________________
ઉપદેશબેધા ઉપદેશધરૂપ શાસવાંચનને ઉપદેશ પર પણ મતની દષ્ટિએ નહિં પણ સની દષ્ટિએ મુખ્યપણે વૈરાગ્ય-ઉપશમના હેતુએ જ કરવા યોગ્ય છે એવું વારંવાર સ્પષ્ટ માર્ગદર્શન પણ કર્યું હતું.
આ જ હેતુ સ્પષ્ટ કરતા શ્રીમદ્ આ જ પત્રમાં (અં. ૫૦૦) લખે છે—ગવાસિષ્ઠાદિ ગ્રંથની વાંચના થતી હોય તો તે હિતકારી છે. ૪૪ શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા એગ્ય છે. એક પ્રકાર ઉપદેશને અને બીજો પ્રકાર સિદ્ધાંતને છે. ૪૪ વેદાંત અને જિનાગમ એ સૌનું અવલોકન પ્રથમ તે ઉપદેશજ્ઞાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કરવું ઘટે છે. ૪૪ સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્દગુરુથી કે સલ્લાસથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દઢ થવું ઘટે છે, કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વિરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષોપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવમાં અસંગદશા આવે તે આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે, અને તે અસંગદશાને હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે, જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણું શાસ્ત્રોમાં કહેલ છે–વિસ્તારેલ છે; માટે નિઃસંશયપણે ગવાસિષ્ઠાદિ વૈરાગ્ય, ઉપશમના હેતુ એવા સદૂગ્રંથે વિચારવા ગ્ય છે.” આ જ વસ્તુ પુષ્ટ કરતાં શ્રીમદ બીજા પત્રમાં (અં. પ૧૩). મુનિને લખે છે –“ગવાસિષ્ઠાદિ ગ્રંથ વાંચવા વિચારવામાં બીજી અડચણ નથી. અમે આગળ લખ્યું હતું કે ઉપદેશગ્રંથ સમજી એવા ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. ઘણું કરી તેવા ગ્રંથ વિરાગ્ય અને ઉપશમને અર્થે છે. સિદ્ધાંતજ્ઞાન સપુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણ ઉદ્ભવ થવાને અર્થે ગવાસિષ્ઠ, ઉત્તરા ધ્યયન, સૂત્રકૃતાંગાદિ વિચારવામાં અડચણ નથી, એટલી સ્મૃતિ રાખજે.” દેવકરણજીને જૈન શાસ્ત્રોને અભિનિવેશ હતો અને કંઈક અંશે પિતાના જાણપણાનું અહંતારૂપ અભિમાન હતું તે છોડાવવા અને વૈરાગ્ય ઉપશમ જોડાવવા પરમાર્થ આશયથી પરમાર્થમૂત્તિ શ્રીમદ્ પુનઃ પત્રમાં (અં. પ૨૬) માર્મિક ઉપદેશ કરે છે –
“ગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરુષનાં વચન છે તે સૌ અહંવૃત્તિને પ્રતીકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કપાઈ છે, તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું, એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે; અને તે જ વાક્ય ઉપર જીવે વિશેષ કરી સ્થિર થવાનું છે, વિશેષ વિચારવાનું છે, અને તે જ વાક્ય અનુપ્રેક્ષાગ્ય મુખ્ય પણ છે. તે કાર્યની સિદ્ધિને અર્થે સર્વ સાધન કહ્યા છે, અહંતાદિ વધવાને માટે, બાહ્ય ક્રિયા કે મતના આગ્રહ માટે, સંપ્રદાય ચલાવવા માટે, કે પૂજાલાઘાદિ પામવા અથે, કેઈ મહાપુરુષને કંઈ ઉપદેશ છે નહીં, અને તે જ કાર્ય કરવાની સર્વથા આજ્ઞા જ્ઞાની પુરુષની છે. પિતાને વિષે ઉત્પન્ન થયે હેય એ મહિમાગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજ દેષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે. ઈત્યાદિ.
પણ ગવાસિષ્ઠાદિ વેદાંત ગ્રંથોના વાંચનથી દેવકરણુજી વેદાંતના આગ્રહી અને પક્ષપાતી બનવા લાગ્યા, એટલે લાલુજીએ શ્રીમદ પાસે આ વસ્તુ નિવેદન કરતાં