર કેટલે કર્યો છે, તે તેમની હાથધના (૨-૩૪,) આ ઉલ્લેખ પરથી સ્વયં સૂચિત થાય છે? “સમ્યક્દર્શન સ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માથી જીવે અતિશય કરી વિચારવા ઘટે છે. આત્મા છે એ અતિપ, કેમકે પ્રમાણે કરી તેનું પ્રસિદ્ધપણું છે. આત્મા નિત્ય છે એ નિરાઘવ. આત્માનું જ સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, તેમ તેને વિનાશ સંભવતા નથી. આત્મા કર્મને કર્તા છે; એ ઉત્તપત્ર આત્મા કર્મને ભક્તા છે. તે આત્માની મુક્તિ થઈ શકે છે. મોક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે.” (હા. ને. ૨-૩૪). શ્રીમદે આ છ પદને આ પરમ ગંભીર તત્ત્વવિચાર કર્યો છે, એટલું જ નહિં પણ તેને તેમને કે અનન્ય આત્મનિશ્ચય થયે છે, તે તેમની હાથધના આ અનુભવઉદ્ગાર સ્વયં પ્રકાશે છે–“જીવના અસ્તિત્વ૫ણને તે કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં ચૈતન્યપણના ત્રિકાળ હોવાપણાને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કઈ પણ પ્રકારે બંધદશા વતે છે એ વાતને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના નિત્યપણાને, ત્રિકાળ હોવાપણાનો કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતને કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મેક્ષપદ છે એ વાતને કઈ પણ કાળે સંશય નહીં થાય.”
આમ આ વર્ષદનું પરમ ગંભીર તત્વમંથન કરતા શ્રીમદ્દને તેને આવો નિઃસંશય આત્મનિશ્ચય થયે છે, અને તેની વાલેપ છાપ તેમના આત્મજીવન પર પડી છે, એટલું જ નહિં પણ તેના ફલપરિપાકરૂપ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ-શુદ્ધ આત્મસિદ્ધિ તેમને અનુભવસિદ્ધ થઈ છે, અમૃતસિંધુ આત્માની અમૃતાનુભૂતિ થઈ છે. આવા અનુભવસિદ્ધ સમ્યગદર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસભૂત આ પદ પ્રત્યે શ્રીમદ્દને ભાવ-અમૃતસિંધુ એટલે બધે ઉલસાયમાન થયે છે, કે તે આ વર્ષદના પરમ ભાવવાહી અમૃતપત્રમાં સહજ આત્મભાવદુગારરૂપે છલકાયો છે, અને આ છલકાયેલા અમૃતસિંધુને ધેધ એટલે બધા બળવાન હૃદયભેદી છે કે તે ગમે તેવા પાષાણ હૃદયને પણ ભેદી નાંખે એ ને પાષાણને પણ પલ્લવ આણે એવો અમૃત સિંચનારે છે. ખરેખર ! જે આ અમૃતપત્રમાં શ્રીમદે વહાવેલા અમૃતસિંધુમાં નિમજજન કરે વા આ અમૃતસિંધુનું બિન્દુ પણ ચાખે તે અમૃતપથને પામે એવું અપૂર્વ દૈવત આ અમૃતપત્રમાં પ્રગટ અનુભવાય છે. અ-૬૮