________________
મુનિ લલ્લુજી ને દેવકરણજી શ્રીમદ્દ સમાગમલાભ
૨૯ આવે છે તે કલ્યાણકારી અને હિતકારી છે.” અને લલુજી મુનિને કહ્યું- હે મુનિ ! તમે છ પદને પત્ર મુખપાઠ કરો, અને તેને વિચારજો.” એમ કેટલેક બોધ કરી શ્રીમદ એકાદ દિવસ રોકાઈ મુંબઈ પધાર્યા.
પછી સુરતમાં સં.૧૯૫૦નું ચાતુર્માસ પૂર્ણ થયે મુનિએ સુરતની પાસેના કઠેર ગામે ગયા. ત્યાં મુનિઓની વિજ્ઞપ્તિથી એક વખત શ્રીમદ પધાર્યા, ઉપાશ્રયે મેડા પર ઉતર્યા. ખંભાતથી અંબાલાલભાઈ તથા પોપટલાલભાઈ (નાળિયેરવાળા) પણ આવ્યા હતા. વિનયાદિગુણસંપન્ન લલ્લુજી તથા દેવકરણજી ઉપર શ્રીમદ્દ સમીપે ગયા; શ્રીમદે દેવકરણજીને ઉદ્દેશીને ઘણો બોધ કર્યો. ત્રીજા મુનિ ચતુરલાલજીને શ્રીમદ્ પ્રત્યે કંઈક “કરડી' ટુરિઝ હેઈ નીચે જ બેસી રહ્યા હતા; પણ વંદક–નિંદકને સમ ગણનારા સર્વત્ર સમભાવી માર્દપૂર્તિ શ્રીમદ્ તો નીચે ઉતર્યા પછી મધુર વાણીથી ચતુરલાલજી પ્રત્યે બેલ્યા-“મુનિ ! અમારે તે સર્વ પ્રત્યે સમદષ્ટિ છે, પણ તમે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાચવી રાખજે. તો તેમાં ચૌદ પૂર્વ સાર છે.—આ પ્રવચનકારરૂપ અષ્ટપ્રવનમાતાને નામે પ્રસિદ્ધ સમિતિગુપ્તિને બોધ કરતા શ્રીમદુના આ સંક્ષેપ પણ પરમઅર્થ ગંભીર ભાવપૂર્વ મમ બોધથી ચતુરલાલજની વક્રદષ્ટિ દૂર થઈએટલું જ નહિં પણ શ્રીમદ્દ પ્રત્યે પરમાદર પ્રગટ. પછી બીજે દિવસે શ્રીમદ્ મુંબઈ પધાર્યા અને મુનિઓ થડા દિવસ પછી ચાતુર્માસ (સં. ૧૯૫૧) અર્થે ફરી સુરત આવ્યા.
સુરતમાં લલ્લુજી મુનિને ઝીણો તાવ લાગુ પડ્યો, દશ બાર માસ ચાલે. તેવી જ તાવની બીમારીમાં એક લલ્લુભાઈ ઝવેરી નામના ગૃહસ્થ સુરતમાં ગૂજરી ગયા. તે પરથી મુનિને પણ દેહ છૂટી જશે એવો ભય લાગ્યો. એટલે સમકિત વિના દેડ છૂટી જશે તે મારું શું થશે એ તે ભય શ્રીમદને નિવેદન કર્યું. શ્રીમદે ધીરજ અને નિર્ભયતા રાખવા બધપત્ર લખ્યા-“શરણ (આશ્રય) અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ક્ષયનો વિક્ષેપ પણ કરે યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે.” (અં. પ૯૯). “વિચારવાનને દેહ છૂટવા સંબંધી હવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસમ્મુખતા, તેની દઢ ઈચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે.” (અં. ૬૦૫)
આમ પ્રથમ ખંભાતમાં પછી મુંબઈમાં અને તેના અનુસંધાનમાં કવચિત્ સુરતમાં લલુજી-દેવકરણજી આદિ મુનિઓને શ્રીમદના સમાગમલાનો પ્રસંગ પ્રાપ્ત થયો.