________________
રાળજઆદિ નિવૃત્તિક્ષેત્રે ઉપદેશામૃત
૫૩૫ એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સદ્દવિચારરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારે તાળાને લાગે છે. ૪૪ મેટા વરઘોડા ચઢાવે, ને નાણું ખર્ચે; એમ જાણીને કે મારૂં કલ્યાણ થશે, એવી મોટી વાત સમજી હજાર રૂપિયા ખચી નાંખે. એક પૈસે બોલી ભેગો કરે છે, ને સામટા હજાર રૂપિયા ખર્ચી નાંખે છે! જુઓ, જીવનું કેટલું બધું અજ્ઞાન! કંઈ વિચાર જ ન આવે !”
આમ સહૃદય શ્રોતાના હૃદય સેંસરા ઉતરી જાય અને ગંભીર વિચાર કરતા કરી મૂકે એવા હૃદયભેદી સેંકડો વેધક વચને જ્ઞાનાવતાર શ્રીમદે આ પરમ અદ્ભુત ઉપદેશામતધારામાં વહાવ્યા છે, અને પરમ આત્મપુરુષાર્થી આ પરમ પુરુષે અત્ર સ્થળે સ્થળે ઉદ્દઘેલા આ પરમ આત્મપુરુષાર્થની ઉદષણ કરતા ઉદ્બોધક વચને તે સર્વ કાળના સર્વ આત્માર્થી મુમુક્ષુઓએ હૃદયમાં કતરી રાખવા યોગ્ય છે—
“તમે માન્ય છે તે આત્માને મૂળ સ્વભાવ નથી; તેમ આત્માને કમેં કાંઈ સાવ આવરી નાંખ્યો નથી. આત્માના પુરુષાર્થધર્મને માર્ગ સાવ ખુલે છે. ૪૪ અનંત કાળના કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે, તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચે લાવવાને લક્ષ રાખ. ૪૪ અનાદિ કાળના અજ્ઞાનને લીધે એટલે કાળ ગયો તેટલે કાળ મોક્ષ થવા માટે જોઈએ નહીં, કારણકે પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે ! સમ્યગદષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચે લાવે, અર્થાત્ સમ્યક્ત્વ આબે જીવની દષ્ટિ ફરી જાય. * અજ્ઞાનીઓ આજ કેવળજ્ઞાન નથી, મોક્ષ નથી એવી હિનપુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હીન પુરુષાર્થનાં વચને કહે છે. પંચમકાળની, ભવસ્થિતિની, દેહદુર્બળતાની કે આયુષ્યની વાત કયારેય પણ મનમાં લાવવી નહીં; અને કેમ થાય તેવી વાણું પણ સાંભળવી નહીં. કેઈ હીનપુરુષાથી વાત કરે કે ઉપાદાનકારણ–પુરુષાર્થનું શું કામ છે? પૂવે અશે ચા કેવલી થયા છે. તે તેવી વાતોથી પુરુષાર્થહીન ન થવું, સત્સંગ ને સંસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જે પોતાની મેળે કલ્યાણ થતું હોય તે માટીમાંથી ઘડે થે સંભવે. લાખ વર્ષ થાય તે પણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં. તીર્થકરને રોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થ રહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે ચેગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીને વેગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરે તે આ ચોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરે; અને તે જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ–પુરુષાર્થ શ્રેષ્ઠ છે. એમ નિશ્ચય કરે કે પુરુષના કારણ–નિમિત્તથી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કઈ જીવ તરે નહીં. અા કેવલીને પણ આગળપાછળ તેવો રોગ પ્રાપ્ત થયે હશે. સત્સંગ વિના આખું જગતું ડૂબી ગયું છે ! × ૪ આત્મા પુરુષાર્થ કરે તે શું ન થાય? મોટા મોટા પર્વતના પર્વતે છેદી નાંખ્યા છે, અને કેવા કેવા વિચાર કરી તેને રેલવેના