________________
અધ્યાત્મ રાજચંદ્ર
પછી શ્રી હડમતાલે સવારમાં હું પહેાંચ્યા, ત્યાં મ્હાર કૂવાની પાસે સાહેબજી તથા સાથે પચીશેક મુમુક્ષુભાઈ બેઠા હતા, ત્યાં જઇ પગે લાગી સૌની પછવાડે બેસી ગયા. થાડીવાર સાહેબજીએ મારા સામું જોયા કર્યું". પછી તરત ત્યાંથી ઊઠી જ્યાં ઉતારા હતા ત્યાં ગયા. ×× હું ઉડી ચાલવા માંડયો. એટલે પૂજ્યશ્રીએ કહ્યું-મણિલાલ ! તું કેમ જાય છે? તારા માટે બધાને રજા આપું છું. એટલે હું બેઠો. પછી સાહેબજી પેાતે ઉઠયા અને કહ્યું મ્હાર ચાલેા. એટલે હું શ્રી સેાભાગ્યભાઈ તથા ડુંગરભાઇ શ્રી સાહેબજી પાછળ ચાલ્યા. તે મકાનની ખડકી પાસે પહાંચ્યા ત્યાં ભાઈશ્રી કેશવલાલ નથુભાઇએ દૂધના પ્યાલે! લઇ સાહેબજીને પીવા માટે આમત્રણ કર્યું. લગભગ એ મીનીટ ત્યાં ઉભા રહ્યા. પૂજ્યશ્રીએ કહ્યું દૂધ પીવાના વખત રહ્યો નથી, કેમકે જમ વાને વખત થવા આવ્યેા છે; અને આ મણિલાલે એટાદથી ચાલતી વખતે દૃઢ પ્રતિજ્ઞા કરી છે કે મારા મનના ખુલાસેા મારા વગર મેલ્યે કરી આપે તે પછી મારે અનાજ ખપે. તા તે માણસ જમવા બેસે નહી', તેા આપણાથી કેવી રીતે બેસી શકાય ? માટે તેમના ખુલાસે વહેલાસર કરવા તે ઠીક છે.
૧૬
તે
ત્યાંથી પછી બહાર ચાલતા થયા. પ્રથમ સાહેબજી ચાલતા હતા. પછવાડે હું તથા બીજા ત્રણ ચાર મુમુક્ષુએ સાથે જતા હતા. તે દરમ્યાન સાહેબજીએ પાછું વાળી જોયું. પૂજ્યશ્રીએ કહ્યુ——બધાનું સાથે કામ નથી. સૌ ઉભા રહ્યા, ત્યાં હું પણ ઉભે રહ્યો. પૂજ્યશ્રીએ કહ્યું-મણિલાલ ! તું ચાલ. પછી અમે ચાલતાં ચાલતાં એક ગાઉ દૂર ગયા. વખતે હું કંઇ પણ ખેાલ્યા વગર ચાલતા હતા. પૂજ્યશ્રીએ કહ્યું—મણિલાલ ! જ્યારે શ્રી હડમતાલે આવવું હતું અને તે વખતે તારા વડીલ પાસે રજા મેળવવા ભાવનગર કાગળ લખેલા. પ્રથમ જવાબમાં ના આવવાથી શા માટે દીલગીર થયા? ને તારા ઘરની મેડી ઉપર એકલેા બેસી રાયા. તને અમે સ. ૧૯૪૮ની સાલના પત્રથી જણાવ્યું હતું કે એટલામાં અમારૂં નજીકમાં આવવાનું થશે, એ વખતે સમાગમ થશે. તે વાત ચાસ હતી. છતાં તારે દીલગીર થવાનુ કઇ કારણ નહેાતું. તારે અહીં આવવાનું નિમિત્ત હતું જ. મેં કહ્યું—સાહેબજી ! આપ નજીકમાં પધાર્યા છતાં અને દર્શનના લાભ ન થાય તા હું જેવા નિર્ભાગી કાણુ ? એમ વિચારથી મને આંસુ આવી ગયા હતા.
તે પછી ત્યાંથી પાછા ફરતાં કેટલીક ગુપ્ત વાતા કે જે મારા એક સિવાય કોઈ પણ જાણતું હતું નહીં, તે તમામ કૃપાળુશ્રીએ પેાતાની મેળે સર્વે મને કહી બતાવી. તેની સાથે ચેાગ્ય શિખામણેા આપી. શ્રીકૃપાળુશ્રી દરેક ખાખત પેાતાની મેળે કહેતા, ફક્ત હું હાજી કે નાજી એટલે જ જવાબ આપતા.
ત્યાંથી પાછા ફરી ગામની નજીક પાદરમાં એક ઘણું કરી લીખડાનું ઝાડ હતું, ત્યાં આવીને ઊભા રહ્યા. પૂજ્યશ્રીએ કહ્યું-મણિલાલ ! અહી` બેસશુ. મે' કહ્યું–જેવી આજ્ઞા. પછી ત્યાં બેઠા, અને ધમ ઉપદેશની વાતા કરતા હતા. -તેવામાં એાટાદના રહેવાસી ભાવસાર આણુ દજી મારારજી ઉંમર વર્ષે આશરે (૫૫)ની હતી, તેએ તે જ દિવસે દ”ન ફરવા આવેલ; અને તે ફક્ત અમારી અને તેની નજર પડી શકે તેટલે દૂર ગામને ઝાંપે