________________
મુમુક્ષુઓને માર્ગદર્શન આત્માર્થ અમૃતપાન
૫૧૭ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવયપણું જોઈને ઘણે જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચા મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી એ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા ગ્ય છે.” (નં. ૮૧૯).
આમ સર્વ કાળના સર્વે મુમુક્ષુઓને અપૂર્વ માર્ગદર્શન કરતા આ હૃદયમાં કોતરી રાખવા ગ્ય સુવર્ણસૂત્રોના અમૃત કળશ ભરી શ્રીમદે મુમુક્ષુઓને પરમ આત્માર્થ અમૃતપાન કરાવ્યું છે, અને આ સુવર્ણ સૂત્રોના અમૃતકળશમાં પણ પરમ અમૃતકળશ સમાન આ ટંકેત્કીર્ણ સુવર્ણસૂત્રમાં તે શ્રીમદે મુમુક્ષુઓને પરમ આત્માથપાન કરાવવાની અવધિ જ કરી છે
અનંતવાર દેહને અથે આત્મા ગાન્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાથની કલ્પના છાડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરવો, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. (અંક૭૧૯).
પ્રકરણ સીતોતેરમું મુનિઓને શ્રીમનું માર્ગદર્શન શ્રીમદને પ્રથમ સાક્ષાત્ સમાગમ ખંભાતમાં સં. ૧૪૬ ના આશે વદમાં થયા પછી અને મુંબઈમાં બીજા સમાગમ પછી પણ અંતરાલકાલમાં પક્ષપણે પત્ર વાટે પરમાર્થસંભાળ લેતા શ્રીમદ્દ લલુછમુનિ દેવકરણછમુનિ આદિને માર્ગે ચઢાવવા
ગ્યતાવૃદ્ધિ-“સત્ ભક્તિ આદિ યથાયોગ્ય બોધરૂપ માર્ગદર્શન આપતા, તેમજ તેમના બાહ્ય મુનિ ધર્મના આચારની યક્ત ઉચિત મર્યાદામાં રહી વર્તામાન સંજોગોમાં કેમ વર્તવું તેનું આનુષંગિક દિશાદર્શન પણ કરાવતા. જેમકે—લલ્લુજી મુનિના પરમ ભક્તિરસથી લસલસતા પત્રના ઉત્તરમાં શ્રીમદ્ મુંબઈથી કા. શુ. ૧૪, ૧૯૪૭ના દિને લખેલા પ્રથમ મંગલપત્રમાં જ લખે છે –
અનંતકાળથી પિતાને પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ, અદ્દભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં થનની ગતિ ક્યાંથી હોય? નિરંતર ઉદાસીનતાને કમ સેવ; પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોનાં ચરિત્રનું સ્મરણ કરવું, પુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું, પુરુષોની મુખાકૃતિનું