________________
૩૧૮
અધ્યાત્મ રાજચંદ્ર “ઉપાધિમાં વિશ્રાંતિરૂપ” સમાગમની કેવી ઉત્કટ ઇચ્છા વ્યક્ત કરી છે ! આવા હૃદયરૂપ સૌભાગ્યને પોતાનું હૃદયદર્શન કરાવતા આ અમર પત્રમાં શ્રીમદે રાત્રી અને દિવસ પિતાને વર્તતી એક પરમાર્થ મનનારૂપ પરમ અભુત અલૌકિક આત્મદશાનું દર્શન કરાવ્યું છે. આવું પરમાર્થ મનન મહામુનીશ્વરેને પણ દુર્લભ છે, તો પછી ગૃહાવાસમાં તે કેટલું દુર્લભ હોય? છતાં ગૃહાવાસમાં પણ જેને રાત્રી ને દિવસ આવું પરમાર્થમનન વર્તતું હતું તે આત્મારામી શ્રીમદ્દ મહામુનીશ્વરના પણ મહામુનીશ્વર છે એમ કોણ નહિં કહે?
પ્રકરણ એકાવનમું સર્વાર્થસિદ્ધ અને શ્રીમન્ને ઉપશમશ્રેણુને પૂર્વ અનુભવ
આત્માના પરમાનંદમાં નિમગ્ન શ્રીમદ્ આજે–૧૯૪૬ ના આશે શુદ ૧૧ ના દિને–પ્રભાતથી જ કેઈ અપૂર્વ આનંદના ઉલાસમાં આવી ગયા છે. પૂર્વે ભૂત ભવમાં અનુભૂત ઉપશાંતમૂહ ગૃણસ્થાનકની યથાખ્યાતચારિત્રરૂપ આત્મદશાનું સ્મરણ થઈ આવ્યું છે, ઉપશમણીએ ચઢતાં અગીયારમે ગુણસ્થાનકેથી પોતે કેમ પડ્યા તે સાંભરી આવ્યું છે; ઉપશમશ્રેણીએ ચઢેલા સંયમરાગી મુનિ સાતા વેદનીયને બંધ કરીને શ્રેણીથી લડથડ્યાપડડ્યા એ ભાવને પ્રકાશ,–“સાંભળજે મુનિ સંયમરાગી ઉપશમશ્રેણી ચડિયા રે, સાતવેદનીય બંધ કરીને શ્રેણી થકી લડથડિયા રે'—એ ભાવનું પદ હૃદયમાં રમી રહ્યું છે. આજના પ્રભાતથી જ આવા અનુભૂત સ્મરણના અપૂર્વ આનંદમાં શ્રીમદ્ વર્તતા હતા, તેવામાં પરમાર્થ સુહૃદ સૌભાગ્યને પત્ર આવ્યો ને તેની સાથે એક પદ મળ્યું. તેને ઉલેખ કરતાં શ્રીમદ્ આજના દિનની આત્માનુભવદશાનું દર્શન કરાવતા આ જ દિને લખેલા સૌભાગ્ય પરના અમર પત્રમાં (અં. ૧૫૨) લખે છે
“આજે આપનું કૃપાપાત્ર મળ્યું. સાથે પદ મળ્યું. સર્વાર્થસિદ્ધની જ વાત છે. જૈનમાં એમ કહે છે કે સર્વાર્થસિદ્ધ મહાવિમાનની વજાથી બાર એજન દૂર મુક્તિશિલા છે. કબીર પણ ધ્વજાથી આનંદ આનંદ પામી ગયા છે. તે પદ વાંચી પરમાનંદ થયો. પ્રભાતમાં વહેલે ઊગે ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું; અને મૂળપદનું અતિશય સ્મરણ થયું; એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય? દિવસના બાર બજ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તે તેવો ને તે જ છે, પરંતુ બીજી વાર્તા (જ્ઞાનની) કરવામાં ત્યાર પછીને કાળક્ષેપ કર્યો. “કેવળજ્ઞાન હવે પામશું, પામશું પામશું, પામશું રે કે. એવું એક પદકર્યું. હૃદય બહુ આનંદમાં છે.?